Tuesday, October 6, 2026
HomeIndiaનાણાકીય વર્ષ 2025-26માં ભારતની રત્ન અને આભૂષણોની નિકાસ 27.72 અબજ ડૉલર પહોંચી:...

નાણાકીય વર્ષ 2025-26માં ભારતની રત્ન અને આભૂષણોની નિકાસ 27.72 અબજ ડૉલર પહોંચી: બ્રોડ-બેઝ્ડ ગ્રોથ તરફ ‘સ્ટ્રક્ચરલ રીસેટ’ના સંકેત, સિંગલ માર્કેટ પર નિર્ભરતા ઘટી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ચાંદીના દાગીનાની નિકાસમાં 52.21%નો મોટો ઉછાળો, નિકાસ 1.47 અબજ યુએસ ડોલર પર પહોંચી. પ્લેટિનમ જ્વેલરીની નિકાસ વાર્ષિક ધોરણે 39.32% વધીને 254.60 મિલિયન યુએસ ડોલર થઈ.

ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરીનું એક્સપોર્ટ એપ્રિલ 2025થી માર્ચ 2026ના નાણાકીય વર્ષ માટે ₹2,44,827.26 કરોડ નોંધાયું છે, જે પાછલા નાણાકીય વર્ષના ₹2,42,559.39 કરોડની સરખામણીએ રૂપિયાના મૂલ્યમાં ૦.93%ની વૃદ્ધિ દર્શાવે છે. ડૉલરના સંદર્ભમાં, નિકાસ 27.72 અબજ યુએસ ડોલર નોંધાઈ હતી, જે વાર્ષિક ધોરણે 3.32%નો સાધારણ ઘટાડો સૂચવે છે.
ઉલ્લેખનીય છે કે જીયોપોલિટકલ અનિશ્ચિતતાઓ, અમેરિકાની બદલાતી ટેરિફ નીતિઓ અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે આ પ્રદર્શન ભારતની રત્ન અને આભૂષણ નિકાસના લેન્ડસ્કેપમાં થઈ રહેલા ઊંડા પરિવર્તનને સૂચવે છે.
GJEPCના ચેરમેન શ્રી કિરીટ ભાનુશાળીના કહેવા પ્રમાણે, “નાણાકીય વર્ષ 2025-26 એ ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ માટે ‘સ્ટ્રક્ચરલ રીસેટ’નો તબક્કો છે, જ્યાં હવે ગ્રોથ પણ વધી રહ્યો છે છે અને કોઈ એક માર્કેટ પરની નિર્ભરતા ઘટી રહી છે. નિકાસકારોએ સક્રિયપણે નવા વિસ્તારોમાં ફેલાવો કર્યો છે, વેલ્યુ-એડેડ સેગમેન્ટ્સને મજબૂત કર્યા છે અને બદલાતી વૈશ્વિક વેપાર પરિસ્થિતિ સાથે તાલ મિલાવ્યો છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે, “ટેરિફ સંબંધિત અનિશ્ચિતતાઓને કારણે યુએસ માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં, યુએઈ (UAE), હોંગકોંગ, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા બજારોમાં મજબૂત વધારો જોવા મળ્યો છે. યુએઈ અને ઓસ્ટ્રેલિયા સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને કારણે નિકાસમાં ફેરફારને કારણએ ગ્રોથની ગતિ જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. યુએઈમાં નિકાસ એપ્રિલ-ફેબ્રુઆરી 2026 દરમિયાન 22% થી વધુની મજબૂત વધારો થયો છે, પરંતુ આ વિસ્તારમાં થયેલા તણાવને કારણે આખા નાણાકીય વર્ષ માટે વૃદ્ધિ મર્યાદિત રહીને 10.52% થઈ હતી, જેમાં નિકાસ 8.7૦ અબજ ડોલર સુધી પહોંચી હતી.”
શ્રી કીરિટ ભાનુશાળીએ આગળ એમ પણ કહ્યું કે,”ઓસ્ટ્રેલિયા જેવા માર્કેટમાં 38.33%નો વધારો થયો છે, જે દર્શાવે છે કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટવાળા માર્કેટમાં નિકાસ માટે ઇકોસિસ્ટમ બનાવવાના તેમજ માર્કેટ વધુ એક્સપાન્ડ થઈ રહ્યું છે. આ વર્ષે યુકે (UK) અને યુરોપિયન યુનિયન (EU) સાથેના FTAના અપેક્ષિત અમલીકરણથી ભારતની રત્ન અને આભૂષણોની નિકાસમાં વધુ વૃદ્ધિ થવાની અપેક્ષા છે.”
એપ્રિલ 2025-માર્ચ 2026 દરમિયાન:
કટ અને પોલિશ્ડ ડાયમંડ આ કેટેગરી જેમ્સ એન્ડ જ્વેલરીના કૂલ બાસ્કેટમાં 43.9% યોગદાન સાથે સૌથી મોટો હિસ્સો ધરાવે છે. કટ અને પોલિશ્ડ હીરાની નિકાસ 12.16 અબજ ડોલર એ(₹1,07,461.34 કરોડ) નોંધાઈ હતી, જે વાર્ષિક ધોરણે 8.52% નો ઘટાડો (-4.41% રૂપિયામાં) દર્શાવે છે. મુખ્યત્વે અગાઉના વર્ષમાં યુએસ ટેરિફમાં વધારો, વૈશ્વિક ઇન્વેન્ટરીની સ્થિતિ સુધરવી, મુખ્ય બજારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મુશ્કેલીઓ અને અન્ય લક્ઝરી સેગમેન્ટ્સ તરફથી વધતી સ્પર્ધાને કારણે આ ઘટાડો થયો છે.
પ્લેન અને સ્ટડેડ બંને સેગમેન્ટમાં સોનાના દાગીનાની નિકાસ 11.36 અબજ ડોલર (₹1,00,277.64 કરોડ) પર મોટે ભાગે સ્થિર રહી હતી, જે વાર્ષિક ૦.૦૩%નો નજીવો ઘટાડો (+4.18% રૂપિયામાં) દર્શાવે છે.
સોનાના વધતા ભાવોને કારણે માંગ પર અસર પડતા પ્લેન ગોલ્ડ જ્વેલરીની નિકાસ વાર્ષિક 7.42% ઘટીને 4.84 અબજ ડોલર (₹42,597.79 કરોડ) થઈ છે.
બીજી બાજુ જડેલા સોનાના દાગીનાના સેગમેન્ટમાં વાર્ષિક 6.27% નો વધારો (+11.16% રૂપિયામાં) જોવા મળ્યો, જે 6.52 અબજ ડોલર (₹57,679.85 કરોડ) થાય છે. આ વધારો વેલ્યુ-એડેડ અને ડિઝાઇન-આધારિત જ્વેલરી માટેની સતત માંગ દર્શાવે છે. આ વધારો દર્શાવે છે કે ગ્રાહકોની મોંઘી વસ્તુઓની પસંદગીની પેટર્નમાં ફેરફાર થયો છે, અને સોનાના ભાવમાં વધારો થવા છતાં સ્ટડેડ સેગમેન્ટની સ્થિતિસ્થાપકતા પર ભાર મૂકે છે.
ચાંદીના દાગીનાની નિકાસમાં 52.21% નો નોંધપાત્ર વધારો (+59.95% રૂપિયામાં) જોવા મળ્યો હતો અને તે 1.47 અબજ ડોલર (₹13,013.54 કરોડ) પર પહોંચ્યો છે. વધતી જતી કિંમતો અને એફોર્ડેબિલિટીને કારણે મધ્યમ વર્ગના ગ્રાહકોમાં ચાંદીના દાગીનાની લોકપ્રિયતા વધી છે. ચાંદી વધતી જતી ડિમાન્ડ મધ્યમ વર્ગના ગ્રાહકોમાં જોવા મળી રહી છે, ખાસ કરીને નવા બની રહેલા માર્કેટમાં તેની ડિમાન્ડ વધારે છે, કારણ કે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં તેની ક્ષમતા સાથે ઉચ્ચ-વૃદ્ધિ શ્રેણી તરીકેની જગ્યા દેખાઈ રહી છે.

પ્લેટિનમ જ્વેલરીની નિકાસમાં પણ 39.32% વધારો થયો છે, જે 254.60 મિલિયન ડોલર (₹2,257.24 કરોડ) થાય છે, જે પ્રીમિયમ સેગમેન્ટમાં પ્લેટિનમની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે. પ્લેટિનમ જ્વેલરીની વૈશ્વિક સ્વીકૃતિમાં વધારો એ દર્શાવે છે કે તે અસાધારણ વૃદ્ધિ, જે એક વ્યૂહાત્મક તક દર્શાવે છે.

પોલિશ્ડ લેબ-ગ્રોન હીરાની નિકાસમાં 10.55% નો ઘટાડો નોંધાયો હતો, જે 1.13 અબજ ડોલર (₹10,012.97 કરોડ) છે. જો કે, તેના વોલ્યુમમાં વધારો થયો હતો, પરંતુ કિંમતોમાં ઘટાડાને કારણે મૂલ્ય ઘટ્યું છે.

બીજી તરફ, લેબ-ગ્રોન હીરા જડેલા સોનાના દાગીનામાં 31.30%નો વધારો જોવા મળ્યો, જે 1,085.65 મિલિયન અમેરિકન ડૉલરથી વધીને 1,425.51 મિલિયન ડૉલર થયો છે. પાછલા વર્ષમાં, જ્વેલરી શ્રેણીઓમાં પ્રોડક્ટ સેગમેન્ટેશન અને બદલાતી માંગ પેટર્નને દર્શાવે છે.

રંગીન રત્નોની નિકાસ 437.31 મિલિયન ડોલર (₹3,870.87 કરોડ) નોંધાયો હતો, જે વાર્ષિક 0.71% (+3.76 % રૂપિયામાં) નો મામૂલી ઘટાડો દર્શાવે છે.
પ્રાદેશિક દ્રષ્ટિએ જોઈએ ભારતના જુદા જુદા વિસ્તારોનું પર્ફોમન્સ જુદું જુદું રહ્યું છે. પશ્ચિમ વિસ્તાર જેમાં મુંબઈ અને ઉપનગરોનો સમાવેશ થાય છે, તે વિસ્તાર નાણાકીય વર્ષ 2025-26 માટે18,579.41 મિલિયન ડોલરની નિકાસ સાથે અગ્રેસર રહ્યા છે. હીરા પ્રોસેસિંગ અને ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર એવા ગુજરાતે પણ 2400.61 મિલિયન યુએસ ડોલરની નિકાસ સાથે મજબૂત પ્રદર્શન કર્યું છે, જે આ ક્ષેત્રમાં તેના સતત યોગદાનને પ્રતિબિંબિત કરે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here