
રેનો ગ્રુપ’futuREady India’ લોન્ચ કરી રહ્યું છે, જે સ્થાનિક અને વૈશ્વિક સ્તરે વૃદ્ધિને વેગ આપવા માટેની તેની નવી વ્યૂહાત્મક યોજનાનો પ્રાદેશિક પ્રારંભ છે.આ યોજનાનો ઉદ્દેશ્ય એન્જિનિયરિંગ અને ઉત્પાદન ક્ષમતાઓને મજબૂત કરવાનો છે, જેથી વિશ્વભરમાં ગ્રુપની લાંબા ગાળાની સ્પર્ધાત્મકતા સુનિશ્ચિત કરી શકાય.
ફ્યુચરરેડી ઈન્ડિયા( futuREady India) સાથે રેનો વર્ષ 2030 સુધીમાં ભારતને બ્રાન્ડના વૈશ્વિક સ્તરે ટોચના ત્રણ બજારોમાંનું એક બનાવવાનું લક્ષ્યાંક રાખે છે. ગ્રુપ ભારતમાં તેના અત્યાર સુધીના સૌથી મોટા પ્રોડક્ટ રિન્યુઅલ સાયકલમાં પ્રવેશી રહ્યું છે, જેમાં વર્ષ 2030 સુધીમાં સાત ‘મલ્ટિ-એનર્જી’ મોડલ્સનો સમાવેશ થશે. આ તમામ વાહનો નેક્સ્ટ જનરેશન ડિજિટલ અને ઈલેક્ટ્રોનિક આર્કિટેક્ચરનો ઉપયોગ કરીને ખાસ કરીને સ્થાનિક બજારની જરૂરિયાતો મુજબ તૈયાર કરવામાં આવ્યા છે.
તેની નવી વ્યૂહાત્મક યોજના દ્વારા રેનો ગ્રુપ ભારતને તેની વૈશ્વિક વેલ્યુ ચેઇનના મુખ્ય આધાર તરીકે સ્થાપિત કરી રહ્યું છે, જે દેશને સ્થાનિક બજાર અને સમગ્ર વિશ્વ માટે ‘ટેકનોલોજી સેન્ટર ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કરશે. ગ્રુપનું લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં વાહનો, આર એન્ડ ડી (R&D) અને સ્પેરપાર્ટ્સના માધ્યમથી વાર્ષિક 2 અબજ યુરોની નિકાસ કરવાનું છે.
ભારતની એક અઠવાડિયાની મુલાકાતના અંત ભાગમાં રેનો ગ્રુપના CEO શ્રી ફ્રાન્કોઇસ પ્રોવોસ્ટે ગયા માર્ચમાં ગ્રુપ દ્વારા રજૂ કરાયેલ ફ્યુચ્યુરેડી વ્યૂહાત્મક યોજનાનો ભારતીય રોલઆઉટ, ફ્યુચ્યુરેડી ઇન્ડિયા રજૂ કર્યું હતું.
“અમારા નવા વિઝન ‘futuREady’ સાથે રેનો ગ્રુપ એવા ઉચ્ચ ક્ષમતા ધરાવતા અને ઝડપથી વિકસતા બજારો પર ધ્યાન કેન્દ્રિત કરીને પોતાની આંતરરાષ્ટ્રીય વૃદ્ધિને વેગ આપી રહ્યું છે કે જ્યાં ગ્રુપ પહેલેથી જ મજબૂત પકડ ધરાવે છે. ભારત કે જ્યાં અમે છેલ્લા પંદર વર્ષથી કાર્યરત છીએ તેનું એક ઉત્તમ ઉદાહરણ છે: રેનો બ્રાન્ડ હાલમાં જે બજારોમાં સક્રિય છે, તેમાં ભારત એકલુ જ વૃદ્ધિની એક તૃતીયાંશથી વધુ ક્ષમતા ધરાવે છે.”
ભારત ફક્ત એક વિકસતું બજાર જ નહીં પણ શ્રેષ્ઠતાના કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ એક્સેલેન્સ અને એક્સપોર્ટ હબ તરીકે પણ ઉભરી આવવા માટે સજ્જ છે. અમારી સ્થાનિક ટીમોની પ્રતિબદ્ધતા અને નિપુણતાને લીધે તે ગ્રુપની એકંદર સ્પર્ધાત્મકતાને વધુ મજબૂત બનાવશે.
ત્રીસ વર્ષ અગાઉ રેનો ગ્રુપ (Renault Group)એ તેના આંતરરાષ્ટ્રીય વિસ્તરણના પ્રથમ તબક્કાની શરૂઆત કરી હતી. ‘ફ્યુચર રેડી’ સાથે અમે અમારી ગ્લોબલ ગ્રોથ સ્ટોરીમાં એક નવા યુગનો પ્રારંભ કરી રહ્યા છીએ – અને ભારત તેનું મુખ્ય કેન્દ્ર હશે તેમ રેનો ગ્રુપના CEO શ્રી ફ્રાન્કોઈસ પ્રોવોસ્ટે જણાવ્યું હતું.
“વર્ષ 2030 સુધીમાં અમે ભારતમાં સાત મોડલ્સનો પોર્ટફોલિયો રજૂ કરશું, જે કોમ્પેક્ટ કારથી લઈ મોટી SUV સુધીના તમામ મુખ્ય સેગમેન્ટ્સને આવરી લેશે.આ મોડલ્સમાં સ્ટ્રોંગ હાઇબ્રિડથી લઈને સંપૂર્ણ ઇલેક્ટ્રિક વાહનો સુધીના તમામ પ્રકારના ઇલેક્ટ્રિફાઇડ પાવરટ્રેન્સનો સમાવેશ થશે.
વર્લ્ડ-ક્લાસ એન્જિનિયરિંગ,સ્પર્ધાત્મક ઉત્પાદન ક્ષમતા અને ઉત્પાદનોના સ્પષ્ટ તેમજ મહત્વાકાંક્ષી રોડમેપનો લાભ ઉઠાવી ભારત રેનો ગ્રુપ માટે લાંબા ગાળાના મૂલ્ય નિર્માણમાં એક મુખ્ય પ્રેરક બળ બનવા સજ્જ છે, તેમ ભારતમાં રેનો ગ્રુપના CEO શ્રી સ્ટેફન ડેબ્લેસે જણાવ્યું હતું.
ભારતમાં રેનો ગ્રુપનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રોડક્ટ-આધારિત અભિયાન
ભારતમાં રેનો ગ્રુપ એવા ગ્રાહકોનો આધાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે જે આકર્ષક ડિઝાઇન, અદ્યતન ઓનબોર્ડ ટેક્નોલોજી અને ઇલેક્ટ્રિફાઇડ પાવરટ્રેન્સ ધરાવતા વાહનોને પ્રાથમિકતા આપે છે અને અમારો લક્ષ્યાંક વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે રેનો બ્રાન્ડ માટેના ટોચના ત્રણ બજારોમાં સ્થાન મેળવવાનું છે.
તેથી રેનો બ્રાન્ડ હવે વધુ ઉચ્ચ મૂલ્યવર્ધિત પોઝિશનિંગ અપનાવી રહી છે; જે વાહનની ઓનબોર્ડ સિસ્ટમ્સ અને તેના પાવરટ્રેન વિકલ્પોમાં અદ્યતન ટેક્નોલોજીના સમાવેશ દ્વારા સંચાલિત છે.
વર્ષ 2030 સુધીમાં કુલ સાત વાહનોના પોર્ટફોલિયો સુધી પહોંચવા માટે ચાર નવા વાહનો પાઇપલાઇનમાં છે, જેમાં જાન્યુઆરી 2026માં લોન્ચ થયેલ રેનો ડસ્ટરનો પણ સમાવેશ થાય છે, જે અત્યારથી જ ભારતીય ગ્રાહકોમાં ભારે ઉત્સાહ દર્શાવી રહી છે. ‘futuREady’ જાહેરાતોના ભાગરૂપે ગ્રુપે બ્રિજર કન્સેપ્ટ પણ રજૂ કર્યો હતો, જે નવી B-સેગમેન્ટની કોમ્પેક્ટ SUVની ઝલક આપે છે. આ એક ખરા અર્થમાં મલ્ટિ-એનર્જી વાહન છે, જેમાં ઇલેક્ટ્રિક વર્ઝનનો પણ સમાવેશ થાય છે.
આ સાત વાહનો બે પૂરક પ્લેટફોર્મ્સ, RGEP અને RGMP પર આધારિત હશે જે સૌપ્રથમ ભારતીય બજારમાં રજૂ કરવામાં આવશે. આ બંને પ્લેટફોર્મ્સ ‘મલ્ટિ-એનર્જી’ અભિગમ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે જેથી જરૂરિયાત મુજબ હાઇબ્રિડ સહિતના ઇન્ટરનલ કમ્બશન (ICE) અને ઇલેક્ટ્રિક પાવરટ્રેન્સ ઓફર કરી શકાય.
અંતે આ બ્રાન્ડ ભારતીય ગ્રાહકો પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા દ્વારા બજારમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવાનો પણ ઈરાદો ધરાવે છે. ‘Renault Forever’ પહેલ મારફતે ગ્રુપ વિશ્વાસ, સેવાની ગુણવત્તા અને સરળ ગ્રાહક અનુભવ પર આધારિત એક ટકાઉ સંબંધનું નિર્માણ કરવાનો લક્ષ્યાંક રાખે છે. ભારતીય ગ્રાહકોને ખાસ કરીને 7 વર્ષની વૉરંટીનો લાભ મળશે
