Thursday, October 8, 2026
HomeAhmedabadઅમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જૂથવાદ

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં જૂથવાદ

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ અને જૂથવાથ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઉમેદવારોની યાદી જાહેર કરવામાં વિલંબ અને નેતાઓ વચ્ચે સહમતિના અભાવે પાર્ટી માટે પરિસ્થિતિ જટિલ બની રહી છે. પાર્ટીએ હવે પરંપરાગત રીતે ઉમેદવારોની યાદી જાહેર કરવાનો રસ્તો છોડીને નવી રીત અપનાવી છે. હવે ઉમેદવારોને સીધા મેન્ડેટ આપવામાં આવશે, જેથી આંતરિક વિરોધ અને ગેરસમજને ટાળવામાં આવે. કોંગ્રેસ દ્વારા જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના પ્રભારીઓને ઉમેદવારો પસંદ કરવાની અને તેમને સૂચનાઓ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ કરીને મહાનગરપાલિકાઓમાં ઉમેદવારોને ટેલીફોનિક રીતે સંપર્ક કરીને ફોર્મ ભરવા માટે સૂચના આપવામાં આવી રહી છે. અમદાવાદના બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, મકતમપુરા, સૈજપુર બોઘા અને ચાંદખેડા જેવા વિવાદિત વોર્ડોમાં સિનિયર નેતાઓ વચ્ચે ભારે લોબિંગ ચાલી રહ્યું છે. આ લોબિંગને કારણે ઉમેદવારોની અંતિમ પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પાર્ટીએ નિર્ણય કર્યો છે કે વિવાદિત બેઠકો પર ઉમેદવારોને સીધા પાર્ટી ઓફિસ પર મેન્ડેટ આપવામાં આવશે, જેથી પ્રક્રિયા ઝડપી બને અને આંતરિક મતભેદોને નિયંત્રિત કરી શકાય. બીજી તરફ, ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કોંગ્રેસમાં નિરસતા જોવા મળી રહી છે. છેલ્લા ચાર દિવસમાં માત્ર 27 ઉમેદવારોએ જ ફોર્મ ભર્યા છે, જ્યારે પાર્ટીએ 90થી વધુ ઉમેદવારો જાહેર કર્યા હોવાનું કહેવામાં આવે છે. હવે ફોર્મ ભરવાની પ્રક્રિયા માટે માત્ર બે દિવસ જ બાકી રહ્યા છે, ત્યારે અંતિમ ક્ષણોમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ફોર્મ ભરવા આવે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. આ સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને રિટર્નિંગ ઓફિસરોએ તૈયારીઓ શરૂ કરી છે. અમદાવાદ શહેરની 16 અલગ અલગ સરકારી કચેરીઓમાં વોર્ડ પ્રમાણે ફોર્મ ભરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેથી પ્રક્રિયા સરળ અને વ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ શકે. આ રીતે ગુજરાત કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરિક સંઘર્ષ વચ્ચે AMC ચૂંટણીનું રાજકારણ વધુ રસપ્રદ બનતું જઈ રહ્યું છે. આગામી દિવસોમાં આ પરિસ્થિતિ ચૂંટણીના પરિણામોને કેવી રીતે અસર કરે છે તે જોવું મહત્ત્વપૂર્ણ રહેશે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here