
થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ, જેમાં સિંગલ ફ્લોરમાં ઓફિસ સ્પેસ 569 ચોરસ ફીટથી 10,500 ચોરસ ફીટ સુધી ઉપલબ્ધ છે, જે એક ઇન્ટિગ્રેટેડ કમર્શિયલ ઇકોસિસ્ટમમાં
ગ્રેડ-A વર્કસ્પેસ, વેલનેસ, રિટેલ અને હોસ્પિટાલિટી સુવિધાઓનો સમન્વય થયો છે
મુંબઈ, મહારાષ્ટ્ર, 20 જુલાઈ, 2026 : ચાર દાયકાથી વધારે સમયથી કામગીરીનો વારસો ધરાવતી લિસ્ટેડ રિયલ એસ્ટેટ કંપની મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે મેઘના વન લૉંચ કરવાની જાહેરાત કરી છે. આ થાણેના વાગલે એસ્ટેટમાં અંદાજે ₹300 કરોડનું કુલ ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ (GDV) ધરાવતા એનો સીમાચિહ્નરૂપ 2.8 લાખ ચોરસ ફીટનો કમર્શિયલ પ્રોજેક્ટ છે. થાણેના પ્રથમ લેક-ફેસિંગ (જળાશય સામે અને જળાશયનો સુંદર નજારો ધરાવતો) IGBC ગોલ્ડ-સર્ટિફાઇડ બાયોફિલિક કમર્શિયલ ટાવર તરીકે ડિઝાઇન થયેલો આ પ્રોજેક્ટ મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડનો લાર્જ-ફૉર્મેટ ગ્રેડ-A કમર્શિયલ રિયલ એસ્ટેટમાં વ્યૂહાત્મક પ્રવેશ છે અને સંપૂર્ણ મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં ભવિષ્ય માટે સજ્જ વ્યાવસાયિક કેન્દ્ર ઊભું કરવાના લાંબા ગાળાના વિઝન તરીકે પ્રોજેક્ટને ઊભું કરવાનો આશય છે.
થાણેના સૌથી વધુ સ્થાપિત વાણિજ્યિક અને ઔદ્યોગિક કેન્દ્ર પૈકીના એક તથા 1,000થી વધારે વ્યવસાયો ધરાવતા વાગલે એસ્ટેટમાં સ્થિત મેઘના વન MMRના સૌથી આશાસ્પદ કમર્શિયલ કોરિડોર પૈકીના એક એરિયામાં ઝડપી પરિવર્તનનો લાભ લેવાની સ્થિતિમાં છે. માળખાગત સુવિધાના વિસ્તરણનું પીઠબળ, મેટ્રો કનેક્ટિવિટી અને સુલભતામાં વધારા જેવા પરિબળોનું પીઠબળ ધરાવતું આ માઇક્રો-માર્કેટ મુંબઈના પરંપરાગત હાર્દ સમાન વાણિજ્યિક કેન્દ્રોની બહાર નજર દોડાવતા વ્યવસાયો માટે મનપસંદ સ્થાન તરીકે સતત વિકસી રહ્યું છે.
પ્રોજેક્ટ 15 જુલાઈ, 2026ના રોજ લૉંચ થયો હતો. આ પ્રસંગે થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશનના પૂર્વ કમિશન શ્રી જંત્રે જીની સાથે મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ અને એના ડેવલપમેન્ટ પાર્ટનર ફોમેન્ટો રિયલ્ટીમાંથી વિવિધ સીનિયર લીડર હાજર રહ્યા હતા.
આ લૉંચ પર મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિક્રમ લોઢાએ કહ્યું હતું :
“મેઘના વન અમારી સફરમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે, કારણ કે અમે મારી કામગીરી પ્રીમિયમ કમર્શિયલ રિયલ એસ્ટટમાં વધારી રહ્યાં છીએ. હાલ વ્યવસાયો ઓફિસ સ્પેસથી વધારે સુવિધા ઇચ્છે છે, તેઓ કર્મચારીને કામ કરવાનો સંતોષ મળે, તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એવું વર્કપ્લેસ ઇચ્છે છે, જે તેમની સસ્ટેનેબિલિટીની અને લાંબા ગાળાનાં મૂલ્યનું સર્જન કરવાની કટિબદ્ધતા સૂચવે છે.
મેઘના વન સાથે અમે સિંગલ ઇન્ટિગ્રેટેડ ઇકોસિસ્ટમમાં બાયોફિલિક આર્કિટેક્ચર, IGBC ગોલ્ડ સર્ટિફિકેશન, વેલનેસ સુવિધાઓ અને સાનુકૂળ ઓફિસ ફૉર્મેટનો સમન્વય કર્યો છે. અમારું માનવું છે કે, વાગલે એસ્ટેટ કમર્શિયલ ડેસ્ટિનેશન તરીકે પરિવર્તનના તબક્કામાં છે, જેને માળખાગત સુવિધાના વિકાસ, મજબૂત કનેક્ટિવિટી અને
વ્યાવસાયિક પ્રવૃત્તિમાં વધારાનું પીઠબળ છે. જ્યારે મેઘના વનની ડિઝાઇન વ્યવસાયોની બદલાતી જરૂરિયાતોને પૂર્ણ કરવા ડિઝાઇન થઈ છે, ત્યારે આ પ્રોજેક્ટ થાણેની વાણિજ્યિક વૃદ્ધિના આગામી તબક્કામાં અર્થસભર પ્રદાન કરશે.“
17 માળ ધરાવતા મેઘના વન પ્રોજેક્ટની કલ્પના સંપૂર્ણ કમર્શિયલ ઇકોસિસ્ટમ તરીકે થઈ છે, જેમાં વેલનેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હોસ્પિટાલિટી અને રિટેલ સાથે ગ્રેડ-A ઓફિસ સ્પેસનો સમન્વય થયો છે. પ્રોજેક્ટ 569 ચોરસ ફીટથી 1,948 ચોરસ ફીટની રેન્જમાં ઓફિસ સ્પેસ ધરાવે છે, જે સ્ટાર્ટઅપ્સ, SMEs, વ્યાવસાયિકો અને લાર્જ કોર્પોરેટની જરૂરિયાતો પૂર્ણ કરશે. ઓફિસ ફોર્મેટમાં સિલેક્ટ ઓફિસ (650 ચોરસ ફીટ સુધી), ગ્રોથ ઓફિસ (650થી 800 ચોરસ ફીટ સુધી), પ્રીમિયર ઓફિસ (800થી 1,150 ચોરસ ફીટ સુધી) અને સિગ્નેચર ઓફિસ (1,150 ચોરસ ફીટથી વધારે) અને 10,500 ચોરસ ફીટનો ફૂલ ફ્લોર શામેલ છે, જે વ્યવસાયોને વિકાસની સાથે કામગીરી વધારવાની સુવિધા મળે છે.
ઓફિસ માળખામાં પાંચ પોડિયમ લેવલ 183+ આયોજિત કાર પાર્ક, સર્ફેસ પાર્કિંગ તથા અલગ વેહિક્યુલર અને સર્વિસ સર્ક્યુલેશન ધરાવે છે, જે સરળ સુલભતા અને કાર્યદક્ષતા સુનિશ્ચિત કરે છે.
બાયોફિલિક આર્કિટેક્ચર (પ્રાકૃતિક અને આધુનિક સુવિધાનો સમન્વય ધરાવતું)ના સિદ્ધાંત પર વિકસેલા મેઘના વનમાં લેન્ડસ્કેપ ટેરેસ, કુદરતી પ્રકાશ, પાણીની ખાસિયતો તથા સ્વસ્થ, કામગીરીનું વધારે ફળદાયક વાતાવરણ ઊભું કરવા ખુલ્લી જગ્યાઓ ધરાવે છે. પ્રોજેક્ટનું IGBC ગોલ્ડ સર્ટિફિકેશન મેઘના રિયલ્ટીની સતત વિકાસ અને પર્યાવરણને અનુકૂળ જવાબદાર નિર્માણ પ્રત્યેની કટિબદ્ધતા પર ભાર મૂકે છે.
આ પ્રોજેક્ટમાં જીવનશૈલી અને વેલનેસ સુવિધાનો સુભગ સમન્વય થયો છે, જેમાં લેન્ડસ્કેપ એન્ટ્રન્સ લોબી, તમામ ઓફિસ લેવલ પર ગ્રીન ટેરેસ, અલગ મનોરંજન ઝોન, જળાશયનો સુંદર નજારો ધરાવતું પ્રીમિયમ રેસ્ટોરાં તથા જીમ્નેશિયમ, સ્વિમિંગ પૂલ, પેડલ કોર્ટ, સ્ટીમ અને સૉના સુવિધાઓ ધરાવતું રુફટોપ વેલનેસ ઝોન શામેલ છે. અભ્યાસો દર્શાવે છે કે, ગ્રીન-સર્ટિફાઇડ કમર્શિયલ ડેવલપમેન્ટ ઊર્જા અને પાણીનો ઓછો વપરાશ ધરાવે છે, ઇન્ડોર પર્યાવરણલક્ષી ગુણવત્તા વધે છે અને લાંબા ગાળે એસેટનું મૂલ્ય વધતું જાય છે, તો પરંપરાગત ઓફિસ બિલ્ડિંગની સરખામણીમાં આમાં ભાડું વધારે હોય છે.
વાગલે એસ્ટેટના પ્રવેશ પર મોકાના સ્થાને સ્થિત મેઘના વન ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે સાતત્યપૂર્ણ જોડાણ ધરાવે છે, જે થાણે રેલવે સ્ટેશનથી અંદાજે 1.3 કિલોમીટરના અંતરે છે તથા આગામી મુંબઈ મેટ્રો લાઇન 4 અને 5 સાથે સારી રીતે જોડાયેલું છે. પ્રોજેક્ટ તમામ મહત્વપૂર્ણ વાણિજ્યિક કેન્દ્રોની સુવિધાજનક સુલભતા ધરાવે છે, જેમાં બાન્દ્રા-કુર્લા કોમ્પ્લેક્સ, લોઅર પરેલ, નવી મુંબઈ અને આગામી નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ શામેલ છે, જે એને વિસ્તારના સૌથી ઝડપથી વૃદ્ધિ કરતા વાણિજ્યિક સ્થાનો પૈકીના એકમાં પ્રીમિયમ ઓફિસ ઇચ્છતાં વ્યવસાયો માટે આકર્ષક બનાવે છે.


