Saturday, August 8, 2026
HomeBusinessબીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ સહાય કાર્યક્રમથી એક...

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ સહાય કાર્યક્રમથી એક લાખથી વધુ લોકોને લાભ

Date:

Related stories

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના એક બીસી જિંદાલ ગ્રૂપની સીએસઆર શાખા બીસી જિંદાલ ફાઉન્ડેશને જણાવ્યું છે કે તેના પોષણ સહાય કાર્યક્રમથી ચાર રાજ્યોના 10 જિલ્લાઓમાં એક લાખથી વધુ વંચિત લોકોને સીધો લાભ મળ્યો છે. રૂ. 30 કરોડની કુલ પ્રતિબદ્ધતા સાથે આ કાર્યક્રમ મોટા પાયે હાથ ધરવામાં આવેલી પહેલ છે, જે ફાઉન્ડેશનના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિસ્તારોમાં વંચિત સમુદાયોને પૌષ્ટિક અને તાજું રાંધેલું ભોજન પૂરું પાડે છે.

બીસી જિંદાલ ગ્રૂપના પ્રમોટર શ્યામ સુંદર જિંદાલના નેતૃત્વ હેઠળ ગ્રૂપે તેની ફાઉન્ડેશનની આ પહેલ મારફતે વિવિધ વયજૂથના આર્થિક રીતે નબળા અને સંવેદનશીલ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. નાણાંકીય વર્ષ 2026 દરમિયાન ફાઉન્ડેશને આ પહેલ માટે આશરે રૂ. 6 કરોડ ફાળવ્યા હતા અને દરરોજ 8,500થી વધુ લોકોને 25 લાખથી વધુ ભોજનનું વિતરણ કર્યું હતું. નાણાંકીય વર્ષ 2027માં બીસી જિંદાલ ગ્રૂપ આ પહેલ માટે આશરે રૂ. 7 કરોડ વધુ ફાળવવાની યોજના ધરાવે છે, જેના દ્વારા 28 લાખથી વધુ ભોજન પૂરાં પાડવામાં આવશે અને દરરોજ 9,000થી વધુ લોકોને લાભ મળશે.

બીસી જિંદાલ ગ્રૂપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ વંચિત સમુદાયોને નિયમિતપણે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ખોરાક અને પોષણની સુરક્ષામાં સુધારો કરવાનો છે. આ સાથે ભૂખ અને કુપોષણ ઘટાડવા તેમજ વંચિત લોકોને સન્માનપૂર્વક ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવાનો પણ અમારો પ્રયાસ છે. શરૂઆતમાં ખોરાકની અછતની સમસ્યાનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવેલો આ કાર્યક્રમ હવે એક સતત અને સન્માનજનક પ્રતિબદ્ધતામાં ફેરવાયો છે, જેથી કોઈ બાળક, કોઈ વૃદ્ધ કે રસ્તા પર રહેતી કોઈ વ્યક્તિ ભૂખ્યા પેટે ઊંઘવા ન જાય.”

આજે બીસી જિંદાલ ફાઉન્ડેશન (બીસીજેએફ) આ પહેલ મારફતે એક વ્યાપક સામાજિક પડકારનો સામનો કરી રહ્યું છે. સ્થાનિક એનજીઓ સાથે મળીને કામ કરતાં ફાઉન્ડેશન દિલ્હી-એનસીઆર, નાશિક, ગુરુગ્રામ અને કોલકાતામાં હજારો લોકો માટે જીવનદાયી સહારો બની રહ્યું છે. આ અભિગમ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક-2 (ભૂખમુક્ત વિશ્વ) સાથે સીધી રીતે જોડાયેલો છે અને તેનો મુખ્ય હેતુ ખોરાકની અછતની સમસ્યાનો સામનો કરવાનો છે.

બીસીજેએફનો કાર્યક્રમ સૌથી વધુ સંવેદનશીલ વર્ગો માટે દરરોજ પૌષ્ટિક અને સંતુલિત ભોજન પહોંચાડવા પર કેન્દ્રિત છે. તેમાં આશ્રયગૃહો અને ખુલ્લી શાળાઓમાં રહેતાં બાળકો, અત્યંત મર્યાદિત સાધનો સાથે જીવન જીવતાં પરિવારો, વૃદ્ધાશ્રમોમાં રહેતા લોકો તેમજ રસ્તા પર રાત વિતાવતા લોકોનો સમાવેશ થાય છે. આ સમુદાયોમાં ઊંડે સુધી જોડાયેલા ભાગીદાર એનજીઓ જરૂરિયાતમંદ લોકોને ઓળખે છે, ભોજન વિતરણનું સંચાલન કરે છે અને સ્થાનિક લોકોની પસંદ તથા પોષણની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભોજનના મેનુમાં જરૂરી ફેરફાર કરે છે. મોટા થઈ રહેલા બાળકો તેમજ પુખ્ત વયના લોકોની જરૂરિયાતને અનુરૂપ પ્રોટીન, શાકભાજી અને જરૂરી કેલરીનું યોગ્ય સંયોજન કરીને ભોજન તૈયાર કરવામાં આવે છે. આ ઉપરાંત, કાર્યક્રમના સ્વયંસેવકો યોગ્ય પેકેજિંગ અને સમયબદ્ધ વિતરણ માર્ગો સુનિશ્ચિત કરે છે, જેથી ગરમ ભોજન સુરક્ષિત રીતે લાભાર્થીઓ સુધી પહોંચી શકે.

આ પ્રોજેક્ટે નોંધપાત્ર પરિણામો હાંસલ કર્યા છે, જે સોશિયલ ઓડિટ સ્ટાન્ડર્ડ (એસએએસ-100)ના માપદંડોને અનુરૂપ કરવામાં આવેલા સ્વતંત્ર અસર મૂલ્યાંકનમાં પણ જોવા મળ્યાં છે. આ મૂલ્યાંકનનો મુખ્ય ઉદ્દેશ ભૂખ, ગરીબી, કુપોષણ અને અસમાનતાને દૂર કરવા પર કેન્દ્રિત હતો. મૂલ્યાંકનમાં જાણવા મળ્યું કે સરેરાશ 72 ટકા લાભાર્થીઓએ આ પહેલને 5માંથી 5નું રેટિંગ આપ્યું હતું, જ્યારે 25 ટકા લાભાર્થીઓએ તેને 5માંથી 4નું રેટિંગ આપ્યું હતું. આથી ભોજનની ગુણવત્તા, જથ્થો, ઉપલબ્ધતા, સ્વચ્છતા, તાપમાન અને સ્વાદ અંગે લાભાર્થીઓમાં ઊંચો સંતોષ હોવાનું સ્પષ્ટ થયું છે.

પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, “આ પહેલ બીસી જિંદાલ ગ્રૂપની સર્વસમાવેશક વિકાસ, સમુદાયના સશક્તિકરણ અને સામાજિક સમાનતા પ્રત્યેની લાંબા સમયથી ચાલી આવતી પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. વધુ સમાન અને પ્રગતિશીલ સમાજના નિર્માણમાં આ પહેલ નોંધપાત્ર યોગદાન આપી રહી છે.”

બીસી જિંદાલ ગ્રૂપે નાણાંકીય વર્ષ 2027 દરમિયાન સમગ્ર ભારતમાં વિવિધ સીએસઆર પ્રોજેક્ટ્સ માટે કુલ રૂ. 43 કરોડના રોકાણની યોજના બનાવી છે. આ અંતર્ગત ફાઉન્ડેશન તેની ચાલી રહેલી પહેલના વિસ્તરણ તેમજ તેના સીએસઆર કાર્યક્રમ હેઠળ નવા પ્રોજેક્ટ્સ શરૂ કરીને હેલ્થકેર, કૌશલ્ય વિકાસ, પ્રાણી કલ્યાણ અને પોષણમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ગ્રૂપ દિલ્હી, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં તેની સીએસઆર પ્રવૃત્તિઓને વધુ વિસ્તૃત અને સઘન બનાવવાની યોજના ધરાવે છે.

શ્રી બીસી જિંદાલ દ્વારા 1952માં સ્થાપિત બીસી જિંદાલ ગ્રૂપ, બીસી જિંદાલ ગ્રૂપના પ્રમોટર શ્યામ સુંદર જિંદાલના નેતૃત્વ હેઠળ કાર્યરત ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંનો એક છે. ગ્રૂપ વિવિધ પ્રકારના વ્યવસાયોમાં સક્રિય છે, જેમાં પેકેજિંગ ફિલ્મ્સ, ઊર્જા અને સ્ટીલ પ્રોડક્ટ્સનો સમાવેશ થાય છે.

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

2027માં થિયેટરમાં આવશે YRFની પ્રથમ હોરર ફિલ્મ, વરુણ ધવન...

YRFની પ્રથમ હોરર ફિલ્મમાં વરુણ ધવન લીડ તરીકે જોડાયાપ્રથમ...

સેમસંગ ભારતની એઆઈ પ્રતિભા પાઇપલાઇનના નિર્માણમાં મદદ કરવા સેમસંગ...

7 ઓગસ્ટ, 2026: સેમસંગ ઇન્ડિયા એ સેમસંગ ઇનોવેશન કેમ્પસ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here