Friday, June 5, 2026
HomeNew Delhiસોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા...

સોમવારે જ જૂનું બિલ લાવો, અમે સાથ આપીશું: મહિલા અનામત મુદ્દે પ્રિયંકા ગાંધીનો કેન્દ્રને પડકાર

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

મહિલા અનામત બિલને લઈને સર્જાયેલા રાજકીય ગતિરોધ વચ્ચે કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. લોકસભાના વિશેષ સત્રમાં બંધારણ(131મો સુધારો) બિલ, 2026 પસાર ન થઈ શકતા દેશભરમાં રાજકીય ગરમાવો વધી ગયો છે. આ સ્થિતિમાં દિલ્હીમાં એક વિશેષ બ્રીફિંગ દરમિયાન પ્રિયંકા ગાંધીએ સરકારને ખુલ્લો પડકાર ફેંકતા માગ કરી છે કે, સરકાર સોમવારે જ એ જૂનું મહિલા અનામત બિલ ફરીથી સંસદમાં રજૂ કરે જેને અગાઉ તમામ પક્ષોએ વ્યાપક સમર્થન આપ્યું હતું. હાલમાં સત્તાપક્ષ અને વિપક્ષ આ મુદ્દે સામસામે આવી ગયા છે, જેના કારણે દેશમાં મહિલા અનામતને લઈને એક નવું રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. મીડિયા સાથે વાત કરતા પ્રિયંકા ગાંધીએ પડકાર ફેંક્યો કે, ‘સોમવારે જ સંસદ બોલાવો અને જૂનું બિલ રજૂ કરો, પછી જુઓ કે કોણ મહિલા વિરોધી છે. અમે સૌ તમને વોટ આપીશું અને સમર્થન કરીશું.’ વિપક્ષી સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ હવે આ મુદ્દે પીએમ મોદીને પત્ર લખવાનો નિર્ણય કર્યો છે. સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નક્કી થયું છે કે વિપક્ષ દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને જનતાને જણાવશે કે તેઓ અનામતના પક્ષમાં જ છે, પરંતુ સરકાર આ બિલની આડમાં દેશનો રાજકીય નકશો બદલવા માંગતી હતી. પ્રિયંકા ગાંધીએ સરકારની દાનત પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ‘અનામત એ મહિલાઓનો અધિકાર છે અને વડાપ્રધાને તેને વસ્તી ગણતરી તથા સીમાંકન(Delimitation) સાથે જોડીને પોતાને ‘મહિલાઓના મસીહા’ તરીકે રજૂ કરવાનો જે ખોખલો પ્રયાસ કર્યો હતો, તે આજે નિષ્ફળ રહ્યો છે. આજે વિપક્ષે એકતા બતાવીને લોકશાહીનું રક્ષણ કર્યું છે. જો આ બિલ પસાર થઈ ગયા હોત, તો દેશમાં લોકશાહીના અસ્તિત્વ પર જોખમ આવી શકે તેમ છે.’ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, સરકારના સંઘીય માળખાને નબળું પાડવાના પ્રયાસને વિપક્ષે એક થઈને રોકી દીધો છે. આ લોકશાહીની મોટી જીત છે. ભારત હવે બદલાઈ ચૂક્યું છે. જનતા બધું સમજે છે. માત્ર કેમ્પેઈન ચલાવવાથી કે PR કરવાથી હકીકત બદલાતી નથી, લોકોનો ભરોસો સરકાર પરથી સતત ઘટી રહ્યો છે. સરકાર 2023માં પસાર થયેલું મહિલા અનામત બિલ તાત્કાલિક લાગુ કરે જેથી મહિલાઓને સાચું પ્રતિનિધિત્વ મળી શકે. મહિલા અનામતમાં OBC ક્વોટા હોવો જોઈએ, જેથી પછાત વર્ગની મહિલાઓને વાસ્તવિક લાભ મળે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here