Friday, September 25, 2026
HomeBusinessપ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ પીએનસી ઈન્ફ્રાટેક લિ.

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ પીએનસી ઈન્ફ્રાટેક લિ.

Date:

Related stories

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, કંપની તેના દરેક પ્રોજેક્ટ્સના નિર્માણ, સંચાલન તથા જાળવણીમાં હંમેશા સલામતી અને શ્રેષ્ઠ ગુણવત્તાને કેન્દ્રમાં રાખીને જ કામ કરે છે.

કંપનીએ વધુમાં જણાવ્યું છે કે, તે આ વિષય સાથે જોડાયેલી કોઈપણ બાબતને ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લે છે. કંપનીના જણાવ્યાં અનુસાર, “અમે વર્ષોથી દેશભરમાં હાઇવે અને અન્ય માળખાકીય સુવિધાઓનું નિર્માણ તથા સંચાલન કરી રહ્યાં છીએ અને નિર્ધારિત ધોરણો મુજબ ડિલિવરી આપવાનો અમારો સફળ ટ્રેક રેકોર્ડ રહ્યો છે.”

પીએનસી ઈન્ફ્રાટેકે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) દ્વારા કંપનીને ‘બ્લેકલિસ્ટ’ કરવામાં આવી નથી કે ‘નોન-પરફોર્મર’ જાહેર કરાઈ નથી.
કાનપુર-લખનૌ એક્સપ્રેસવે પ્રોજેક્ટ સંદર્ભે એનએચએઆઈના પત્ર અને મીડિયામાં વહેતા થયેલાં કેટલાંક અહેવાલો પગલે કંપનીએ આ સ્પષ્ટતા કરી છે.

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડની પેટાકંપની ‘અવધ એક્સપ્રેસવે પ્રાઇવેટ લિમિટેડ’ (જે આ પ્રોજેક્ટનો પરવાનો ધરાવે છે) ને ઉત્તર પ્રદેશમાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ પર આધારિત ‘કાનપુર-લખનૌ એક્સપ્રેસવે પ્રોજેક્ટ – પેકેજ 2’ના બાંધકામ માટે ફાઇનલ કમ્પ્લીશન સર્ટિફિકેટ મળી ગયું છે. આ પ્રોજેક્ટ 6-લેનનો છે, જેને ભવિષ્યમાં 8-લેન સુધી લંબાવી શકાય છે.

કંપનીના જણાવ્યા મુજબ, તાજેતરમાં થયેલા સતત અને મુશળધાર વરસાદને કારણે પ્રોજેક્ટના કેટલાક ચોક્કસ ભાગોની સ્થિતિ પર અસર પડી છે. વરસાદને લીધે રસ્તાના અમુક મર્યાદિત અને છૂટાછવાયા વિસ્તારોમાં નુકસાન જોવા મળ્યું છે.

કંપનીએ વધુમાં ઉમેર્યું હતું કે, નિયમિત જાળવણીની જવાબદારીના ભાગરૂપે પરવાનેદારે તાત્કાલિક પગલાં લીધાં છે અને નુકસાન પામેલા મોટાભાગના વિસ્તારોનું સમારકામ પૂરું કરી દીધું છે. જ્યારે બાકીના થોડાક ભાગોમાં પણ રિપેરિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.”

સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ, નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદના 15 વર્ષ સુધી રસ્તાઓની જાળવણી કરવાની જવાબદારી હેઠળ પરવાનેદારે હાલમાં ચાલી રહેલા તમામ સમારકામ ખર્ચનું બજેટ પહેલેથી જ ફાળવી દીધું છે.

આ બાબતથી કંપનીની કામગીરી અથવા તેના અન્ય પ્રોજેક્ટ્સના અમલીકરણ પર કોઈ નકારાત્મક અસર પડી નથી. કંપની નવા પ્રોજેક્ટ્સની બોલીઓમાં અગાઉની જેમ જ ભાગ લઈ શકશે તેમ કંપનીએ સ્પષ્ટ કર્યું છે.

કલરપ્લસની આઇકોનિક સફરમાં આગામી તબક્કા માટે પ્રસિદ્ધ અભિનેતા અભય...

લાઇવ ધ પૉઝ આધુનિક કેઝ્યુઅલ ડ્રેસિંગ વિશે કલરપ્લસના ખાસ...

સહજ ભવ્યતા: રજૂ છે ક્લાસિક 350 સિગ્નેચર વ્હાઇટ એડિશન

ભારત: મિડ-સાઇઝ મોટરસાઇકલ સેગમેન્ટ (250સીસી –750સીસી) માં વૈશ્વિક સ્તરે...

વનપ્લસ N6 લાઇટ ભારતમા લૉન્ચ, 7,000mAh બેટરી, 120Hz ડિસ્પ્લે...

India: ગ્લોબલ ટેકનોલોજી બ્રાન્ડ વનપ્લસ (OnePlus) એ આજે વનપ્લસ...

સોનલ ચૌહાણની હાજરીમાં અમદાવાદમાં ‘ટીરા’નું ભવ્ય આગમન; પેલેડિયમ અમદાવાદ...

અમદાવાદ, 21 સપ્ટેમ્બર 2026: ગુજરાતના ઝડપથી વિકસતા લક્ઝરી રિટેલ અને...

એલિવેટ કેમ્પસીસ લિમિટેડનો રૂ. 2,100 કરોડનો આઈપીઓ બુધવાર, 23...

• શેરદીઠ રૂ. 343થી રૂ. 362નો પ્રાઇઝ બેન્ડ નક્કી...

ટાટા કેમિકલ્સ મીઠાપુરને 21મી સીઆઈઆઈ નેશનલ સિક્સ સિગ્મા સ્પર્ધામાં...

બે લીન સિક્સ સિગ્મા બ્લેક બેલ્ટ પ્રોજેક્ટ્સને સર્વોચ્ચ શ્રેણીની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here