Tuesday, October 6, 2026
HomeBusinessબ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

બ્યૂટી ગેરેજ લિમિટેડે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ભારતમાં જ વિકસેલી પ્રીમિયમ અને સલૂન-ગ્રેડ હેરકેર કંપની બ્યૂટી ગેરેજ લિમિટેડે (બીજીએલ) આઈપીઓ દ્વારા ભંડોળ એકત્ર કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સમક્ષ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે.

કંપની ભારતભરના લક્ઝરી અને પ્રીમિયમ કેટેગરીના સલૂન, બ્યૂટી પ્રોફેશનલ્સ તેમજ રિટેલ ગ્રાહકો માટે અદ્યતન હેર ટ્રીટમેન્ટ અને હેર મેઇન્ટેનન્સ સોલ્યુશન્સ પૂરા પાડે છે. પોતાના સલૂન નેટવર્ક દ્વારા કંપનીએ દેશના 272 શહેરોમાં હાજરી ઊભી કરી છે અને તેની ડિસ્ટ્રીબ્યુશન ચેનલ મારફતે 13,044થી વધુ સલૂન સુધી પહોંચ બનાવી છે.

ડીઆરએચપી મુજબ, પ્રસ્તાવિત આઈપીઓમાં રૂ. 1,250 મિલિયન (રૂ. 125 કરોડ) સુધીના ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂ અને પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ જીગર બાબુભાઈ રાવરિયા અને મહેશ બાબુભાઈ રાવરિયા દ્વારા કુલ 78,36,000 જેટલા ઇક્વિટી શેરની વેચાણ માટેની ઓફર (ઓએફએસ) નો સમાવેશ થાય છે.

કંપની પાસે વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સનો વ્યાપક પોર્ટફોલિયો છે અને તે ઇન-હાઉસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (“R&D”), ઉત્પાદન, ડિઝાઇનિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ જેવી ક્ષમતાઓ સાથે એક સંકલિત બ્રાન્ડ તરીકે કાર્ય કરે છે. બીજીએલના એસકેયુ સલૂનમાં ઉપયોગ માટેની ટ્રીટમેન્ટ તેમજ ગ્રાહકો દ્વારા સારવાર બાદ ઘરે ઉપયોગ કરી શકાય તેવી પ્રોડક્ટ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. કંપની શેમ્પૂ, કન્ડિશનર, સ્ટાઇલિંગ પ્રોડક્ટ્સ, સ્કાલ્પ કેર સોલ્યુશન્સ અને હેર ટ્રીટમેન્ટ પ્રોડક્ટ્સ સહિતની મુખ્ય કેટેગરીમાં પ્રોડક્ટ્સ ઓફર કરે છે. ડીઆરએચપી દાખલ થયેલી તારીખ સુધીમાં કંપની પાસે 133 પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે અને તેના એસકેયુની સરેરાશ વેચાણ કિંમત રૂ. 2,951 છે.

કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ વસઈ (મુંબઈ) ખાતે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી સ્થાપવા તેમજ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાની દરખાસ્ત કરે છે.

આ ઇશ્યૂ માટે સિસ્ટમેટિક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે બિગશેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના રજિસ્ટ્રાર છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here