
12 જુલાઈ: વિશ્વ પેપર બેગ દિવસ
લેખક :દીપક જગતાપ
…………………………………
પ્લાસ્ટિકના બદલે પેપર બેગનો ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત કરવાનો મુખ્ય આશય
………………………………
ફ્રાંસિસ વોલે નામના અમેરિકી આવિષ્કારકે ઈ.સ. 1852માં પહેલી વખત પેપર બેગ મશીન બનાવ્યુ હતુ.
…………………………………
દર વર્ષે પેપર બેગ ડે 12 જુલાઈએ મનાવવામાં આવે છે. આજના સમયમાં લોકો પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. જે આપણા પર્યાવરણ માટે નુકસાનકારક છે. આ દિવસને મનાવવાનો મુખ્ય હેતુ છે, પર્યાવરણ માટે પ્લાસ્ટિક બેગની તુલનામાં પેપર બેગના ઉપયોગના ફાયદા વિશે લોકોને જાણકારી આપવી.
આ દિવસને મનાવવાનો મુખ્ય હેતુ એ છે કે પ્લાસ્ટિકના બદલે પેપર બેગનો ઉપયોગ કરવા માટે લોકોને જાગૃત કરવા. અત્યારે લોકો પ્લાસ્ટિકનો વધુ ઉપયોગ કરે છે, જેના કારણે પ્રદૂષણ વધતુ જઈ રહ્યુ છે, જેનાથી ગંભીર બીમારીઓનો ભોગ બનાય છે.
ફ્રાંસિસ વોલે નામના અમેરિકી આવિષ્કારકે ઈ.સ. 1852માં પહેલી વખત પેપર બેગ મશીન બનાવ્યુ હતુ. જે બાદ ઈ.સ. 1871માં, માર્ગરેટ ઈ. નાઈટે ફ્લેટ-બોટમ પેપર બેગ બનાવવા માટે વધુ એક મશીન બનાવ્યુ હતુ. તે સમયે તેનુ નામ કરિયાણાની થેલી તરીકે પ્રચલિત થયુ. આ પેપર બેગનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરવામાં આવવા લાગ્યો.
ઈ.સ. 1883 અને 1912માં ચાર્લ્સ સ્ટિલવેલ અને વાલ્ટર ડ્યૂબનેરે શ્રેષ્ઠ પેપર બેગ ડિઝાઈન કરી.
પેપર બેગનો ઇતિહાસ વર્ષ 1850ની આસપાસનો છે. તે સમયે અમેરિકાના સંશોધક ફ્રાન્સિસ વોલેએ પેપર બેગ મશીનની શોધ કરી હતી અને પેટન્ટ કર્યું હતું. ત્યારબાદ ચાર્લ્સ સ્ટીલવેલ એક ડગલું આગળ વધ્યા હતા.1883માં તેમણે પેપર બેગમાં ઘડાયેલી સાઈડને અમલમાં મૂકી તેને વધુ હાથવગી બનાવી હતી. પછી 1912માં વોલ્ટર ડ્યુબનેર સ્ટિલ્વેલની ડિઝાઇનમાં ઉમેરો કર્યો અને એક દોરી ઉમરી હતી. જેને પેપર બેગના હેન્ડલ તરીકે ઉપયોગમાં લેવાયું હતું. એકંદરે, આપણે અત્યારે જે પેપર બેગનો ઉપયોગ કરી રહ્યા છીએ તે સંશોધકો દ્વારા વર્ષોવર્ષ થયેલા પ્રયત્નોનું પરિણામ છે.
દર વર્ષે પેપર બેગ ડે એક નક્કી થીમ હેઠળ મનાવવામાં આવે છે. ગયા વર્ષે 2024ની થીમ “Sustainable Choices for a Greener Future” હતી, જે પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડીને પેપર બેગ જેવા ઇકો-ફ્રેન્ડલી વિકલ્પોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન આપે છે
પેપર બેગ વાપરવાના ઘણા ફાયદા છે. જેમકે પેપર બેગ બનાવવામાં ઓછી ઉર્જાનો વપરાશ થાય છે.આ પર્યાવરણ માટે નુકસાનકારક હોતુ નથી.ખાતર બનાવવા માટે પેપર બેગનો ઉપયોગ કરવામાં આવે છે.પેપર બેગને રિસાઈકલ કરી શકાય છે.
પેપર બેગ બાયોડિગ્રેડેબલ છે. મતલબ કે બગડ્યા પછી, તે પ્લાસ્ટિકની થેલીઓની જેમ લેન્ડફિલમાં જતી નથી, પરંતુ બગડી જાય છે અને સંપૂર્ણપણે જમીનનો એક ભાગ બની જાય છે. ઉપરાંત કાગળની થેલીઓમાંથી ખૂબ સારી ગુણવત્તાવાળું ખાતર બનાવી શકાય છે. તેમાં રાખવામાં આવેલો ખોરાક અને કરિયાણું તાજું રહે છે. રિસાયક્લિંગ પણ કરી શકાય છે જે પ્લાસ્ટીક બેગ જેવું હાનિકારક પણ નથી. એટલુ જ નહીં ફળોને પાકવવા, ઘરની બારી કે ગાડીના કાચની સફાઈ માટે પેપર બેગ ઉપયોગમાં લઈ શકાય છે. પ્લાસ્ટિકની થેલીઓ બનાવવાની સરખામણીમાં કાગળની થેલીઓ બનાવવામાં ઓછી ઉર્જાનો વપરાશ થાય છે. કાગળની થેલીઓથી પાલતુ અને વન્ય પ્રાણીઓને પણ નુકસાન પહોંચતું નથી. ઓવરઓલ કાગળની થેલીઓના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણને કાબુમાં લઈ શકાય છે.
પ્લાસ્ટિક ના કારણે પર્યાવરણ ને ગંભીર નુકસાન થયું છે. આ નુકસાન અટકાવવા માટે ઘણા દેશોની સરકારે પ્રયત્નો કર્યા છે. પરંતુ આ પ્રયત્નો પૂરતા નથી. લોકોએ સ્વૈચ્છિક રીતે આગળ આવી પ્લાસ્ટિકની બેગ સહિતની વસ્તુઓનો ઉપયોગ ટાળવો પડશે. વર્લ્ડ પેપર બેગ દિવસ પણ આ હેતુ સાથે જ મનાવવામાં આવે છે. દર વર્ષે 12મી જુલાઈએ ઉજવાતા આ દિવસથી લોકોને શોપિંગ સહિતના કામમાં પ્લાસ્ટિક બેગના સ્થાને પેપર બેગનો ઉપયોગ કરવાની સલાહ અપાય છે.
હાલ વિશ્વ કલાઈમેટ ચેન્જ અંગે સફાળું જાગી ગયું છે. ક્લાઈમેટ ચેન્જ વાસ્તવિક છે, તેનો ખ્યાલ આવી ગયો છે. પર્યાવરણીય પ્રદૂષણ અને સંસાધનોની અછતની વાસ્તવિકતાઓ પ્રત્યે જાગૃતતા આવી છે. તેથી ધીમે ધીમે પેપર બેગ સહિતની બાબતોને જીવનશૈલીમાં ઉતારવી જ પડે.
