Thursday, July 30, 2026
HomeBusinessવેદાંતા પાવરનો કવાર્ટર 1 નાણાકીય વર્ષ 27માં આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો વધારો, મજબૂત ઓપરેશનલ...

વેદાંતા પાવરનો કવાર્ટર 1 નાણાકીય વર્ષ 27માં આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો વધારો, મજબૂત ઓપરેશનલ કામગીરીથી વિકાસને મળ્યો વેગ

Date:

Related stories

બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી...

Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની...

એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ...

એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. એકમાત્ર સદગુરુ જ...

ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

ગુરુપૂર્ણિમાની ઉજવણી: નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...
    • નાણાકીય વર્ષ 27 ના પ્રથમ કવાર્ટર દરમિયાન આવકમાં વર્ષ-દર-વર્ષ 31%નો વધારો થઈ રૂ. 2,607 કરોડ પહોંચી
    • વીજ વેચાણમાં વર્ષ-દર-વર્ષ 38%નો વધારો, મુખ્ય પ્લાન્ટોમાં વધેલા વીજ ઉત્પાદનને કારણે નોંધપાત્ર વૃદ્ધિ

    મુંબઈ, 29 જુલાઈ, 2026: વેદાંતા પાવર એ આજે 30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક ના પરિણામોની જાહેરાત કરી છે. કંપનીએ વીજ વેચાણમાં વર્ષ-દર-વર્ષ 38%નો વધારો કરીને 5,224 મિલિયન યુનિટ, આવકમાં 31%નો વધારો કરીને રૂ. 2,607 કરોડ તથા ઇબીઆઇટીડીએ રૂ. 291 કરોડ નોંધાવ્યો છે. આ પરિણામો કંપનીની મજબૂત ઓપરેશનલ કાર્યક્ષમતા, બજારમાં વધતી હાજરી અને ટકાઉ તથા જવાબદાર વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.

    કંપનીએ લાંબા ગાળાના અને મધ્યમ ગાળાના પાવર પરચેઝ એગ્રીમેન્ટ દ્વારા પોતાના વ્યવસાયને વધુ મજબૂત બનાવ્યો છે. હાલમાં કુલ વીજ વેચાણમાંથી 74% વીજ વેચાણ પંજાબ, ઓડિશા, તમિલનાડુ સાથેના 500 મેગાવોટના કરાર અને તાજેતરમાં કેરળ સાથે થયેલા 100 મેગાવોટના કરાર હેઠળ સુરક્ષિત છે.

    વેદાંતા પાવર ભારતની 4180 મેગાવોટ ક્ષમતા ધરાવતી પાંચમી સૌથી મોટી ખાનગી મર્ચન્ટ થર્મલ પાવર ઉત્પાદક કંપની છે. કંપની પંજાબમાં તલવંડી સાબો થર્મલ પ્લાન્ટ, આંધ્ર પ્રદેશમાં મીનાક્ષી એનર્જી લિમિટેડ, ઓડિશામાં ઝારસુગુડા ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્લાન્ટ અને છત્તીસગઢમાં શક્તિ થર્મલ પાવર પ્લાન્ટ સહિત ચાર વ્યૂહાત્મક રીતે સ્થિત પાવર પ્લાન્ટ્સનું સંચાલન કરે છે.કંપનીના તમામ પ્લાન્ટ્સને 85% લાંબા ગાળાના કોલસા લિંકેજ પ્રાપ્ત હોવાથી ઇંધણની સુરક્ષા, ખર્ચમાં સ્થિરતા અને ભૂરાજકીય પરિસ્થિતિઓથી સુરક્ષા સુનિશ્ચિત થાય છે.

    વેદાંતા પાવરની મીનાક્ષી એનર્જી લિમિટેડએ અત્યાર સુધીનું સર્વોચ્ચ ત્રિમાસિક ઇબીઆઇટીડીએ રૂ. 112 કરોડ (+20% ત્રિમાસિક ધોરણે) નોંધાવ્યું અને 1,350 મિલિયન યુનિટ વીજ વેચાણ (+16% ત્રિમાસિક ધોરણે) કર્યું. કંપની આયાતી કોલસાથી સંપૂર્ણપણે 100% સ્થાનિક કોલસા તરફ પરિવર્તન કરી રહી છે, જેના કારણે ભવિષ્યમાં વધુ સારા માર્જિન અને સ્થિર આવકની અપેક્ષા છે.

    તલવંડી સાબો થર્મલ પાવર પ્લાન્ટ (ટીએસટીપી) એ પણ ઉત્કૃષ્ટ કામગીરી નોંધાવી. પ્લાન્ટનો પ્લાન્ટ એવેલેબિલિટી ફેક્ટર (PAF) 77%થી વધીને 86% થયો. કંપનીએ રાખ (એશ) વેચાણમાં વર્ષ-દર-વર્ષ બે ગણાથી વધુ વૃદ્ધિ નોંધાવી તેમજ પંજાબમાં અત્યાર સુધીનું સર્વોચ્ચ લગભગ 8% બાયોમાસ કો-ફાયરિંગ હાંસલ કર્યું, જેના કારણે આશરે 1.37 લાખ ટન CO₂ ઉત્સર્જન ટાળવામાં સફળતા મળી.

    કંપનીએ આઈટીએમએસ (ઇન્ટીગ્રેટેડ ટ્રક મેનેજમેન્ટ સિસ્ટમ) અમલમાં મૂકીને ટ્રક ટર્નઅરાઉન્ડ સમયને 50% સુધી ઘટાડ્યો, જેના પરિણામે કામગીરીમાં કાર્યક્ષમતા અને પારદર્શિતામાં વધારો થયો.

    વેદાંતા પાવર લિમિટેડના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) રાજિન્દર સિંહ આહુજાએ જણાવ્યું હતું કે, “સ્વતંત્ર લિસ્ટેડ કંપની તરીકેનું અમારું પ્રથમ ત્રિમાસિક વેદાંતા પાવર માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે. મજબૂત આવક, વીજ વેચાણ, ઓપરેશનલ શ્રેષ્ઠતા, ઇંધણ સુરક્ષા, સુધરેલા ક્રેડિટ રેટિંગ્સ અને ટકાઉ વિકાસ પહેલો અમારા વ્યવસાયની મજબૂતાઈ અને ભવિષ્ય માટેની તૈયારી દર્શાવે છે. શક્તિ પ્લાન્ટના આશરે 600 મેગાવોટના યુનિટ-2નું કામ પણ સમયસર આગળ વધી રહ્યું છે અને આ નાણાકીય વર્ષના અંત સુધી તેના કમિશનિંગની અપેક્ષા છે. ભારતની વધતી ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમે વિશ્વસનીય, કાર્યક્ષમ અને ટકાઉ વીજ પુરવઠો પૂરો પાડવા તથા તમામ હિતધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જવા પ્રતિબદ્ધ છીએ.”

    વેદાંતા પાવરે ટકાઉ વિકાસ ક્ષેત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી છે. કંપનીએ મીનાક્ષી એનર્જી લિમિટેડ ખાતે 100% ક્ષારયુક્ત (Saline) પાણીનો ઉપયોગ, અત્યાર સુધીમાં પોતાના વિવિધ પ્લાન્ટ્સ ખાતે 8.76 લાખ વૃક્ષોનું વાવેતર, વર્ષ-દર-વર્ષ 17% તાજા પાણીના વપરાશમાં ઘટાડો, 86% રાખ (એશ)નો ઉપયોગ તથા રાખના વેચાણથી રૂ. 10 કરોડની આવક નોંધાવી છે.કંપનીએ ચાર રાજ્યોમાં 3.3 લાખથી વધુ લોકોના જીવન પર સકારાત્મક અસર ઊભી કરી છે અને સ્થાનિક રોજગારને પ્રોત્સાહન આપતા 60% સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડી વધુ સમાનતાપૂર્ણ કાર્યસ્થળ નિર્માણ કર્યું છે.

    બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

    ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી...

    Vi ફાઉન્ડેશન અને એરિકસ્સને રોબોટ્ત્સવ શરૂ કર્યો : વર્ગખંડની...

    એરિકસ્સન સાથે ભાગીદારીમાં રોબોટિક્સ લેબ પ્રોગ્રામ એના ડિજિટલ પ્લેટફોર્મ...

    એકમાત્ર સદગુરુ જ અભય પદનું દાન કરનારા છે! સ્વયં...

    સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. એકમાત્ર સદગુરુ જ...

    ટીચ ફોર ઈન્ડિયા સમથિંગ બિગરમાટે દ્વાર ખોલે છે

    ટીચ ફોર ઈન્ડિયા 2027 ફેલોશિપ માટે અરજીઓ 1 ઓગસ્ટ,...

    ગુરુપૂર્ણિમાની ઉજવણી: નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ

    અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

    Subscribe

    - Never miss a story with notifications

    - Gain full access to our premium content

    - Browse free from up to 5 devices at once

    Latest stories

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here