લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf
ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી શેરની ફાળવણી કરી છે અને કંપનીના રૂ. 2 પ્રતિ શેરની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર દીઠ રૂ. 871 (જેમાં ઇક્વિટી શેર દીઠ રૂ. 869નું શેર પ્રિમિયમ સમાવિષ્ટ છે) ના અપર પ્રાઇઝ બેન્ડ પર કંપનીના સૂચિત આઈપીઓ પહેલાં રૂ. 918.27 કરોડ એકત્રિત કર્યા છે.
એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવેલા કુલ 1,05,42,657 ઇક્વિટી શેરમાંથી 64,59,984 ઇક્વિટી શેર એટલે કે એન્કર ઇન્વેસ્ટર્સને કરવામાં આવેલી કુલ ફાળવણીના 61.27 ટકા હિસ્સો, કુલ 46 સ્કીમ્સ મારફતે 8 સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવવામાં આવ્યો છે.
9,21,895 ઇક્વિટી શેર એટલે કે એન્કર ઇન્વેસ્ટર્સને કરવામાં આવેલી કુલ ફાળવણીનો 8.74 ટકા હિસ્સો, જીવન વીમા કંપનીઓ અને પેન્શન ફંડ્સને ફાળવવામાં આવ્યો છે.
એન્કર બુકમાં વિવિધ અગ્રણી રોકાણકારોએ ભાગ લીધો હતો. તેમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ, બ્લેકરૉક, વ્હાઇટઑક, અબુ ધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ, મિરે, નિપ્પોન ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, ગવર્નમેન્ટ પેન્શન ફંડ, પિક્ટેટ, અમુંડી ફંડ્સ, આલિયાન્ઝ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ, ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડ, કેનેરા રોબેકો મ્યુચ્યુઅલ ફંડ, યુટીઆઈ મ્યુચ્યુઅલ ફંડ, પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ, એચએસબીસી મ્યુચ્યુઅલ ફંડ, સુંદરમ મ્યુચ્યુઅલ ફંડ, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સ, એક્સિસ મેક્સ લાઇફ ઇન્શ્યોરન્સ, મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફંડ, બંધન મ્યુચ્યુઅલ ફંડ, એડલવાઇઝ મ્યુચ્યુઅલ ફંડ અને 3P ઈન્ડિયા ઇક્વિટી ફંડ સહિતના અગ્રણી રોકાણકારોનો સમાવેશ થાય છે.
ધૂત ટ્રાન્સમિશન લિમિટેડ રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા તેના ઇક્વિટી શેરનો આઈપીઓ સોમવાર, 10 ઓગસ્ટ, 2026ના રોજ ખોલવાનો પ્રસ્તાવ ધરાવે છે. બિડ/ઓફર માટેની અંતિમ તારીખ બુધવાર, 12 ઓગસ્ટ, 2026 રહેશે.
