
સ્ટેટ લેવલ કોઓર્ડિનેટર (SLC) ગુજરાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે પબ્લિક સેક્ટરની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) — ઇન્ડિયન ઓઇલ, BPCL અને HPCL —રાજ્ય અને દેશના કેટલાક પ્રદેશોમાં ઇંધણની માંગમાં થયેલા વધારા વચ્ચે પેટ્રોલ (MS), ડીઝલ (HSD) અને એલપીજી (LPG) ની અવિરત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે દેશભરમાં કામગીરી અને લોજિસ્ટિક્સ સંકલન સતત ચાલુ રાખી રહી છે.
તાજેતરના દિવસોમાં, OMCs એ પેટ્રોલિયમ પેદાશોના ઉપાડમાં નોંધપાત્ર વધારો જોયો છે જે નીચે આપેલા કોષ્ટક પરથી સ્પષ્ટ થાય છે:
HSD (ડીઝલ) – રિટેલ વેચાણ (1 થી 21 મે)
રાજ્ય
જિલ્લો
ચાલુ વર્ષ (CY) વોલ્યુમ (KL માં)
ગત વર્ષ (LY) વોલ્યુમ (KL માં)
ગત વર્ષ કરતા ટકાવારી વૃદ્ધિ (% Growth)
ગુજરાત
અમદાવાદ
44414
31990
39%
આણંદ
8717
5441
60%
અરવલ્લી
7019
5227
34%
બનાસકાંઠા
23794
14383
65%
ગાંધીનગર
11105
8330
33%
ખેડા
10098
7502
35%
મહેસાણા
13426
8986
49%
પાટણ
6745
4765
42%
સાબરકાંઠા
8048
5284
52%
વાવ-થરાદ
1306
918
42%
અમરેલી
8996
6630
36%
ભાવનગર
12458
7828
59%
બોટાદ
3709
2071
79%
દેવભૂમિ દ્વારકા
7361
5502
34%
ગીર સોમનાથ
6177
3509
76%
જામનગર
12104
8586
41%
જૂનાગઢ
8924
5768
55%
કચ્છ
48378
27671
75%
મોરબી
22354
18349
22%
પોરબંદર
5327
3531
51%
રાજકોટ
24367
15777
54%
સુરેન્દ્રનગર
17746
12724
39%
ભરૂચ
19728
16635
19%
છોટાઉદેપુર
5389
3904
38%
દાહોદ
6247
4886
28%
મહીસાગર
2306
1754
31%
નર્મદા
1941
1463
33%
નવસારી
11568
9205
26%
પંચમહાલ
7640
6511
17%
સુરત
38172
29734
28%
તાપી
7653
5743
33%
ડાંગ
727
502
45%
વડોદરા
25440
17263
47%
વલસાડ
13342
12027
11%
કુલ ગુજરાત રાજ્ય
452726
320399
41%
કેન્દ્રશાસિત પ્રદેશ
જિલ્લો
ચાલુ વર્ષ (CY) વોલ્યુમ (KL માં)
ગત વર્ષ (LY) વોલ્યુમ (KL માં)
ગત વર્ષ કરતા ટકાવારી વૃદ્ધિ (% Growth)
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ
દીવ
439
324
35%
દાદરા અને નગર હવેલી
7197
6097
18%
દમણ
3389
2790
21%
કુલ કેન્દ્રશાસિત પ્રદેશ
11025
9211
20%
ઇંધણની આ વધેલી માંગ પાછળ વિવિધ પરિબળો જવાબદાર છે, જેમ કે ગ્રામીણ કૃષિ વિસ્તારમાં ખેડાણ અને લણણી (કાપણી) ની મોસમી પ્રવૃત્તિઓ. આ ઉપરાંત, જાહેર ક્ષેત્ર (PSU) સિવાયના અન્ય ખાનગી સપ્લાયર્સ વચ્ચેના ભાવ તફાવતને કારણે ગ્રાહકો જાહેર ક્ષેત્રના રિટેલ આઉટલેટ્સ (પેટ્રોલ પંપ) તરફ વળ્યા છે અને સંસ્થાકીય/વાણિજ્યિક ગ્રાહકો રિટેલ ઇંધણ આઉટલેટ્સ તરફ શિફ્ટ થવાને કારણે આ વધારાની માંગ ઊભી થઈ છે.
જાહેર ક્ષેત્રની OMCs તેમના ટર્મિનલ્સ, ડેપો, પાઇપલાઇન્સ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ્સ અને રિટેલ આઉટલેટ્સના વ્યાપક દેશવ્યાપી નેટવર્ક દ્વારા અવિરત પુરવઠો જાળવી રાખે છે. બજારોમાં ઉત્પાદનોની અવિરત અવરજવર અને સમયસર પુનઃપૂર્તિ (રિપ્લેનિશમેન્ટ) સુનિશ્ચિત કરવા માટે સપ્લાય ટીમો, પરિવહન નેટવર્ક, ટર્મિનલ કામગીરી અને પસંદગીના રિટેલ આઉટલેટ્સ ચોવીસે કલાક (24 કલાક) કાર્યરત છે. જાહેર ક્ષેત્રની OMCs ઇંધણના અવિરત પુરવઠા માટે રાજ્ય વહીવટીતંત્ર સાથે ગાઢ સંકલન જાળવી રહી છે.
ઓઇલ ઇન્ડસ્ટ્રી ગ્રાહકોને આશ્વાસન આપવા માંગે છે કે દેશભરમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને સરળ તેમજ અવિરત પુરવઠો જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
નાગરિકોને તેમની સામાન્ય ખરીદી ચાલુ રાખવા અને ગભરાટમાં આવીને ખરીદી (પેનિક બાઇંગ) ન કરવાની સલાહ આપવામાં આવે છે. ગ્રાહકોને ઇંધણની ઉપલબ્ધતા સંબંધિત સચોટ માહિતી માટે માત્ર અધિકૃત એજન્સીઓ અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જારી કરાયેલા સત્તાવાર સંદેશાવ્યવહાર પર જ વિશ્વાસ રાખવા વિનંતી કરવામાં આવે છે.
