Wednesday, June 24, 2026
HomeWorldયુરોપમાં ભયાનક ગરમી જીવલેણ બની, ફ્રાન્સમાં ડૂબી જવાથી 40 લોકોના મોત, અલ...

યુરોપમાં ભયાનક ગરમી જીવલેણ બની, ફ્રાન્સમાં ડૂબી જવાથી 40 લોકોના મોત, અલ નીનોની ઈફેક્ટ

Date:

Related stories

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું...

અલ-નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં પ્રશાંત મહાસાગરનું...

જૂન 2026નો મહિનો સમગ્ર યુરોપ માટે ભયાનક સાબિત થઈ રહ્યો છે. ફ્રાન્સ સહિતના દેશોમાં રેકોર્ડબ્રેક તાપમાને લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નૂએ સત્તાવાર રીતે જણાવ્યું છે કે, 18 જૂનથી અત્યાર સુધીમાં ગરમીના પ્રકોપ વચ્ચે 40 લોકોના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત થયા છે. આ મૃતકોમાં મોટાભાગના યુવાનો હતા, જેઓ અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે કોઈ પણ પ્રકારની દેખરેખ વગરની નદીઓ, નહેરો અને તળાવોમાં નહાવા પડ્યા હતા.
ફ્રાન્સમાં કાળઝાળ ગરમી અને રેડ ઍલર્ટની સ્થિતિ

હવામાન વિભાગ ‘મેટીયો ફ્રાન્સ’ના અહેવાલ મુજબ, મંગળવારનો દિવસ દેશનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો, જેમાં દક્ષિણ-પશ્ચિમના એક શહેરમાં તાપમાનનો પારો 44.3 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. હાલમાં ફ્રાન્સના 54 વિભાગોમાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે બુધવાર સુધીમાં વધીને 58 થઈ શકે છે. ગરમીની ગંભીરતાને જોતા પ્રખ્યાત એફિલ ટાવર અને લૂવ્ર સંગ્રહાલય જેવા પ્રવાસન સ્થળોના કામકાજના કલાકો ઘટાડી દેવાયા છે, શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે અને સમગ્ર ટ્રાન્સપોર્ટ નેટવર્ક ખોરવાઈ ગયું છે.

સમગ્ર યુરોપમાં હાહાકાર: WMOની ચેતવણી

યુરોપમાં પડી રહેલી આ ભયાનક ગરમી માત્ર ફ્રાન્સ પૂરતી સીમિત નથી, પરંતુ બ્રિટન, ઈટાલી, સ્વિટ્ઝરલેન્ડ અને સ્પેન જેવા દેશો પણ હાલ કાળઝાળ ધૂપમાં શેકાઈ રહ્યા છે. WMOના રિપોર્ટ અનુસાર, યુરોપ દુનિયાનો સૌથી ઝડપથી ગરમ થઈ રહેલો મહાદ્વીપ છે, જ્યાં તાપમાન વધવાની ગતિ વૈશ્વિક સરેરાશ કરતાં બમણી છે. આ જ કારણે અહીં લાંબા સમય સુધી ચાલતી તીવ્ર ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે. બ્રિટનમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચવાની આશંકાને પગલે શાળાઓના સમય બદલી નાખવામાં આવ્યા છે. બીજી તરફ, સ્પેન અને ઈટાલીમાં પણ રેડ ઍલર્ટ જાહેર કરાયું છે, જ્યાં અસહ્ય ગરમીને લીધે રેલવેના પાટા વળી જવાની અને ફ્લાઇટ્સ ખોરવાઈ જવાની ગંભીર અસરો સામે આવી છે.
શું છે આ ભયાનક ગરમી પાછળનું વૈજ્ઞાનિક કારણ?

હવામાન નિષ્ણાતોના મતે, આ ભયંકર ગરમી પાછળ ‘ઓમેગા બ્લોક’ નામની મોસમી સિસ્ટમ જવાબદાર છે. આ સિસ્ટમને કારણે ગરમ હવાના તરંગો યુરોપની ઉપર એક જ જગ્યાએ સ્થિર થઈ ગયા છે, જે ઠંડી હવાને અંદર આવતા રોકે છે. આ ઉચ્ચ દબાણવાળા ક્ષેત્રો વરસાદને અટકાવીને તાપમાનમાં સતત વધારો કરી રહ્યા છે. આ સાથે જ ક્લાયમેટ ચેન્જ અને ગ્રીનહાઉસ ગેસોના ઉત્સર્જને આ સમસ્યાને વધુ ઘાતક બનાવી દીધી છે. આર્કટિક અને આલ્પસના બરફના ક્ષેત્રો ઝડપથી પીગળી રહ્યા છે અને સમુદ્રનું તાપમાન પણ રેકોર્ડ સ્તરે છે, જે ભવિષ્યમાં વધુ ખતરનાક ગરમીનો સંકેત આપે છે.

આ પણ વાંચો: ‘ભારત નહીં માને…’, જે.ડી.વેન્સનો યુદ્ધ અંગેનો એ પ્લાન જેને ટ્રમ્પે તાત્કાલિક ફગાવી દીધો હતો

ગરમીથી બચવાની ‘ઇચ્છા’ બની જીવલેણ

ફ્રાન્સના રમતગમત મંત્રી મરીના ફેરાનીએ જણાવ્યું કે, ગરમીથી રાહત મેળવવાની લોકોની ઇચ્છા સમજી શકાય તેવી છે, પરંતુ સુરક્ષા વગરની જગ્યાઓ પર તરવા જવું અત્યંત જોખમી છે. વડાપ્રધાને આ ઘટનાને મોટી વિપદા ગણાવી છે. ગત વર્ષે પણ ગરમી દરમિયાન ડૂબવાની ઘટનાઓમાં 172 ટકાનો મોટો વધારો થયો હતો અને આ વર્ષે ગરમી વહેલી અને તીવ્ર હોવાથી સ્થિતિ વધુ વણસી છે. બ્રિટનમાંથી પણ આવા કેટલાક કિસ્સા સામે આવ્યા છે.

ક્યાં સુધી સહન કરવો પડશે ગરમીનો પ્રકોપ?

હવામાન વિભાગોના અંદાજ મુજબ, આ આકરો ઉનાળો હજુ સપ્તાહના અંત સુધી યથાવત રહી શકે છે. કેટલીક જગ્યાએ હળવા વરસાદની શક્યતા છે પરંતુ ગરમીનો પ્રકોપ ચાલુ રહેશે. વહીવટીતંત્રે લોકોને ઘરોમાં રહેવા, વધુ પ્રમાણમાં પાણી પીવા અને વડીલો તેમજ બાળકોની ખાસ સંભાળ રાખવાની અપીલ કરી છે. આ વૈશ્વિક કટોકટી દર્શાવે છે કે સરકારોએ તાત્કાલિક જાગૃતિ અભિયાન અને લાંબાગાળાના પર્યાવરણીય પગલાં ભરવા ખૂબ જ જરૂરી બન્યા છે.

રિપોર્ટઃ ઇઝરાયલે જાણીજોઈને પેલેસ્ટાઈની બાળકોને માર્યા:20 હજારથી વધુ બાળકોનાં...

સંયુક્ત રાષ્ટ્રના તપાસ પંચે ઇઝરાયલ પર ગાઝા અને વેસ્ટ...

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું

વુમન્સ T20 વર્લ્ડકપ- ન્યૂઝીલેન્ડે સ્કોટલેન્ડને હરાવ્યું:શ્રીલંકા 9 વિકેટે જીત્યું,...

વૈભવના ડેબ્યૂને લઈને યુરોપમાં ક્રેઝ, ટિકિટોની ભારે માગ

15 વર્ષીય ભારતીય બેટર વૈભવ સૂર્યવંશીના આયર્લેન્ડ સામેના સંભવિત...

ચૈતર વસાવાનો સૌથી મોટો ‘ગુનો’ આદિવાસી સમાજને જાગૃત કરવાનો...

આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ દેડિયાપાડાના ધારાસભ્ય...

હૈદરાબાદના રસ્તાને ‘ટ્રમ્પ’નું નામ અપાતા હોબાળો, કોંગ્રેસ પર બેવડા...

અમેરિકાની આઝાદીના 250 વર્ષની ઉજવણી (Freedom 250) નિમિત્તે હૈદરાબાદમાં...

અલ નીનોની અસર, મુંબઈમાં ભરપૂર વરસાદ તો દિલ્હીમાં ટીપું...

અલ-નીનો એક એવી કુદરતી પ્રક્રિયા છે, જેમાં પ્રશાંત મહાસાગરનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here