• CDSCOની મંજૂરી નોન–સિરોટિક મેટાબોલિક ડીસફંક્શન–એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)થી પીડિત દર્દીઓની મહત્વપૂર્ણ સારવાર જરૂરિયાત પૂર્ણ કરે છે, જે સારવારના મર્યાદિત વિકલ્પો ધરાવતી સતત વધતી લીવરની બીમારી છે
• Poviztra®નું ઉત્પાદન નોવો નૉર્ડિસ્કની યુરોપિયન ઉત્પાદન સુવિધામાં થાય છે અને ત્યાંથી જ આયાત થાય છે. તેમાં ઇનોવેટર rDNA-origin સેમાગ્લુટાઇડ શામેલ છે
• પોતાની પેટાકંપની ઝુવેન્ટસ હેલ્થકેરના મજબૂત ગેસ્ટ્રોએન્ટેરોલોજી અને હેપેટોલોજી પોર્ટફોલિયો મારફતે એમ્ક્યૉર MASH વિશે જાગૃતિ, નિદાન અને સારવારમાં વધારો કરવામાં મદદરૂપ થશે
પૂણે, 21 જુલાઈ, 2026: એમ્ક્યૉર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે આજે જાહેરાત કરી હતી કે, ઇનોવેટર સેમાગ્લુટાઇડ (rDNA origin)ની એની કો-માર્કેટેડ બ્રાન્ડ Poviztra® હવે લીવર ફાઇબ્રોસિસની મધ્યમથી આગળ વધેલી બીમારી (F2-F3) ધરાવતા પુખ્તોમાં નોન–સિરોટિક મેટાબોલિક ડિસફંક્શન–એસોસિએટેડ સ્ટીટોહેપેટાઇટિસ (MASH)ની સારવાર માટે ઉપલબ્ધ થશે. અગાઉ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કન્ટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ ઇન્ડિકેશન માટે Wegovy®ની મંજૂરી આપી હતી.
આ મંજૂરી સાથે નોવો નાર્ડિસ્કમાંથી ઇનોવેટર મોલીક્યુલ ભારતમાં આ બીમારીની સારવાર માટે મંજૂર થનાર પ્રથમ અને એકમાત્ર GLP-1 રીસેપ્ટર એગોનિસ્ટ બની ગયું છે. એનાથી એમ્ક્યૉર અને એની પેટાકંપનીઓ Poviztra® મારફતે આ નવી સારવાર ઉપલબ્ધ કરાવી શકશે. એનાથી લીવરની ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓની ઇનોવેટર સેમાગ્લુટાઇડ સુધી પહોંચ વધશે, જેમની પાસે લાંબા ગાળાની સારવારના મર્યાદિત વિકલ્પો હતા.
જ્યારે લીવરમાં ફેટનો અતિ સંચય લાંબા ગાળા માટે સોજો, ફાઇબ્રોસિસ અને લીવરને સતત નુકસાન તરફ દોરી જાય છે, ત્યારે MASH થાય છે. મેદસ્વીપણા, ટાઇપ 2 ડાયાબીટિસ અને અન્ય મેટાબોલિક બીમારીઓ સાથે સંબંધિત આ રોગના ચિહ્નો શરૂઆતમાં દેખાતા ન હોવાથી સમયસર એનું નિદાન અને સારવાર શરૂ થાય એ અતિ જરૂરી છે.
આ મંજૂરીને ગ્લોબલ ફેસ III ESSENCE ટ્રાયલના પરિણામોનો ટેકો મળ્યો છે. આ પરીક્ષણમાં સેમાગ્લુટાઇડે 63 ટકા દર્દીઓમાં સ્ટીટોહીપેટાઇટિસની સારવાર કરવા અને 37 ટકા દર્દીઓમાં લીવર ફાઇબ્રોસિસમાં સુધારો કરવાની ક્ષમતા દર્શાવી છે. દર ત્રણમાંથી એક દર્દીમાં સ્ટીટોહીપેટાઇટિસની સારવાર કરવા અને લીવર ફાઇબ્રોસિસમાં સુધારો એમ બંને પરિણામો જોવા મળ્યાં છે. એના પરથી ખબર પડે છે કે, સેમાગ્લુટાઇડમાં મેટાબોલિક ફાયદા ઉપરાંત બીમારીના મૂળ કારણની સારવાર કરવાની ક્ષમતા પણ છે.
એમ્ક્યૉર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને મેનેજિંગ ડિરેક્ટર સતિશ મહેતાએ કહ્યું હતું : “MASH માટે મંજૂરી મળવી લીવરની ગંભીર અને ઘણી વાર નિદાન ન થતી બીમારીનો સામનો કરતા દર્દીઓ માટે મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. અમને ખુશી છે કે, અમે Poviztra® મારફતે આ જરૂરી નવી સારવાર ઉપલબ્ધ કરાવી રહ્યાં છીએ. એનાથી ભારતમાં દર્દીઓ સુધી દુનિયાભરમાં પ્રમાણિત અને નવા પ્રકારની સારવાર પહોંચાડવા અમારી કટિબદ્ધતા વધારે મજબૂત થાય છે. અમે હેલ્થકેર વ્યાવસાયિકો સાથે મળીને કામ કરવા આતુર છીએ, જેથી MASHથી પીડિત લોકો વચ્ચે જાગૃતિ વધારી શકાય, બીમારીનું ઝડપથી નિદાન થઈ શકે અને પુરાવા આધારિત સારવાર સુધી તેમની પહોંચ વધારી શકાય.“
Poviztra® ઇનોવેટર સેમાગ્લુટાઇટ (rDNA-origin) ધરાવે છે, જેણે મેદસ્વીપણાની સમસ્યાનો સામનો કરતી અને અન્ય બીમારીઓ (ઉદાહરણ તરીકે હાયપરટેન્શન, ડિસ્લિપિડેમિયા, ટાઇપ 2 ડાયાબીટિસ વગેરે) સાથે વધારે વજન ધરાવતી વ્યક્તિઓમાં લાંબા સમય સુધી વજનને નિયંત્રણમાં રાખવામાં પોતાની ભૂમિકા અગાઉ સાબિત કરી દીધી છે. Poviztra® અગાઉથી જ એ મેદસ્વી દર્દીઓ માટે મંજૂરી મળી ગઈ છે અને બજારમાં મૂકવામાં આવી છે, જેમને અગાઉ હૃદયની બીમારી છે અને તાજેતરમાં એને 12 વર્ષ અને એનાથી ઓછી વય ધરાવતા બાળકો અને કિશોરોમાં મેદસ્વીપણાની સારવાર માટે પણ મંજૂરી મળી છે. Poviztra® માટે MASH ઇન્ડિકેશનને શામેલ કરવાથી ઇનોવેટિવ અને વિજ્ઞાન પર આધારિત સારવાર મારફતે જટિલ મેટાબોલિક બીમારીઓનું સમાધાન કરવા અને દર્દીઓને લાંબા સમયમાં શ્રેષ્ઠ પરિણામો મેળવવા ડૉક્ટરોની મદદ કરવાની કંપનીની કટિબદ્ધતાને વધારે મજબૂત કરે છે.
