
અમદાવાદ, 31 જુલાઈ, 2026: ICICI પ્રુડેન્શિયલ આઈપ્રોટેક્ટ સ્માર્ટ હવે 10 વર્ષના જીવન વીમા કવચ વિકલ્પ સાથે આવે છે. આ પ્લાન એવા ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યો છે, જેમની પાસે હોમ લોન, બાળકોના શિક્ષણના ઉદ્દેશ્ય અને વ્યવસાય લોન જેવી નિર્ધારિત નાણાકીય જવાબદારીઓ છે. આમ, આ પ્લાન ગ્રાહકોને તેમના જીવનના તે તબક્કા દરમિયાન જ્યારે તેમની નાણાકીય જવાબદારીઓ સૌથી વધુ હોય છે ત્યારે ઓછા પ્રીમિયમ પર ઉચ્ચ જીવન વીમા કવચ પસંદ કરવા સક્ષમ બનાવે છે.
ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના ડિસ્ટ્રિબ્યુશન ચીફ શ્રી ભરત ગુંતીએ જણાવ્યું હતું કે, “ગ્રાહકોની નાણાકીય સુરક્ષા પ્રત્યેની અપેક્ષાઓ તેમના જીવનના ધ્યેયો સાથે સતત વિકસતી રહે છે. ICICI પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ ખાતે, અમારું ધ્યાન ગ્રાહકોને તેમની નાણાકીય સફરના વિવિધ તબક્કામાં સૌથી મહત્વપૂર્ણ બાબતોનું રક્ષણ કરવામાં મદદ કરવાનું છે. ICICI પ્રુ આઇપ્રોટેક્ટ સ્માર્ટ પ્લસ 10-વર્ષની પોલિસી ટર્મ સાથે અમારા સુરક્ષા પોર્ટફોલિયોને વિસ્તૃત કરીને આ ગ્રાહક-પ્રથમ અભિગમને પ્રતિબિંબિત કરે છે, જે અર્થપૂર્ણ નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે તૈયાર કરવામાં આવેલા ફીચર્ચ સાથે પરવડી શકે તેવી ક્ષમતાને જોડે છે.
ICICI પ્રુ આઈપ્રોટેક્ટ સ્માર્ટ પ્લસ સાથે, ગ્રાહકોને અતિ ગંભીર બીમારીના નિદાનના તબક્કે 100% વીમાની રકમ મળે છે. નોંધનીય છે કે, આ પ્લાન નિશ્ચિત પ્રીમિયમ સાથે ‘ક્રિટિકલ ઇલનેસ’ કવરનો વિકલ્પ પ્રદાન કરે છે, જેમાં પ્રીમિયમ દર વર્ષે વધતું નથી. આ પ્લાનમાં રૂપિયા 67,100/- સુધીની મફત આરોગ્ય અને સુખાકારી સેવાઓનો પણ સમાવેશ થાય છે, ગ્રાહકોને રૂપિયા 3 લાખના તાત્કાલિક દાવાની ચૂકવણી કરવામાં આવે છે.
ઈન્ડસ્ટ્રીમાં અગ્રણી 99.3%ના ક્લેઈમ સેટલમેન્ટર રેશિયો અને નાણાકીય વર્ષ 2027ના પ્રથમ ક્વાર્ટરમાં સરેરાશ 1 દિવસમાં દાવાની પતાવટના સમય સાથે, અમે હંમેશા જ્યારે પણ અમારી સૌથી વધુ જરૂર હોય ત્યારે ગ્રાહકો અને તેમના પરિવારોની સાથે છીએ.
નાણાકીય વર્ષ 2027ના પહેલા ક્વાર્ટર દરમિયાન, કંપનીએ રૂપિયા 1,306 કરોડના મૃત્યુને લગતા દાવાની પતાવટ કરી હતી અને મેચ્યોરિટી અને સર્વાઈવલના લાભ તરીકે રૂપિયા 3,360 કરોડની ચૂકવણી કરી, જે ICICI પ્રુડેન્શિયલ લાઇફના તેના પોલિસીધારકોને સમયસર નાણાકીય સુરક્ષા અને માનસિક શાંતિ પૂરી પાડવા પર સતત ધ્યાન કેન્દ્રિત કરવાના વલણને દર્શાવે છે. વધુમાં, નાણાકીય વર્ષ 2026માં, કંપનીએ 5,149 કરોડ રૂપિયાના મૃત્યુને લગતા દાવાની પતાવટ કરી અને મેચ્યોરિટી અને સર્વાઈવલના લાભ તરીકે રૂપિયા 15,363 કરોડની ચૂકવણી કરી હતી.
