Sunday, October 4, 2026
HomeLife StyleMagazineઆજના ઇન્ટનરનેટ ના ડીજીટીલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ જરાયે ઓછું થયું નથી

આજના ઇન્ટનરનેટ ના ડીજીટીલ યુગમાં પણ પુસ્તકોનું મહત્વ જરાયે ઓછું થયું નથી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

પુસ્તકો રોજ નથી લખાતાએટલે જ કબાટમાં સચવાય છે… અને છાપાં રોજ છપાય છેએટલે જ બીજા દિવસેપસ્તીમાં વેચાય છે.”

પુસ્તકો વિશે જે લખાયું છે તે અદ્ભૂત છે. મેં ક્યાંક વાંચ્યું હતું કે
“પુસ્તકો રોજ નથી લખાતાએટલે જ કબાટમાં સચવાય છે…
અને છાપાં રોજ છપાય છેએટલે જ બીજા દિવસેપસ્તીમાં વેચાય છે.”
મારા પ્રિય લેખક ગુણવંત શાહે પણ એક સુંદર સુચન કર્યું હતું કે કોઈના લગ્નપ્રસંગે, મેરેજ એનિવર્સરી જેવા પ્રત્યેકનાના-મોટા
પ્રસંગે આપને જે ભેટસોગાદ આપીએ છીએ એને બદલે કોઈ સારું મનગમતું પુસ્તક ભેટમાં આપવાની પ્રથા ચાલુ થાયએ ખુબ જરૂરી છે.ગુજરાતી ભાષાએ પણ
આપણને ઉત્તમ પુસ્તકો ભેટમાં આપ્યા છે.મારી દ્રષ્ટિએ પુસ્તકો જ આપણા સાચા ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ છે.પુસ્તકો જ્ઞાનની પરબ છે, જે આપણી વિચારશક્તિને સમૃદ્ધ બનાવે છે.

જન્મ પછી શાળાએ જતાંની સાથે જ મનુષ્યનો નાતો પુસ્તક સાથે જોડાઈ જાય છે પછી એ પાઠ્યપુસ્તક હોય, બાળ વાર્તાઓ હોય કે જીવન સાહિત્ય હોય. પુસ્તકો જ હંમેશા મનુષ્યના સાચા મિત્રો રહ્યા છે. પુસ્તકો જ મનુષ્યોના પથ દર્શક રહ્યા છે.

જાણીતા ગુજરાતી ચિંતકે કહ્યું છે તેમ જે ઘરમાં પાંચ સારાં પુસ્તક ના હોય તે ઘરમાં દીકરી ના આપશો તે ઉક્તિ પુસ્તકનું મહત્વ વ્યક્ત કરે છે. વ્યક્તિની વિચાર દુનિયાવિકસાવવા અને સાચો માનવ બનાવવા પુસ્તક એ જ્ઞાનનું પહેલું પગથિયું છે. 

કેટલાક મહાન વિભૂતિ ના પુસ્તકો અંગે ના અભિપ્રાયો પહેલા જોઈએ.

ગાંધીજીએ પુસ્તક માટે કહ્યું છે કે

…પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે.રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારેપુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે.
પુસ્તક એક આશીર્વાદ છે..આશાવાદ છે..આસ્વાદ છે.
“માનવીની આમ જો કે શાન છે.વાંચવું એ આગવું વરદાનછે

કવિ કલાપીએ કહ્યું છે કે – જીવીશ તો બની શકે તો એકલાં પુસ્તકોથી..
તો રવીન્દ્રનાથ ટાગોરે ખુબ સુંદર વાત કરતા લખ્યું છે કે -આંખો સામે
રહેતી વસ્તુઓનાં જ્ઞાનમાટે પણ પુસ્તકો વાંચવા પડે છે”

એડિસને કહ્યું છે કે -કસરત થી જે લાભ શરીરને મળે છેતેજ લાભ પુસ્તકનાં વાંચનથી મગજને મળે છે.”
તો લોગફેલો જણાવે છે કે પુસ્તકો એવા મંદિરો છે જ્યાં દંભી
પંડિતોના માધ્યમ વગર જ મનુષ્ય ઇશ્વર નું સાંનિધ્ય પ્રાપ્ત કરીશકે છે.”

સોક્રેટીસ તો કંઈક જુદીજ વાત કરે છે કે -જો કોઈમારી સામે સારુ પુસ્તક ધરે અને તે મેળવવા જો
મારે સમગ્ર પૃથ્વીનીપ્રદક્ષિણા પણ કરવી પડે તો તે મને મંજૂર છે.”

આમ આપણા જીવનમાં આજને માટે અને સદાયને માટે સૌથી
સારો મિત્ર હોય તો તે પુસ્તક જ છે.
મને નાનપણ થી પુસ્તકો વાંચવાની લત લાગી હતી. મારી સ્કુલમા બુક બેન્ક ચાલતી હતી રોજ એક પુસ્તક લઈ જવાનું ને વાંચીને બીજે દિવસે જમા કરવાનું પછી વ્યારા ખાતે મારા ગામની લાયબ્રેરીમાં અમે ખાતું ખોલાવેલું ત્યાં સરસ મઝાની પંચતંત્રની વાર્તાઓ. બકોર પટેલની વાર્તાઓ ખુબ વાંચેલી. જાણે વાંચવાનું વ્યસન થઈ પડેલું. પછી તો કોલેજ કક્ષા સુધી મેં એટલી બધી નોવેલ વાંચી કે જેનો કોઈ અંદાજ નથી. આ વાંચનથી મારી કલ્પના શક્તિને પાંખો ફૂટી. વાંચતા વાંચતા એવું લાગતું કે આવું તો હું પણ લખી શકું. અને પછી મેં લખવાનું શરૂ કર્યું. નિયમિત લાયબ્રેરીમાં જવાનું પુસ્તકો, સામયિકો અને છાપાઓનું વાંચન વધતું જ ગયું
ડો. સુરેન્દ્ર દોશી,ભાસ્કર બારોટ પ્રા. હર્ષદ સાહેબ. ડો. કે ટી મહેતા. અમારા રાજપીપલાના વતની જાણીતા નવલકથાકાર પ્રિયકાન્ત પરીખનું સાહિત્ય લક્ષી માર્ગદર્શન મળ્યું. પછી કોલેજમાંથી નાટ્ય કાવ્યને સાહિત્યિક શિબિરોમાં ભાગ લીધો. જેમાં કવિ જયંત પાઠક, રમણ પાઠક, ચિનુ મોદી, પુરુરાજ જોશી, જેવા મહાન કવિ લેખકોનું માર્ગદર્શન મળ્યું. અને મારી લેખની સુધરતી ગઈ અને હું લેખક બન્યો. આજે મારા 15થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા અને તેમાંથી બે પુસ્તકો શ્રેષ્ઠ પુસ્તક તરીકે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી તરીકે પુરસ્કૃત થયા. આજે મારા 3000થી વધુ લેખો અખબારો, સામયિકોમાં પ્રસિદ્ધ થઈ ચુક્યા છે. આજે 6 અખબારો મા મારી સાપ્તાહિક સાયન્સ કોલમ ચાલે છે અને એક દૈનિક મા દરરોજ ની દૈનિક કોલમ ચાલે છે આજે કટાર લેખક તરીકે લખી રહ્યો છું. આજના પુસ્તક દિવસે આ વાત એટલા માટે લખી રહ્યો છું કે પુસ્તકો ના વાંચનથી જ હું લેખક બન્યો. સાચા અર્થમાં પુસ્તકો જ મારા સાથી મિત્રો રહ્યા છે. સાચું કહું તો પુસ્તકોએ જ મને લેખક બનાવ્યો. મારા જીવનma2 પુસ્તકોનું અદ્વિતીય મહત્વ રહ્યું છે.

વર્લ્ડ બુક ડે’ દર વર્ષે 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તેને વર્લ્ડ બુક અને કોપીરાઈટ ડે કહે છે. વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં પુસ્તકોનું મહત્વ દર્શાવવા માટે કરવામાં આવે છે. આ વિશેષ દિવસે યુનેસ્કો અને તેના અન્ય સહયોગીઓ આવતા વર્ષ માટે ‘વર્લ્ડ બુક કેપિટલ’ પસંદ કરે છે. આગામી એક વર્ષ સુધી પુસ્તકો સંબંધિત કાર્યક્રમોનું આયોજન કરવાનું લક્ષ્ય છે. વાચકોને આગામી નવા પુસ્તકોથી વાકેફ કરી શકાય છે. ખાસ કરીને નવી પેઢીને પુસ્તકો વાંચવાની ટેવ પાડી શકાય છે.
23 એપ્રિલને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવાનું કારણ એ છે કે આ દિવસે ઘણા જાણીતા લેખકોનો જન્મ અથવા અવસાન થયું હતું.
વિલિયમ શેક્સપીયર, મિગ્યુએલ દે સર્વેન્ટસ અને જોસેપ પ્લેયા ​​23 એપ્રિલના રોજ મૃત્યુ પામ્યા હતા. તે જ સમયે મેન્યુઅલ મેજિયા વલેજો અને મોરિસ ડ્રુનનો જન્મ 23 એપ્રિલના રોજ થયો હતો.
યુનેસ્કોએ 23 એપ્રિલ 1995 ના રોજ દિવસની ઉજવણી શરૂ કરી હતી. આ દિવસ દ્વારા યુનેસ્કોનો હેતુ સમગ્ર વિશ્વના લોકોમાં સાક્ષરતાને પ્રોત્સાહન આપવાનો છે. આની મદદથી, બધાને શૈક્ષણિક સંસાધનોની ખાતરી આપી શકાય છે. આ દિવસમાં ખાસ કરીને લેખકો, પ્રકાશકો, શિક્ષકો, ગ્રંથપાલો, જાહેર અને ખાનગી સંસ્થાઓ, માનવ અધિકારને પ્રોત્સાહન આપતી એન.જી.ઓ. ને સામેલ કરવામાં આવે છે.
ટીવી.,કમ્પ્યૂટર, ડીવીડી તેમજ ઇન્ટર જેવાં ઉપકરણોનો વપરાશ વધ્યો છે એથી પુસ્તકો ખરીદીને વાંચવાની વૃત્તિ ઘટી ગઈ છે. એમ છતાં પુસ્તકોની અગત્યતા ઓછી નથી થઇ. આજે પુસ્તકોનાં મોટા પ્રમાણમાં પ્રકાશનો થતાં રહે છે. જ્યારે કાગળની શોધ થઇ ન હતી ત્યારે આપણો અમર આધ્યાત્મિક વારસો તામ્રપત્રોમાં સચવાયો હતો

સમગ્ર વિશ્વમાં વિશ્વ પુસ્તક દિનની ઉજવણીમાં પ્રકાશકો પણ ભાગ લે છે અને લેખકો પ્રત્યેની તેમની લાગણી પ્રદર્શિત કરે છે.ભારતમાં અગ્રગણ્ય લાઇબ્રેરીઓ દ્વારા વાંચન પ્રત્યેની રૂચિ વધારતા કાર્યક્રમો યોજવામાં આવે છે.

પુસ્તકાલયમાં યુવાનો પણ પૂસ્તકવાંચન માટે આવતા હોય છે. ભારતમાં ગીતા,વેદ,ઉપનિષદ્, રામાયણ,મહાભારત, ભાગવત, ઉપરાંત શિવપુરાણ સહિત પુરાણો અને અનેક મહાન સંતોના પૂસ્તકોનો અલભ્ય ખજાનો સુલભ છે. જો પૂસ્તકને યોગ્ય રીતે વાંચન કરાય તો ગમે તેવાં કપરાં કાળમાં પણ પુસ્તકો જીવનશક્તિ પૂરી પાડે છે.સાચા અર્થમાં પુસ્તકો જ જીવનજીવવાની સંજીવની છે

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here