Sunday, October 4, 2026
HomeEntertainmentફોટોગ્રાફર્સ પર જોરદાર ભડક્યો સલમાન ખાન

ફોટોગ્રાફર્સ પર જોરદાર ભડક્યો સલમાન ખાન

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

સલમાન ખાને હંમેશાં મીડિયા અને ફોટોગ્રાફર્સને સપોર્ટ કર્યો છે, પરંતુ હોસ્પિટલ બહારના દ્રશ્યોથી તે ખૂબ દુઃખી થયો હતો.

મુંબઈની હિન્દુજા હોસ્પિટલ બહાર મીડિયાના વર્તનથી નારાજ થઈને બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. બુધવારે વહેલી સવારે કરેલી શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં સલમાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે કોઈના દુઃખ કે મુશ્કેલીનો ઉપયોગ પૈસા કમાવવા માટે ન કરવો જોઈએ. તેણે મીડિયાને પોતાના વર્તન પર કન્ટ્રોલ કરવા માટે ચેતવણી આપી હતીતેણે લખ્યું કે “જો હું કોઈ પણ મીડિયાકર્મીને હોસ્પિટલની બહાર મારા દુઃખનો આનંદ લેતા જોઈશ… એ જ મીડિયા જેની પડખે હું હંમેશાં ઊભો રહ્યો છું, જેમની સાથે વાતચીત કરી છે અને એ વાતનું ધ્યાન રાખ્યું છે કે તેઓ પણ પોતાની રોજીરોટી કમાઈ શકે. પરંતુ જો તેઓ મારી લાચારી કે નુકસાનમાંથી પૈસા કમાવવા માંગતા હોય.. તો શાંત રહો, આનો આનંદ ન લો. ભાઈ-ભાઈ-ભાઈ… ‘માતૃભૂમિ’ પિક્ચરની ઐસીતૈસી, પિક્ચર મહત્ત્વનું છે કે જિંદગી?”પેપરાઝીને સીધી ચેતવણી આપતા સલમાને લખ્યું કે, “આવા તો હું સો સળગાવી દઈશ. કોઈ ભાઈના દુઃખ પર આગામી વખતે મારી સાથે આવો પ્રયાસ કરી જોજો. બસ એક વાર ટ્રાય કરી જોજો.. જ્યારે તમારું કોઈ હોસ્પિટલમાં હશે, ત્યારે શું હું આવું વર્તન કરીશ?” પોતાની અંતિમ પોસ્ટમાં સલમાને આકરા તેવર બતાવતા લખ્યું, “હું ૬૦ વર્ષનો થઈ ગયો છું, પણ લડવાનું ભૂલ્યો નથી, આ યાદ રાખજો. જેલમાં નાખશો? હાહાહા.”મંગળવારે એટલે કે 19 મેના રોજ મુંબઈની હિન્દુજા હોસ્પિટલ બહારના કેટલાક વીડિયો સામે આવ્યા હતા, જેમાં સલમાન ખાન ત્યાં હાજર ફોટોગ્રાફર્સ પર ભારે ગુસ્સામાં જોવા મળ્યો હતો. કેમેરામેન તરફ આંગળી ચીંધીને અને પોતાના કપાળ પર હાથ મૂકીને સલમાન અત્યંત ગુસ્સામાં કહેતા સંભળાયા હતા કે, “પાગલ થઈ ગયા છો?” ફોટોગ્રાફર્સ તેના એક ફોટો માટે પડાપડી કરી રહ્યાં હતાં અને હોસ્પિટલ બહાર આ દૃશ્ય જોઈને સલમાન ભડકી ગયો હતો.છેલ્લે ફિલ્મ ‘સિકંદર’માં જોવા મળેલો સલમાન ખાન હવે ટૂંક સમયમાં જ ચિત્રાંગદા સિંહ સાથે ફિલ્મ ‘માતૃભૂમિ: મે વોર રેસ્ટ ઇન પીસ’માં જોવા મળશે. વર્ષ 2020માં ગલવાન ઘાટીમાં થયેલી ભારત-ચીન સૈનિકોની હિંસક ઝડપની સાચી ઘટનાઓ પર આધારિત આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે. આ ફિલ્મમાં ઝેન શો, અંકુર ભાટિયા અને વિપિન ભારદ્વાજ પણ મહત્ત્વની ભૂમિકામાં છે.આ સિવાય, સલમાન ખાન સાઉથની લેડી સુપરસ્ટાર નયનથારા સાથે પણ એક ફિલ્મ કરી રહ્યા છે, જેનું નિર્દેશન વંશી પેઇડિપલ્લી કરી રહ્યા છે અને પ્રોડ્યુસર દિલ રાજુ છે. આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ 2026માં સત્તાવાર રીતે શરૂ થઈ ચૂક્યું છે. જોકે એનું નામ હજી સુધી જાહેર કરવામાં નથી આવ્યું.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here