Wednesday, June 24, 2026
HomeReligionશાંકરી ભૂમિથી થયું રામકથાનુ સમાપન;૯૮૦મી કથાધારા ૪-જૂલાઇથી દેવભૂમિ હરિદ્વારથી વહેશે.

શાંકરી ભૂમિથી થયું રામકથાનુ સમાપન;૯૮૦મી કથાધારા ૪-જૂલાઇથી દેવભૂમિ હરિદ્વારથી વહેશે.

Date:

Related stories

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું...

અલ-નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં પ્રશાંત મહાસાગરનું...

નામસંગ,પ્રસન્નતાનો સંગ સાધુસંગ-આ ત્રણ મૃત્યુલોકમાં હોવા છતાં સત્યલોક,પ્રેમલોક, કરુણાલોકમાં પ્રવેશ કરાવી શકે છે.
વિશ્વ યોગદિવસ,ફાધર્સ ડે અને વિશ્વ સંગીત દિવસનાં સંગમ દિવસે સૌને વધાઇ અપાઇ.
મુક્તિનો માર્ગ વાયા ભારત થઈને જાય છે.
મુક્તિ,ભક્તિ અને ભુક્તિ-ભોગને મેળવવો હોય તો મૃત્યુલોક,પૃથ્વીલોક ભારતથી પસાર થવું પડે છે.
નામની પાસે બેસો,કારણકે રૂપ મોહિત પણ કરી શકે,ભ્રમિત પણ કરી શકે છે.

શરીર ધર્મનું સાધન છે,મોક્ષનું દ્વાર,ભવસાગર તરવા માટેની નાવડી છે.

બીજ પંક્તિઓ:
અતિસય દેખિ ધર્મ કૈ ગ્લાનિ;
પરમ સભીત ધરા અકુલાની
-બાલકાંડ-દેહા-૧૮૩,ચૌપાઇ-૪
ધેનુ રૂપ ધરી હ્રદય બિચારી;
ગઇ તહાં જહં સુર મુનિ ઝારી.
-બાલકાંડ-દોહા ૧૮૩,ચૌપાઇ-૭
હરિહઉં સકલ ભૂમિ ગરુઆઇ;
નિર્ભય હોહુ દેવ સમુદાઇ
-બાલકાંડ-દોહા-૧૮૬,ચૌપાઇ-૭
આ બીજ પંક્તિઓનાં ગાયન સાથે કોચી-કેરલમ ખાતે ચાલી રહેલી રામકથાનાં પૂર્ણાહૂતિનાં દિવસે આજે વિશેષ સંયોગ એવા વિશ્વ યોગદિન,ફાધર્સ ડે અને વિશ્વ સંગીત દિનનાં સંગમ તેમજ યોગદિનની વધાઈ સાથે કહ્યું કે આપણને બધાને વારંવાર ભગવદ કથાનો યોગ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના.
નિમિતમાત્ર મનોરથી રમાબેન જસાણી પરિવારની દીકરીઓ દ્વારા બધા તરફ ધન્યવાદ-આભારની લાગણી વ્યક્ત કરી એને બાપુએ ધન્યવાદ આપ્યા. ગઈ સતી જહાં પ્રભુ સુખધામા- સતી પરીક્ષા કરવા ગઈ ત્યારે સુખધામ રામ પાસે ગઈ,છતાં પણ દુઃખી છે.શંકર ન ગયા અને નામની પાસે બેઠા રહ્યા.નામની પાસે બેસો,કારણકે રૂપ મોહિત પણ કરી શકે,ભ્રમિત પણ કરી શકે છે.
રામચરિત માનસની ચાર વિધા,પરમાત્મા અવતાર લે છે ત્યારે ચાર વસ્તુઓ સાથે આવે છે:નામ,રૂપ,ચરિત્ર લીલા-ગાથા અને ધામ.આ ચાર ન હોય તો કથા અખંડ નથી.કથા ચતુષ્પાદ ગાય,કામદુર્ગા છે.ગાય લંગડી કે અપંગ ન હોવી જોઈએ.
આ ચારેય સાથે આપણો યોગ કેવો હોવો જોઈએ? નામ સાથે ત્રણ વાતો જોડાયેલી છે:નામજપ-જપથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.નામ સ્મરણ અને નામ સંકીર્તન રૂપનું ધ્યાન કરો.જો કે છેલ્લું ધ્યાન સમાધિ તરફ ગતિ કરે ત્યારે રૂપ પણ છૂટી જાય છે.લીલા સાથે ત્રણ વસ્તુ જોડાયેલી છે:લીલાનું વર્ણન,શ્રવણ અને દર્શન ધામમાં શરણ હોય છે.રામનું ધામ વિશ્રામ આપે છે. વિનય પત્રિકામાં તુલસીજી લખે છે કે આપણે બડભાગી છીએ કે ભારત ભૂમિમાં જન્મ થયો છે. મુક્તિનો માર્ગ વાયા ભારત થઈને જાય છે.મુક્તિ, ભક્તિ અને ભુક્તિ-ભોગને મેળવવો હોય તો મૃત્યુલોક,પૃથ્વીલોક ભારતથી પસાર થવું પડે છે. જ્યાં સૂરસરિ ગંગા વહે છે.
દુર્ભાવ મયી સ્પર્ધા ઊર્જાનો ક્ષય કરે છે.એક તો દેશ,ભૂમિ પુણ્યશ્લોક છે,કાળ પણ સારો છે.કળિયુગ નું વિસ્તૃત વર્ણન ઉત્તરકાંડમાં કરીને છેલ્લે તુલસીજી કહે છે કળિયુગ જેવો કોઈ યુગ નથી.કારણ કે અન્ય યુગમાં ધ્યાન,યજ્ઞ,પૂજા અર્ચના કરવા પડે છે.એ બધી જ પ્રાપ્તિ માત્ર નામથી પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્યતાનો મહિમા ઉત્તરકાંડમાં રામે કર્યો.એક પ્રવચનમાં રામ કહે છે:
બડે ભાગ માનુષ તનું પાવા;
સુર દુર્લભ સબ ગ્રંથન્હિ ગાવા.
મનુષ્યત્વ,મુમુક્ષત્વ અને સાધુસંગ સૂરજદુર્લભ છે એવું શંકરાચાર્ય કહે છે.
શરીર ધર્મનું સાધન છે,મોક્ષનું દ્વાર છે.શરીર ભવસાગર તરવા માટેની નાવડી છે.અનુગ્રહ એ અનુકૂળ પવન છે અને સદગુરુ કર્ણધાર-કપ્તાન છે. દેશ,કાળ,પાત્ર યોગ્ય પ્રાપ્ત થયા.મૃત્યુ છે તો લોક છોડવો જ પડશે.પણ ધન્યભાવ,અહોભાવ,ઉત્સવ સાથે છોડવો હોય તો ત્રણ કામ કરવા પડશે:૧-નામ સ્મરણ.૨-કોઈ પણ પરિસ્થિતિ આવે,મુસ્કુરાતા રહેવું.૩-પ્રભુને પ્રાર્થના કરવી કે તું નહીં કોઈ સાધુ જોઈએ.આમ નામસંગ,પ્રસન્નતાનો સંગ સાધુસંગ આ ત્રણ મૃત્યુલોકમાં હોવા છતાં સત્યલોક,પ્રેમલોક, કરુણાલોકમાં પ્રવેશ કરાવી શકે છે.
કથા માટે દરેક પ્રકારની પ્રસન્નતા વ્યક્ત કરીને કહ્યું કે નિર્ભય રહો.
આ રામકથાનું સુ-ફળ બધા મળીને જગતગુરુ આદિ શંકરાચાર્યનાં ચરણોમાં સમર્પિત કરીને શેષ કથામાં રામનો રાજયાભિષેક કરાવી રામકથાને વિરામ આપવામાં આવ્યો.
આગામી-૯૮૦મી રામકથા પરમ દેવભૂમિ હરિદ્વાર(ઉતરાખંડ)થી,૪ થી ૧૨ જૂલાઇ દરમિયાન યોજાશે.
જેનું જીવંત પ્રસારણ નિયત નિયમિત સમયે આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિહાળી શકાશે.

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું...

અલ-નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં પ્રશાંત મહાસાગરનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here