Friday, July 17, 2026
Homewriter's thoughtરુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક કરવી એ પણ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક કરવી એ પણ કબંધ વૃત્તિ છે.

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

સદગુરુ કૃપા હી કેવલમ.
સંકલન- ફાલ્ગુની વસાવડા.
શીર્ષક- માનસ કબંધ (ભાગ ૫)

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક કરવી એ પણ કબંધ વૃત્તિ છે.

માનસ કબંધની પાંચમા દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું કે આજની કથા અધ્યાત્મ રામાયણનાં કેટલાક શ્લોકથી શરૂ કરું છું. આપણે વાલ્મીકિનો કબંધ, માનસનો કબંધ અને અન્ય ગ્રંથોનાં કબંધ વિશે વાત કરી! તો મને કહેવામાં આવ્યું કે, અમને તો મોરારી બાપુનાં કબંધ વિશે જ જાણવું છે! જે હું હું વચ્ચે વચ્ચે કહું જ છું. તલગાજરડી દ્રષ્ટિએ જો કબંધ સમજાઈ જાય તો ઘણો ભેદ ખત્મ થઈ શકે છે. માનસમાં ત્રણ વાર કબંધ શબ્દ આવ્યો છે, બે વારની વાત થઈ છે, ત્રીજી વખત “લીલા હત્યો કબંધ” તુલસીના અન્ય ગ્રંથોમાં તો કબંધનો ઉલ્લેખ ઘણીવાર મળે છે, પણ એ જાતિભેદ અને વર્ણ ભેદ થઈ જાય! આજે એક પ્રશ્ન છે કે દશરથજી એ ભેદ ભક્તિ શું કામ માંગી? ભક્તિમાં ભેદ કેવો? ભેદભક્તિ નો અર્થ જાતિભેદ કે વર્ણભેદ નથી, એ ભેદ તું દયાલ દિન હો, તૂં દાની હૌ ભિખારી‌. હે પરમાત્મા તું દયાળુ છે હું દિન છું. તું શિવ છે હું જીવું છું, તું વ્યાપક છે, હું વ્યક્તિ છું, એ ભેદની વાત છે.

પરમાત્મા સાથે સંબંધ જોડવાં માટે કાં તો પરમાત્માને પોતાનો પરિવાર બનાવો, કા તમે પરમાત્માનાં પરિવાર થઈ જાવ. ભક્તિ સંબંધ ઇચ્છે છે, અને સંબંધ બે વચ્ચે થાય છે, સંબંધ માટે બીજું જોઈએ જ! એને તુલસીનું માનસ ભેદભક્તિ કહે છે. તૂં ઠાકુર મેં ચેરો, આ દ્વૈત, હું તારો કિંકર છું તું મારો શંકર છે. તો ભેદભક્તિનો અર્થ અહીં કોઈ અસ્પૃશ્ય, કોઈ નિકૃષ્ઠ, કોઈ અપવિત્ર એવો નથી. તુલસી દ્વૈતને માને છે, અને કહે છે, તારો મારો અનેક નાતો છે, એ રીતે પણ આપણે શિવરુપ થઈ શકીએ. શંકરાચાર્ય અદ્વૈત ને માને છે, અને કહે છે, ન જાતીભેદ, ન મોક્ષ, ન બંધન, ન સંસાર સંન્યાસ ભેદ, કેમકે શિવોહમ્, હું જ શિવ છું.

ગોવર્ધન સંસ્કૃત વિદ્યાપીઠ બહુ સારું કામ કરી રહી છે, રોજ સંસ્કૃત વાંચો, સંસ્કૃત બોલવાથી પણ પવિત્રતા આવે છે, સંસ્કૃત અદભુત ગીરા છે. હું ગોવર્ધન વિદ્યાપીઠને સાધુવાદ આપવાં માંગું છું, આપ વર્ષોથી સંસ્કૃતની સેવા કરી રહ્યાં છો, અને આગળ પણ કરતા રહેશો. આ સંસ્કૃત વિશે જાગૃતિ આવે એ માટેનો એક યજ્ઞ છે. રોજ વેદનું અધ્યયન કરવું! એટલે કે સંસ્કૃતનો પાઠ કરવો. કથા સમજાય ત્યારે વિવેક વધે એટલે દુર્જનો સાથે બેસવાનું બંધ કરો. પેટ ભરીને સ્વાદિષ્ટ ભોજન ખાઓ, પરંતુ હું ભિક્ષા ગ્રહણ કરી રહ્યો છું એ ભાવ રાખો. શંકરાચાર્ય કહે છે શરીર રોગ છે, અને ભિક્ષા ભાવથી ભોજન કરવું એ ઔષધી છે. કોઈ બુદ્ધ પુરુષનાં ચરણોમાં આપણી પૂરી નિષ્ઠા થઈ જાય, તો એની પાદુકાને યાદ કરી લેવી, જે આપણાં તમામ ભેદ અને સંશયોનું સમાધાન કરે છે.

રાજસ્થાનમાં વાગડ વિસ્તારમાં જાતિવાદ બહુ વિકૃત રૂપમાં પ્રસ્થાપિત છે, એવી વાત મારી પાસે આવી છે. ભગવાન રામે કહ્યું કે બ્રહ્મકુલ નાં દ્રોહી મને પસંદ નથી, એનો મતલબ બ્રાહ્મણ કુલ નહીં, બ્રહ્મકુલ એટલે બ્રહ્માનું કુળ, જેનાં આપણે સૌ સદસ્ય છીએ. આમાં કોણ હલકું! વ્યાસપીઠની વર્ષો જૂની વ્યાખ્યા છે, કે જે બીજાને હલકાં સમજે, એનાં જેવો હલકો દુનિયામાં બીજો કોઈ નથી. પરમાત્માનાં ચરણોમાંથી જે નીકળે છે, એ ક્યારેય અપવિત્ર નથી હોતું. વેદો એ બધાં ભેદ તોડી નાખ્યા છે, કોણ અસ્પૃશ્ય? આ જીવનનું એક દર્શન છે, સમજમાં ન આવે ત્યારે જ ઘણી ગેરસમજ થાય છે.

આધ્યાત્મ રામાયણ મુજબ કબંધના શ્રાપનો અંત થવાનો છે, અને દેહ પરિવર્તન થઈ રહ્યું છે, ગંધર્વ પુનઃ પોતાનું રૂપ પ્રાપ્ત કરી રહ્યો છે!

ધન્યોઙહં યદિ રામસ્ત્વમાગતોઙસિ મમાન્તિકમ્,
પૂરા ગંધર્વરાજોઙહં રુપયૌવનદર્પિતઃ,..
ક્રુદ્વોઙસાવાહ દ્રુષ્ટ ત્વં રાક્ષસો ભવ દુર્ગતિ.

ભગવાન હું ધન્ય છું, હું પૂર્વે ગંધર્વરાજ હતો, મારામાં રૂપ અને યવનનું અભિમાન હતું, પરંતુ આપ આવી ગયાં, અને મને ધન્ય કરી દીધો. હું યૌવનનો ગર્વ લઈને જતો હતો એકવાર અષ્ટાવક્ર મુનિને જોયાં, અને મેં એમની મજાક કરી, ક્યાં મારું આવું રૂપ! અને ક્યાં આ વિકલાંગ અષ્ટવક્ર! આઠ પ્રકારના અંગ! અષ્ટાવક્ર કબંધની મજાકથી ક્રોધિત થયાં, અને શ્રાપ આપી દીધો કે હે દુર્મતિ તું રાક્ષસ થઈ જા! કાબંધે માફી માગી, અને એમણે પણ કહ્યું કે, ત્રેતા યુગમાં સ્વયં નારાયણ રામ બની આવશે, અને તારી ભુજા કાપી નાખશે, ત્યારે તારો ઉદ્ધાર થશે, અને તું પૂનમ ગંધર્વનું રૂપ પ્રાપ્ત કરીશ.

એક રાજા હતો રાજા પાસે પૈસા બહુ હતાં, પરંતુ એ વિકલાંગ હતો, અને એક સુંદર ગણીકા કોઠા પર બેસનારી એ નૃત્યાંગનાને રાજાનાં દરબારમાં બોલાવવામાં આવી. રાજા એને જોઈ ખુબ પ્રસન્ન થયાં, પરંતુ વિચારવા લાગ્યાં કે મારી પાસે પૈસા, અને એની પાસે રૂપ છે, અને એટલે એણે પૈસા માટે આવું કામ કરવું પડે છે! ભલે મારી પાસે રૂપ નથી પણ પૈસા તો છે! મારે કોઈની ગુલામી કરવી પડતી નથી! રાજાએ મેણું માર્યું કે જ્યારે પરમાત્મા પૈસા વેચી રહ્યાં ત્યાં ત્યારે તું ક્યાં હતી? આટલી સુંદર થઈને તારે નાચવું પડે છે. ગણિકાએ જવાબ આપ્યો કે પરમાત્મા પૈસા આપી રહ્યાં હતાં, ત્યારે હું જ્યાં રૂપ આપવામાં હતું ત્યાં હતી. રાજાજી આપને આપનાં પૈસાનું અભિમાન છે! જ્યારે મને મારા રૂપનો ગર્વ! માનસ ગણિકાની કથાથી સામાજિક સ્તરે ઘણો ફાયદો થઈ રહ્યો છે! એમની દિકરીઓ લગ્ન કરી રહી છે, અને પછી તલગાજરડા બાપને ઘરે પ્રણામ કરવાં આવે છે! અમે એ સૌને પહેરામણી આપીએ છીએ! હું એ તમામ યુવોનોને પ્રણામ કરું છું, જેમણે એ દિકરીઓના હાથ પકડ્યા! એ સૌને સાધુવાદ આપું છું!

એક શ્રોતાએ લક્ષ્મણ અને ઉર્મિલા વિશે કહેવા કહ્યું છે. ઉર્મિલાનો શબ્દાર્થ સમજી લો, ઊર્મિનો અર્થ લહેર, આપણાં જીવનમાં હૃદયમાં ભગવત પ્રેમની જે ઊર્મિ ઓ ઊઠે છે, એનું નામ જ ઉર્મિલા છે, લા નો અર્થ થાય છે લાવવું. ઉર્મિલા કેવલ સ્ત્રી નથી, એણે લક્ષ્મણના જીવનમાં વ્યક્તિગત ભાવના ઉપર સંયમ કરી, કેટલો સહયોગ કર્યો! માત્ર ઉર્મિલા નહીં, માંડવી અને શ્રુતકીર્તિ પણ રામસીતાનાં કનક ભવનની શોભા છે. ભગવાન રામને જ્યારે 14 વર્ષના વનવાસની સજા થઈ ત્યારે લક્ષ્મણજી માતા સુમિત્રા પાસે વનમાં જવાની આજ્ઞા લેવા ગયાં, માતાએ કહ્યું કે રામ તારા પિતા છે, અને સીતા તારી માતા છે, માટે એ જ્યાં હોય ત્યાં જ તારું સ્થાન છે. લક્ષ્મણજીને થયું કે હું ઝડપથી પસાર થઈ જાઉં, નહીં તો ઉર્મિલા મને રોકી લેશે, અને કહેશે કે મારું શું? પરંતુ ધન્ય છે ઊર્મિલા, કે એ લક્ષ્મણનાં માર્ગમાં આડ બનતી નથી, અદભુત દાંપત્ય છે ઉર્મિલા અને લક્ષ્મણજી નું!

કથાનાં ક્રમમાં આપણે જોયું કે સતી શિવનું અપમાન થતું જોઈ, દક્ષ યજ્ઞમાં દેહ બાળીને ભષ્મ થઈ ગયાં, અને બીજા જન્મમાં હિમાલયને ત્યાં પાર્વતી તરીકે જન્મ થયો! પુત્રીના જન્મ પર ઉત્સવ કરવો, એ આપણી સંસ્કૃતિમાં યુગોથી ચાલી આવતી પ્રથા છે, પરંતુ હજી પણ પુત્રીના જન્મ પર પરિવારજનોના મોઢા મ્લાન થઈ જાય છે. પાર્વતીના જન્મ થતા સાધુ સંતો હિમાલયના ઘરે આવવા લાગે છે! પુત્રીનો જન્મ એ હરખનો પ્રસંગ છે, કારણ કે કિર્તી,શ્રી,વાક્,સ્મૃતિ, મેઘા ધૃતિ અને ક્ષમા એમ સાત પ્રકારની વિભૂતિ આપણા ઘરમાં આવે છે. શંકરના વિવાહ બાદ રામ જન્મ સુધીની કથા કરી પાંચમા દિવસની કથાને વિરામ આપ્યો.

સંકલન. ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

એર ઈન્ડિયાની ઈનફ્લાઈટ WiFi સુવિધાએ 10 લાખથી વધુ પેસેન્જર્સને ફ્લાઈટ દરમિયાન તેમના ડિજિટલ અનુભવ વધુ સારો કરવામાં મદદ કરી

35,000 ફૂટની ઊંચાઈ પર WiFi કનેક્ટિવિટી હવે આધુનિક હવાઈ યાત્રાના અનુભવનો એક મહત્વનો ભાગ બની ગયો છે. પેસેન્જરના અનુભવને વધુ સારો બનાવવા તથા ડિજિટલ એંગેજમેન્ટની દિશામાં આ એક મોટી સીમાચિન્હરૂપ સિદ્ધિ હોવા સાથે એર ઈન્ડિયાના 10 લાખથી વધારે યાત્રીઓને ઈનફ્લાઈટ WiFi સર્વિસનો ઉપયોગ કર્યો છે, તેમ જૂન 2025થી જૂન 2026 દરમિયાન ડેટા ટ્રેકિંગમાં આ માહિતી મળી છે. 55 થી વધારે ડેઈલી ફ્લાઈટ્સના શેડ્યુઅલ સાથે એર ઈન્ડિયાના ટ્રાવેલર્સ તેમની ફ્લાઈટ સમયે કોઈ જ અવરોધ મુક્ત ઈન્ટરનેટનો આનંદ માણી રહ્યા છે. જેને લીધે તેમને ઈમેલ જોવા અથવા સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવામાં મદદ મળે છે. છેલ્લા એક વર્ષમાં તેનો ઉપયોગ સતત વધી રહ્યો છે, જ્યાં ઓનબોર્ડ WiFi ઉપયોગ જૂન 2025ના 30 ટકાથી વધીને જૂન 2026માં 55 ટકા થઈ ગયો છે. આ સ્પષ્ટ વૃદ્ધિ ઉડ્ડાન સમયે ઈન્ટરનેટ કનેક્ટિવિટીની વધતી માંગને દર્શાવે છે. 35,000 ફિટ પર કનેક્ટીવિટી ઈન્ટરનેટ સંબંધિત લગભત 89 ટકા પેસેન્જર્સે યાત્રા સમયે સોશિયલ મીડિયા પર કન્ટેન્ટ સ્ટ્રીમ પસંદ કર્યું છે. જ્યારે બાકીના 11 ટકા પેસેન્જર્સે વેબ બ્રાઉઝીંગ, ઈમેલ અને મેસેજીંગ એપ્સના વિકલ્પને પસંદ કર્યો છે. આ સર્વિસની સતત જળવાઈ રહેલી માંગને લીધે વર્ષ દરમિયાન આશરે 500 TB ડેટાનો ઉપયોગ નોંધાયો છે. કેટેગરી પ્રમાણે જોઈએ તો કૂલ ઉપયોગ પૈકી સ્ટ્રીમિંગ સર્વિસની હિસ્સેદારી 86 ટકા રહી છે જ્યારે બાકીના 14 ટકા હિસ્સેદારી વેબ બ્રાઉઝીંગની હતી. આ આંકડાકીય માહિતી એર ઈન્ડિયાના પેસેન્જરો માટે ઉડ્ડાનના સમયે બદલાઈ રહેલા અનુભવની શરૂઆતને દર્શાવે છે. વર્તમાન સમયમાં આ આંકડા WiFiથી સજ્જ 28 વિમાનની શરૂઆતી કાફલા પર આધારિત છે, જે લંડન, ન્યૂ યોર્ક, નેવરક, ફ્રેંકફર્ટ, મેલબોર્ન, હોંગ કોંગ, સિંગાપોર, બાલી, મનાલી અને મોરેશિયસ જેવા વૈશ્વિક શહેરો માટે ફ્લાઈટનું સંચાલન કરે છે. આગામી સમયમાં તેમાં વધુ વિમાનો તથા શહેરોને સીધા જ જોડવામાં આવશે. જેમજેમ WiFiથી સજ્જ વિમાનોની સંખ્યા વધશે પેસેન્જરને માટે વિશ્વમાં ગમે ત્યાં ઉડ્ડાન ભરતી વખતે તેમને ડિજિટલ રીતે જોડાયેલા રહેવાની ઉત્તમ તક વધારશે.

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here