Wednesday, August 5, 2026
HomeGujaratઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મંગળવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો

ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મંગળવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

ભચાઉના કડોલમાં પણ માવઠું પડ્યું છે. જેમાં કડોલ, માય અને લાખાવટ સહિતના ગામોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ કમોસમી વરસાદ થયો છે. ભર ઉનાળે માવઠું થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે. 

ગુજરાતમાં કચ્છ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, દાહોદ સહિતના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મંગળવારે(5 મે) ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. ભુજ-અંજારમાં તો ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા છે. કચ્છમાં મોડી સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભુજ-અંજાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં હીરાપર, મોડસર, મોખાણા સહિતના ગામડાંઓમાં માવઠું પડ્યું છે. ભારે પવન સાથે અમુક સ્થળે કરાં સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ કમોસમી વરસાદ થયો છે. જેમાં અમરેલીના ખાંભા ગીર પંથક અને ધારી ગીર પંથકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. જેમાં ખાંભા ગીરના ખડાધાર, નાનુડી, પીપળવા, ચતુરી ગામો અને ધારી શહેર-અમુક ગામોમાં ગાજવીજ સાથે હળવો વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદથી કેરીના પાકને નુકશાનની ભીતિ વર્તાઈ રહી છે.અરવલ્લીના મોડાસા, માલપુર, મેઘરજ અને યાત્રાધામ શામળાજી સહિતના વિસ્તારોમાં આજે 5મી મેએ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં મહીસાગરના કડાણા તાલુકાના સરહદી ગામો અને ખાનપુર પંથકમાં માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. જ્યારે ગોધર ઉતર, જોગણ અને સરસવા સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. બીજી તરફ, દાહોદ જિલ્લામાં પણ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને વરસાદી ઝાપટાં પડતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here