Sunday, July 26, 2026
HomeAhmedabadગુજરાતના સિનેમેટિક અને સ્પોર્ટ્સ લેન્ડસ્કેપને ફરીથી ગઢતી ‘ફિલ્મવાલે’ એપ

ગુજરાતના સિનેમેટિક અને સ્પોર્ટ્સ લેન્ડસ્કેપને ફરીથી ગઢતી ‘ફિલ્મવાલે’ એપ

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ધવલ ઠક્કરની ત્રિપુટી દ્વારા મનોરંજન ક્ષેત્રે નવાં વેન્ચર્સનું અનાવરણ 150 થી વધુ બ્રાન્ડ્સ અને રોકાણકારોનું નેટવર્ક

ગુજરાતી મનોરંજન ઉદ્યોગ હવે એક મોટા પરિવર્તન તરફ ડગ માંડી રહ્યો છે. જાણીતા કલાકાર પાર્થિવ ગોહિલ, માનસી પારેખ અને ઉદ્યોગસાહસિક ધવલ ઠક્કરની ત્રિપુટીએ સાથે મળીને મનોરંજન ક્ષેત્રે ક્રાંતિ લાવનારા અનેક પ્રોજેક્ટ્સનું એલાન કર્યું છે. આ ગઠબંધનનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાદેશિક સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાનો અને કલાકારોને એક મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે.

આ જાહેરાતનું સૌથી મોટું આકર્ષણ ‘ગુજરાત સેલિબ્રિટી ક્રિકેટ પ્રીમિયર લીગ’ (GCPL) છે. ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર મનોરંજન જગતના સિતારાઓ અને સોશિયલ મીડિયાના લોકપ્રિય કન્ટેન્ટ ક્રિએટર્સ એકસાથે મેદાન પર ક્રિકેટ રમતા જોવા મળશે. ચાર ડાયનેમિક ટીમો વચ્ચે રસાકસીભર્યો જંગ જામશે, જોકે ટીમોના નામ અને ખેલાડીઓની વિગતો આગામી સત્તાવાર લોન્ચિંગમાં જ જાહેર કરવામાં આવશે. આ જાહેરાતને પગલે અત્યારથી જ ચાહકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધુમાં, SOUL SUTRA & R.D.BROTHERS દ્વારા ‘ફિલ્મવાલે’ (Filmwale) નામની એક અનોખી એપ રજૂ કરવામાં આવી છે. આ પ્લેટફોર્મ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રોજિંદા કામકાજને સરળ બનાવશે. શૂટિંગના આયોજનથી લઈને કલાકારો અને ટેકનિશિયનો વચ્ચેના તાલમેલ સુધીની તમામ જટિલ પ્રક્રિયાઓને આ એપ દ્વારા ડિજિટલ અને પારદર્શક બનાવવામાં આવશે. ગુજરાતી સિનેમાના વ્યવસ્થિત વિકાસ માટે આ એક સીમાચિહ્નરૂપ પગલું ગણાય છે.

‘ફિલ્મવાલે’ પ્લેટફોર્મ ઉદ્યોગના મુખ્ય પાસાઓને એક જ જગ્યાએ જોડે છે અને સુવ્યવસ્થિત તથા સરળ અભિગમ દ્વારા ઉદ્યોગના કેટલીક મહત્વપૂર્ણ પડકારોને ઉકેલવાનો પ્રયાસ કરે છે. આ પ્લેટફોર્મ 450થી વધુ પસંદગી કરાયેલા શૂટિંગ લોકેશન્સ સુધી પહોંચે છે, જેના કારણે લોકેશન શોધવાની પ્રક્રિયા વધુ ઝડપી અને કાર્યક્ષમ બને છે. તે ઉપરાંત, તેમાં મજબૂત ટેલેન્ટ પૂલ પણ ઉપલબ્ધ છે, જેમાં કલાકારોના વિગતવાર પ્રોફાઇલ્સ અને તેમના અગાઉના કામને રજૂ કરવામાં આવશે , જેથી સહયોગ અને પસંદગી સરળ બને.

બ્રાન્ડિંગ ક્ષેત્રે પણ, ફિલ્મવાલે 150થી વધુ બ્રાન્ડ્સ સાથે જોડાણ સ્થાપિત કરે છે, જેના કારણે ફિલ્મોમાં ઇન-ફિલ્મ ઇન્ટિગ્રેશન અને પાર્ટનરશિપ વધુ અસરકારક રીતે શક્ય બને છે. પ્રોજેક્ટ્સની નાણાકીય મજબૂતી માટે, પ્લેટફોર્મને 150થી વધુ રોકાણકારોના નેટવર્કનો આધાર છે, જે ફિલ્મોને યોગ્ય ફંડિંગ મેળવવામાં અને વધુ વ્યાપક સ્તરે વિકસવામાં મદદ કરે છે.

માત્ર ટેકનોલોજી કે રમતગમત જ નહીં, પરંતુ વાર્તાઓના ક્ષેત્રમાં પણ મોટો ધડાકો થવા જઈ રહ્યો છે. પ્રોડક્શન હાઉસ દ્વારા આગામી વર્ષમાં આવનારી ફિલ્મોની મોટી લાઈન-અપ જાહેર કરવામાં આવશે. આ પ્રસંગે ફિલ્મોની સાથે સાથે તેની સ્ટારકાસ્ટ અને નિર્દેશકોનો પણ ખાસ પરિચય કરાવવામાં આવશે, જે પ્રેક્ષકો માટે એક સરપ્રાઈઝ જેવું હશે.

આ પહેલ ગુજરાતી મનોરંજન ઉદ્યોગ માટે વધુ સુવ્યવસ્થિત, સહયોગી અને ગતિશીલ ભવિષ્ય નિર્માણ તરફ એક પ્રગતિશીલ પગલું ગણાય છે. આ ઇવેન્ટ DoubleTree by Hilton ખાતે યોજાઈ હતી અને તેમાં મનોરંજન તથા વ્યાપાર જગતની પ્રતિષ્ઠિત હસ્તીઓ ઉપસ્થિત રહી હતી.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here