Tuesday, October 6, 2026
HomeIndiaL&T ટેકનોલોજી સર્વિસિસે નાણાકીય વર્ષ 2026 માટે કામગીરીમાંથી આવકમાં 14%ની (રૂપિયામાં) વૃદ્ધિ...

L&T ટેકનોલોજી સર્વિસિસે નાણાકીય વર્ષ 2026 માટે કામગીરીમાંથી આવકમાં 14%ની (રૂપિયામાં) વૃદ્ધિ નોંધાવી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

AI, ડિજિટલ અને ER&D કન્સલ્ટિંગ સર્વિસીસમાં વૈશ્વિક અગ્રણી કંપની, L&T ટેકનોલોજી સર્વિસીસ લિમિટેડે (BSE: 540115, NSE: LTTS) 31 માર્ચ, 2026ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટર અને નાણાકીય વર્ષ માટે તેના પરિણામો જાહેર કર્યા હતા. નાણાકીય વર્ષ 2026 માટેની હાઈલાઈટ્સ: આવક રૂપિયા 1,09,959 મિલિયન, 14%ની વૃદ્ધિ USDમાં આવક 1,233 મિલિયન ડોલર, 8.3%ની વૃદ્ધિ EBIT માર્જિન 14.5% ચોખ્ખી આવક રૂપિયા 12,818 મિલિયન, 7.4%ની વૃદ્ધિ બોર્ડ દ્વારા શેર દીઠ રૂપિયા 40ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરવામાં આવી નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરની હાઇલાઇટ્સ:આવક રૂપિયા 28,579 મિલિયન, વાર્ષિક ધોરણે 8.3% અને ત્રિમાસિક ધોરણે 2.5%ની વૃદ્ધિડોલરમાં આવક 306 મિલિયન ડોલર, વાર્ષિક ધોરણે 0.3%ની વૃદ્ધિEBIT માર્જિન 15.2%ચોખ્ખી આવક રૂપિયા 3,467 મિલિયન, વાર્ષિક ધોરણે 23.6% અને ત્રિમાસિક ધોરણે 8.9%ની વૃદ્ધિ LTTSની નાણાકીય વર્ષ 2026ની TCV મોટા ડીલનું બુકિંગ 850 મિલિયન ડોલરને વટાવી ગયું છે. કંપનીએ તેની મોટી ડીલની ગતિને જાળવી રાખી છે, જે સતત છઠ્ઠા ક્વાર્ટરમાં 200 મિલિયન ડોલર TCVમાં પરિવર્તિત થઈ છે. જેમાં 75 મિલિયન ડોલરની એક ડીલ, 20 મિલિયન ડોલરથી વધુ મૂલ્યની બે ડીલ, 15 મિલિયન ડોલરની એક ડીલ અને 10 મિલિયન ડોલરથી વધુ મૂલ્યની ત્રણ ડીલનો સમાવેશ થાય છે.
L&T ટેક્નોલોજી સર્વિસિઝ લિમીટેડના સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર અમિત ચઢ્ઢાએ જણાવ્યું હતું કે, “આગામી 5 વર્ષોમાં વ્યવસાયના પરિદ્રશ્ય અને ટેકનોલોજીમાં પરિવર્તનની અપેક્ષા સાથે, અમે ભવિષ્યલક્ષી ટેકનોલોજી દ્વારા સંચાલિત નફાકારક વૃદ્ધિ વ્યવસાય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમારા પોર્ટફોલિયોને પુનર્ગઠિત કર્યો છે. અમારી સતત કામગીરીએ (હિસ્સો વેચ્યો છે તે બિઝનેસને બાદ કરતાં) નાણાકીય વર્ષ 2026માં 8.3%ની વૃદ્ધિ સાથે 1,233 મિલિયન ડોલરની આવક નોંધાવી છે.
અમે મુખ્ય સેગમેન્ટ્સમાં પ્રોત્સાહક ગતિ પણ જોઈ રહ્યા છીએ. ટકાઉપણું મજબૂત રીતે આગળ વધી રહ્યું છે, જેને ડીલની મજબૂત પાઇપલાઇનનો ટેકો મળ્યો છે, જ્યારે મોબિલિટી નવી ડિલ મળવાની સાથે સ્થિર થઈ છે અને વૃદ્ધિની દિશામાં છે.
આ સમગ્ર કામગીરી એક તીક્ષ્ણ, વધુ કેન્દ્રિત સંગઠન દ્વારા પ્રેરિત છે, જે એન્જિનિયરિંગ ઇન્ટેલિજન્સ (EI) પ્રત્યેના અમારા અભિગમ સાથે જોડાયેલી છે, જ્યાં એન્જિનિયરિંગ AI અને ડિજિટલ ટેકનોલોજી સાથે જોડાય છે જેથી અમારા ગ્રાહકો માટે ઉચ્ચ-મૂલ્ય ધરાવતા ઉકેલો અને વિશિષ્ટ પરિણામો પ્રાપ્ત થાય. અમે AI પેટન્ટમાં 235ના આંકને વટાવી દીધો છે, જેનાથી અમારા કુલ પેટન્ટનો પોર્ટફોલિયો 1,700થી વધુ થઈ ગયો છે. અમારી 5-વર્ષની લક્ષ્ય 31-યોજનાના ભાગરૂપે, અમે આગામી પાંચ વર્ષમાં 13-15%નો CAGR હાંસલ કરવા માગીએ છીએ. અમે માનીએ છીએ કે અમારી મજબૂત મુખ્ય ક્ષમતાઓ અને અમલીકરણમાં શિસ્તની મદદથી ઉદ્યોગ કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ હાંસલ કરવાનું ચાલુ રાખીશું,”

હાઇલાઇટ્સ અને સન્માન:
૧. LTTSને એરોનોટિકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એડીઇ) એવોર્ડ્સમાં એન્જિનિયરિંગ અને ઇનોવેશન માટે ક્રિએટિવ પાર્ટનરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
૨. LTTSને ન્યુમાર કોર્પોરેશન તરફથી એન્જિનિયરિંગ ઇનોવેશન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો, જે ઉચ્ચ-અસરકારક એન્જિનિયરિંગ સોલ્યુશન્સ પૂરા પાડવામાં શ્રેષ્ઠતાને માન્યતા આપે છે.
૩. છઠ્ઠી વખત જોન ડીરના અચીવિંગ એક્સેલન્સ પ્રોગ્રામમાં ‘પાર્ટનર-લેવલ સપ્લાયર’નો દરજ્જો આપવામાં આવ્યો, જે ગુણવત્તા અને સેવા માટેની સર્વોચ્ચ માન્યતા છે.
૪. ડિજિટલ એન્જિનિયરિંગ એવોર્ડ્સની ચોથી આવૃત્તિ: ISG અને CNBC-TV18 સાથે મળીને LTTSએ બોસ્ટન, યુએસએમાં ડિજિટલ એન્જિનિયરિંગ એવોર્ડ્સની ચોથી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માટે 17 દેશોમાંથી 250થી વધુ નામાંકન મળ્યા હતા, જેમાં ફિઝિકલ AI, ડિજિટલ એન્જિનિયરિંગ, સસ્ટેનેબિલિટીનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરના અંતે, L&T ટેકનોલોજી સર્વિસીસના પેટન્ટ પોર્ટફોલિયો 1,706 હતા, જેમાંથી 1,033 તેના ગ્રાહકો સાથે સહલેખિત છે અને બાકીના LTTS દ્વારા ફાઇલ કરવામાં આવ્યા છે. માનવ સંસાધન નાણાકીય વર્ષ 2026ના ચોથા ક્વાર્ટરના અંતે, LTTSના કર્મચારીઓની સંખ્યા 23,830 હતી.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here