Tuesday, October 6, 2026
HomeBusinessકેસ ઇન્ડિયાએ પિથમપુર ખાતે મેન્યુફેક્ચરિંગ કામગીરીના નેતૃત્વ માટે સચિન તારેની નિમણૂંક કરી

કેસ ઇન્ડિયાએ પિથમપુર ખાતે મેન્યુફેક્ચરિંગ કામગીરીના નેતૃત્વ માટે સચિન તારેની નિમણૂંક કરી

Date:

Related stories

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

ઇન્દોર, 31 જુલાઇ, 2026: સીએચએનની બ્રાન્ડ કેસ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટે મધ્ય પ્રદેશમાં ઇન્દોર પાસે કંપનીના પિથમપુર એકમની ઉત્પાદન કામગીરીનું નેતૃત્વ કરવા માટે સચિન તારેની ડાયરેક્ટર – મેન્યુફેક્ચરિંગ તરીકે નિમણૂંક કરી છે. આ નવી ભૂમિકામાં તેઓ સંચાલકીય કાર્યક્ષમતા, ગુણવત્તા અને ઉત્પાદકતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ભારત અને આંતરરાષ્ટ્રીય માર્કેટ્સમાં કેસની સતત વૃદ્ધિને સપોર્ટ કરશે.

તારે એન્જિનિયરિંગ અને ઓટોમોટિવ ક્ષેત્રોમાં ઉત્પાદન, સપ્લાય ચેઇન, ઓપરેશન્સ અને બિઝનેસ ટ્રાન્સફોર્મેશનમાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. તેમણે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે લગભગ ત્રણ દાયકા કામ કર્યું છે. બિરલાન્યુ લિમિટેડ (અગાઉ એચઆઇએલ લિમિટેડ)માં આસિસ્ટન્ડ વાઇસ પ્રેસિડેન્ટ – ઓપરેશન્સ તરીકે જોડાતા પહેલાં તેઓ પ્રોક્યોરમેન્ટ, સપ્લાય ચેઇન, લોજિસ્ટિક્સ અને મેન્યુફેક્ચરિંગમાં નેતૃત્વની ભૂમિકાઓ ભજવી હતી. કારકિર્દી દરમિયાન તેમણે ક્ષમતા વિસ્તરણ, ઓપરેશનલ ટ્રાન્સફોર્મેશન, ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સ અને ન્યુ પ્રોડક્ટ ઇન્ડસ્ટ્રિયલાઇઝેશન સહિત મોટા પાયે ઉત્પાદન પહેલનું નેતૃત્વ કર્યું છે. પિથમપુરમાં અદ્યતન ઉત્પાદન સુવિધા ત્રણ દાયકાથી વધુ સમયથી કેસની ભારત સફરના કેન્દ્રમાં રહી છે. તે એશિયા પેસિફિક રિજનમાં કંપનીના ઉત્પાદન કેન્દ્ર તરીકે સેવા આપે છે, જે 100 થી વધુ દેશોમાં સ્થાનિક અને નિકાસ બજારો માટે ભારતમાં બનાવેલા કન્સ્ટ્રક્શન ઇક્વિપેન્ટનું ઉત્પાદન કરે છે.

આ નિમણૂંક અંગે કેસ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટના ડિરેક્ટર – મેન્યુફેક્ચરિંગ સચિન તારેએ કહ્યું હતું કે, “ભારતની કનસ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ ઇન્ડસ્ટ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર-આધારિત મજબૂત વૃદ્ધિ કરી રહી છે તેવા સમયે હું કેસ કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં જોડાતા ઉત્સાહિત છું. કેસ ઇન્ડિયા એન્જિનિયરિંગ ઉત્કૃષ્ટતાનો મજબૂત વારસો ધરાવે છે અને વર્ષોથી ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે. હું ભારત અને વિશ્વ માટે ભારતમાં એન્જિનિયર કરાયેલા અત્યાધુનિક ઉપકરણો પહોંચાડવા માટે ટીમ સાથે મળીને કામ કરવા ઉત્સુક છું તેમજ અમારી તમામ કામગીરીમાં ઉત્પાદન શ્રેષ્ઠતાને આગળ ધપાવીશું. ભેગા મળીને અમે આ વારસાને આગળ વધારીશું તથા વૈશ્વિક ઉત્પાદન હબ તરીકે ભારતની ભૂમિકાને મજબૂત બનાવતી વખતે કેસના સતત વિકાસમાં યોગદાન આપીશું.”

વર્ષ 1842થી કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટમાં વિશ્વભરમાં અગ્રણી કેસ વર્ષ 1989 થી ભારતમાં ઉપસ્થિતિ ધરાવે છે. કંપનીએ વાઇબ્રેટરી કોમ્પેક્ટર સેગમેન્ટમાં સતત નેતૃત્વ જાળવી રાખ્યું છે, જ્યારે કે સતત પ્રોડક્ટ ઇનોવેશન અને ગ્રાહક-કેન્દ્રિત સોલ્યુશન્સ દ્વારા બેકહો લોડર બજારમાં તેની સ્થિતિને સતત મજબૂત બનાવી છે. તેની પિથમપરુ એકમમાં ઉત્પાદિત કેસના મેડ-ઇન-ઇન્ડિયા સાધનો સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં સેવા આપે છે, જે કંપનીની વૈશ્વિક ઉત્પાદન વ્યૂહરચનામાં ભારતની ભૂમિકાને મજબૂત બનાવે છે. જેમ જેમ કેસ દેશમાં તેની હાજરીને વિસ્તૃત કરવાનું ચાલુ રાખે છે, તેમ તેમ તે દાયકાઓના ગ્રાહકોના વિશ્વાસ દ્વારા સમર્થિત વિશ્વસનીય, ઉચ્ચ-પ્રદર્શન સાધનો પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે – જે ‘CASE કા ભરોસા’ ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ અમદાવાદ દ્વારા બ્રેસ્ટ કેન્સર સર્વાઇવર્સની હિંમતની ઉજવણી

અમદાવાદ, 3 ઑક્ટોબર 2026: સ્ટર્લિંગ હૉસ્પિટલ્સ, અમદાવાદ દ્વારા શુક્રવારે...

પુરુષાર્થ, પ્રાર્થના અને છેવટે પ્રતીક્ષાથી પરિણામ પ્રગટ થશે જ...

લોકભારતી સણોસરામાં પ્રાર્થનાસભામાં અપાયો ચિંતન સંદેશો લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરામાં પ્રાર્થનાસભામાં...

ગોલ્ડ ચેઇન્સ એન્ડ જ્વેલરી ઉત્પાદક રોયલ ચેઇન લિમિટેડે રૂ....

ભારતમાં સ્થાપિત ઉત્પાદન ક્ષમતા (30 જૂન, 2026 સુધીમાં, સ્રોતઃ...

360 ONE ને ‘ધ કલેક્ટર્સ ગાઇડ’ રજૂ કરી: ભારતની...

પ્રથમ 360 વન કલેક્ટર્સ ગાઇડ 2026માં ભારતીય કળાના ક્ષેત્રના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here