Friday, June 5, 2026
HomeIndiaતમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ : કેન્દ્ર

તમામ રાજ્યો માટે 5 કિલોના સિલિન્ડરની સપ્લાય ડબલ : કેન્દ્ર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

આ નવી વ્યવસ્થા માર્ચ મહિનામાં નક્કી કરાયેલી 20 ટકાની મર્યાદા કરતાં પણ વધુ રહેશે, જેથી વધુમાં વધુ શ્રમિકો સુધી આ સુવિધા પહોંચી શકે.

દેશમાં વસતા પ્રવાસી મજૂરો માટે કેન્દ્ર સરકારે એક રાહતના સમાચાર આપ્યા છે. સરકારે રાજ્યોમાં શ્રમિકો માટે ઉપલબ્ધ 5 કિલોના ફ્રી ટ્રેડ એલપીજી(FTL) સિલિન્ડરનો દૈનિક પુરવઠો બમણો કરવાનો નિર્ણય લીધો છે. પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ, સિલિન્ડરની આ વધારાની સપ્લાય અગાઉના સરેરાશ વિતરણના આધારે નક્કી કરવામાં આવશે. એટલે કે, જે વિસ્તારમાં અગાઉ જેટલી માંગ અને સપ્લાય હતી, તેને ધ્યાનમાં રાખીને હવે ત્યાં બમણો પુરવઠો પૂરો પાડવામાં આવશે. આ નવી વ્યવસ્થા માર્ચ મહિનામાં નક્કી કરાયેલી 20 ટકાની મર્યાદા કરતાં પણ વધુ રહેશે, જેથી વધુમાં વધુ શ્રમિકો સુધી આ સુવિધા પહોંચી શકે.કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વધારાના 5 કિલોના સિલિન્ડર રાજ્ય સરકાર અને તેમના ખાદ્ય તથા નાગરિક પુરવઠા વિભાગોને સોંપવામાં આવશે, જેનું વિતરણ માત્ર પરપ્રાંતીય મજૂરો માટે જ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સંપૂર્ણ સહયોગ આપશે. સરકારે લોકોને ખાતરી આપી છે કે વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે પણ દેશમાં પેટ્રોલ, ડીઝલ અને LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી લોકોએ ગભરાઈને ખરીદી ન કરવી જોઈએ અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવો જોઈએ.આ સાથે જ ગ્રાહકોને ગેસ બુકિંગ માટે ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવાની અને વિતરકો પાસે બિનજરૂરી ભીડ ન કરવાની સલાહ આપવામાં આવી છે. સરકાર હાલમાં હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા જરૂરી ક્ષેત્રો માટે પાઇપ્ડ નેચરલ ગેસ(PNG) અને ડોમેસ્ટિક એલપીજીની સપ્લાયને પ્રાથમિકતા આપી રહી છે. આ સિવાય, રિફાઇનરી ઉત્પાદન વધારવા અને શહેરી વિસ્તારોમાં બુકિંગ વચ્ચે 25 દિવસ તથા ગ્રામીણ વિસ્તારોમાં 45 દિવસનું અંતર રાખવા જેવા પગલાં લેવામાં આવ્યા છે. સરકારી આંકડા મુજબ, અત્યાર સુધી અંદાજે 51 લાખ ડોમેસ્ટિક સિલિન્ડરનું વિતરણ કરવામાં આવ્યું છે અને 95 ટકા બુકિંગ ઓનલાઇન થવાને કારણે વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા વધી છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here