Tuesday, August 25, 2026
HomeBusinessસ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં ત્રણ નવા કસ્ટમર...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં ત્રણ નવા કસ્ટમર ટચ પોઇન્ટ્સ સાથે ગુજરાતમાં પોતાની હાજરીનો વિસ્તાર કર્યો

Date:

Related stories

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો તથા એક નવી સર્વિસ સુવિધાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
• બ્રાન્ડે હિંમતનગરમાં નવી કોમ્પેક્ટ 3S સુવિધાની પણ શરૂઆત કરી.
• હવે Škoda Auto પાસે ગુજરાતના 16 શહેરોમાં કુલ 25 કસ્ટમર ટચ પોઇન્ટ્સ છે.
• દેશભરમાં કંપનીનું નેટવર્ક વિસ્તરીને 189 શહેરોમાં 340થી વધુ કસ્ટમર ટચ પોઇન્ટ્સ સુધી પહોંચ્યું છે.
ગુજરાત, 15 જુલાઈ 2026 – Škoda Auto India એ ગુજરાતના અમદાવાદ અને હિંમતનગરમાં ત્રણ નવા કસ્ટમર ટચ પોઇન્ટ્સનું ઉદ્ઘાટન કર્યું છે, જેના પરિણામે રાજ્ય તેમજ ભારતના પશ્ચિમ ભારતમાં કંપનીનું નેટવર્ક વધુ મજબૂત બન્યું છે. PPS Motors Pvt. Ltd. સાથેની ભાગીદારી હેઠળ શરૂ કરાયેલી આ નવી સુવિધાઓમાં નરોડામાં નવું સેલ્સ અને સર્વિસ કેન્દ્ર, મણિનગરમાં નવું સેલ્સ સુવિધા તેમજ હિંમતનગરમાં નવી કોમ્પેક્ટ 3S સુવિધાનો સમાવેશ થાય છે.
અમદાવાદના નરોડા સ્થિત સુવિધા 26,700 ચોરસ ફૂટમાં ફેલાયેલી છે, જ્યાં છ વાહનોના ડિસ્પ્લે માટેની વ્યવસ્થા તેમજ 19 સર્વિસ બે ઉપલબ્ધ છે. જ્યારે મણિનગર સ્થિત ડીલરશિપમાં 4,800 ચોરસ ફૂટની સેલ્સ ફેસિલિટી છે, જેમાં સાત વાહનોના ડિસ્પ્લે માટેની સુવિધા ઉપલબ્ધ છે. હિંમતનગરમાં શરૂ કરાયેલી નવી કોમ્પેક્ટ 3S સુવિધા 10,600 ચોરસ ફૂટ વિસ્તારમાં વિકસાવવામાં આવી છે, જેમાં ચાર વાહનોના ડિસ્પ્લે માટેની વ્યવસ્થા તેમજ ચાર સર્વિસ બે ધરાવતી સર્વિસ સુવિધા ઉપલબ્ધ છે. નવી શરૂ કરાયેલી તમામ સેલ્સ અને સર્વિસ સુવિધાઓ Škoda Autoની વૈશ્વિક Modern Solid ડિઝાઇન ફિલોસોફીને પ્રતિબિંબિત કરે છે, જે ગ્રાહકોને આવકારદાયક વાતાવરણ સાથે ઉત્તમ વેચાણ અને સર્વિસનો અનુભવ પ્રદાન કરે છે. આ નવા કેન્દ્રોના ઉમેરા સાથે હવે Škoda Auto India પાસે ગુજરાતના 16 શહેરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, વાપી, ગાંધીનગર, આણંદ, ભરૂચ, ભાવનગર, ગાંધીધામ, હિંમતનગર, જામનગર, જૂનાગઢ, મહેસાણા, મોરબી અને નવસારીમાં કુલ 25 કસ્ટમર ટચ પોઇન્ટ્સ છે.
આ ઉદ્ઘાટન પ્રસંગે Škoda Auto India ના બ્રાન્ડ ડિરેક્ટર, આશિષ ગુપ્તા એ જણાવ્યું, “ગુજરાતમાં આ નવી સુવિધાઓના ઉદ્ઘાટન સાથે અમે રાજ્ય તેમજ ભારતના પશ્ચિમ વિસ્તારમાં Škoda Auto Indiaની હાજરીને વધુ મજબૂત બનાવી રહ્યા છીએ. માત્ર અમદાવાદમાં જ હવે અમારા પાંચ ગ્રાહક સંપર્ક કેન્દ્રો કાર્યરત છે. તેના દ્વારા અમે અમારા સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયોને ગ્રાહકો સુધી વધુ નજીક લઈ જઈ રહ્યા છીએ અને સાથે જ તેમને સેવા તથા સંભાળના સર્વોચ્ચ ધોરણોનો અનુભવ પણ કરાવી રહ્યા છીએ. ભારતના વિકાસમાં ગુજરાતનું મહત્વ અત્યંત વિશિષ્ટ છે અને અમને વિશ્વાસ છે કે Kylaq, નવી Kushaq, Kodiaq અને Slavia સાથે અમે આ મહત્વપૂર્ણ બજારમાં Škoda બ્રાન્ડને વધુ મજબૂત બનાવી શકીશું.”
PPS Motors Pvt. Ltd. ના ડિલર પ્રિન્સિપલ, શ્રી રાજીવ સંઘવી એ જણાવ્યું, “આ નવા કસ્ટમર ટચ પોઇન્ટ્સના ઉદ્ઘાટન સાથે Škoda સાથેની અમારી ભાગીદારીને વધુ મજબૂત બનાવતાં અમને ગર્વની લાગણી થાય છે. ગુજરાતમાં અમારી શરૂઆત તેમજ પશ્ચિમ ભારતમાં અમારા વિસ્તરણના માર્ગ પર આ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કેરળ અને હવે ગુજરાત સહિત અમારી પાસે Škoda Auto–PPSના કુલ 28 કસ્ટમર ટચ પોઇન્ટ્સ છે. આ વિસ્તરણ વાહન માલિકીના સમગ્ર પ્રવાસના દરેક તબક્કે ગ્રાહકોને પ્રીમિયમ અનુભવ પ્રદાન કરવાની અમારી સંયુક્ત પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે. Škoda Autoના અદ્યતન ઉત્પાદનો અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમને PPS Groupની 75 વર્ષથી વધુની ઓટોમોબાઇલ ક્ષેત્રની નિપુણતા સાથે જોડીને અમે શ્રેષ્ઠ શ્રેણીનો વાહન માલિકી અનુભવ પ્રદાન કરવા તેમજ આ વિસ્તારમાં Škoda Autoની મજબૂત હાજરી સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છીએ.”

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

શ્યામ મેટલિક્સ ફાઉન્ડેશને માતૃત્વ અને બાળ સ્વાસ્થ્ય જાગૃતિની પહોંચ...

ICDS સેન્ટર સાથે ફાઉન્ડેશન પશ્ચિમ બંગાળમાં બહાદુરપુર અને હિઝલગોરા...

કલ્યાણ જ્વેલર્સને તમિલનાડુ સરકારની ‘થાઇમામન થંગા મોથિરમ થિટ્ટમ’ સ્કીમ...

ચેન્નઇ, 22 ઓગસ્ટ, 2026: કલ્યાણ જ્વેલર્સ ઇન્ડિયા લિમિટેડે આજે...

યંગ ઈન્ડિયન્સ પાર્લામેન્ટ 2026: ગુજરાત વિધાનસભા ખાતે વેસ્ટર્ન રિજન...

ગાંધીનગર, ઓગસ્ટ, 2026: વેસ્ટર્ન રિજન રાઉન્ડ ઓફ યંગ ઇન્ડિયન્સ...

એક્સિસ બેન્કે મજબૂત એમએસએમઈ અને બ્રાન્ચ બેંકિંગ ક્ષમતાઓ દ્વારા...

ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્કોમાંની એક એક્સિસ બેન્કે ગુજરાતમાં...

એરટેલે આદિત્ય ગઢવી સાથે જોડાણ કરી વધુ કનેક્ટેડ ગુજરાતની...

ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક અવાજ અને એરટેલના ઝડપથી વિસ્તરતા નેટવર્કનું...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here