
સંસ્થાઓ જ્યાં છે ત્યાંથી તેમના ‘નોર્થ સ્ટાર’ લક્ષ્ય સુધી પહોંચવા વચ્ચેનું અંતર દૂર કરવા ‘ઝીરો ફ્રિક્શન એન્ટરપ્રાઇઝ’ રજૂ કર્યું
નેશનલ, 18 ઓગસ્ટ 2026: આઈટી સોલ્યુશન્સ અને સેવાઓ પૂરી પાડતી વૈશ્વિક કંપની હેક્સાવેર ટેક્નોલોજીસે [NSE: HEXT] આજે ‘ઝીરો ફ્રિક્શન એન્ટરપ્રાઇઝ’ રજૂ કર્યું છે. આ એક ડિલિવરી ફ્રેમવર્ક છે, જે સમગ્ર એન્ટરપ્રાઇઝ એસ્ટેટમાં કામગીરીને ધીમી પાડતા ઓપરેશનલ અને ટેક્નોલોજી સંબંધિત અવરોધોને દૂર કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
ઘણી વખત એવા સ્થળોએ અવરોધો ઊભા થાય છે, જ્યાં શરૂઆતના તબક્કે તેમને ઓળખવા મુશ્કેલ હોય છે. તેમાં જૂનો થઈ ગયેલો કોડ, સુરક્ષા સંબંધિત જોખમો, ડિલિવરીમાં વિલંબ, કામગીરી દરમિયાન ઊભો થતો અનાવશ્યક ગૂંચવાડા, મોડેથી સામે આવતી ખામીઓ અને સોફ્ટવેર પરની નિર્ભરતાનો સમાવેશ થાય છે. આમાંથી દરેક સમસ્યાને અલગથી સંભાળી શકાય છે, પરંતુ એકસાથે મળીને આ મર્યાદાઓ એન્ટરપ્રાઇઝની ઝડપથી પ્રતિસાદ આપવાની, બદલાતી પરિસ્થિતિ પ્રમાણે અનુકૂલન કરવાની અને નવીનતા લાવવાની ક્ષમતાને ઘટાડી શકે છે.
‘ઝીરો ફ્રિક્શન એન્ટરપ્રાઇઝ’ હેઠળ હેક્સાવેરની મોડર્નાઇઝેશન, સાયબર સિક્યોરિટી, એન્જિનિયરિંગ, ઓપરેશન્સ, ક્વોલિટી અને એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર ક્ષેત્રની ક્ષમતાઓને એકસાથે લાવવામાં આવી છે. સમગ્ર એન્ટરપ્રાઇઝમાં રહેલા અવરોધોને એકબીજા સાથે જોડાયેલી એક જ સિસ્ટમ તરીકે દૂર કરવામાં આવતાં આ ફ્રેમવર્ક કંપનીઓને તેમના ‘નોર્થ સ્ટાર’ એટલે કે અંતિમ લક્ષ્ય તરફ વધુ ઝડપ, સ્પષ્ટતા અને નિયંત્રણ સાથે આગળ વધવામાં મદદ કરે છે.
હેક્સાવેરના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આર. શ્રીકૃષ્ણાએ જણાવ્યું હતું કે, “દરેક ગ્રાહકને ‘ઝીરો ફ્રિક્શન એન્ટરપ્રાઇઝ’ બનાવવામાં મદદ કરવાનું અમારું વિઝન છે. તેની શરૂઆત દરેક ગ્રાહકને એટલી નજીકથી સમજવાથી થાય છે કે તેમને એવું અનુભવાય કે તેઓ અમારા એકમાત્ર ગ્રાહક છે. ત્યાર બાદ અમે તેમના બિઝનેસ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં પ્રગતિને ધીમી પાડતા અવરોધોને ઓળખી શકીએ છીએ અને એઆઈ, નિષ્ણાંત જ્ઞાન તથા યોગ્ય નિર્ણયક્ષમતાના સંયોજનથી તેનો ઉકેલ લાવી શકીએ છીએ.”
ઝીરો ફ્રિક્શન એન્ટરપ્રાઇઝના મુખ્ય આધારસ્તંભો
• ઝીરો વલ્નરેબિલિટી: ઝીરો-ટ્રસ્ટ અને ઓળખ-કેન્દ્રિત સાયબર સિક્યોરિટી, જે કંપનીઓને જોખમોને વહેલા ઓળખવામાં અને તેના ફેલાવાને રોકવામાં મદદ કરે છે.
• ઝીરો ટેક ડેટ: આધુનિકીકરણ દ્વારા ટેક્નિકલ ડેટ ઘટાડવામાં આવે છે અને પરિવર્તનની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં આવે છે.
• ઝીરો બેકલોગ: એઆઈ આધારિત એન્જિનિયરિંગ દ્વારા ટીમોને જરૂરિયાતો નક્કી કરવાથી લઈને બિલ્ડ, ટેસ્ટ અને રિલીઝ સુધીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં મદદ મળે છે.
• ઝીરો ડિફેક્ટ્સ: એઆઈ આધારિત ક્વોલિટી એન્જિનિયરિંગ દ્વારા સમસ્યાઓને વહેલી તકે શોધવામાં આવે છે અને ફરીથી કામ કરવાની જરૂરિયાત ઘટાડવામાં આવે છે.
• ઝીરો ટિકિટ્સ: એઆઈ આધારિત ઓપરેશન્સ દ્વારા સમસ્યાઓ ઊભી થવાની આગાહી કરવામાં આવે છે અને તે યુઝર્સ સુધી પહોંચે તે પહેલાં જ તેનું નિરાકરણ લાવવામાં આવે છે.
• ઝીરો લાઇસન્સ: એજન્ટ દ્વારા તૈયાર કરવામાં આવતી ક્ષમતાઓ કંપનીઓને પોતાના બિઝનેસ લોજિક પર વધુ માલિકી મેળવવામાં અને પ્રતિ-યુઝર સોફ્ટવેર પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે.
આ તમામ આધારસ્તંભોની પાછળ ‘ઇન્ફિનિટ ટ્રસ્ટ’ એક પાયાના સ્તર તરીકે કામ કરે છે. તેમાં ડેટાની તૈયારી, સુરક્ષા, ગવર્નન્સ અને ઓબ્ઝર્વેબિલિટીનો સમાવેશ થાય છે. તેના કારણે એઆઈ સુરક્ષિત અને જવાબદારીપૂર્વક તેમજ એન્ટરપ્રાઇઝના વિશાળ સ્તરે કાર્ય કરી શકે તે માટે જરૂરી માળખું તૈયાર થાય છે.
હેક્સાવેર કેવી રીતે ‘ઝીરો ફ્રિક્શન’ પૂરું પાડે છે
હેક્સાવેરનું એઆઈ આધારિત અને માનવીય બુદ્ધિ તથા નિષ્ણાંત અનુભવથી વધુ અસરકારક બનાવાયેલું ડિલિવરી મોડલ Zerovity™ પર આધારિત છે. Zerovity™ સમગ્ર એન્ટરપ્રાઇઝમાં નિયંત્રિત સંકલન માટે હેક્સાવેરનું એઆઈ ડિલિવરી લેયર છે. માઇગ્રેશન અને આધુનિકીકરણથી લઈને એજન્ટિક સોફ્ટવેર ડેવલપમેન્ટ, AIOps, રિલીઝ, ક્લાઉડ ઓપરેશન્સ અને એન્ટરપ્રાઇઝ વર્કફ્લો સુધી, Zerovity™ એવા વિવિધ ક્ષેત્રો માટે એક જ એકીકૃત દ્રષ્ટિકોણ પૂરો પાડે છે, જે સામાન્ય રીતે અલગ-અલગ સિસ્ટમ તરીકે કામ કરતા હોય છે.
હેક્સાવેરના પ્રેસિડેન્ટ અને ડિજિટલ આઈટી ઓપરેશન્સ તથા એઆઈના ગ્લોબલ હેડ સિદ્ધાર્થ ધરે જણાવ્યું હતું કે, “એઆઈ હવે કંપનીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓપરેશન્સ, એન્જિનિયરિંગ, સર્વિસ અને બિઝનેસ વર્કફ્લો સહિતના તમામ ક્ષેત્રોને એકસાથે જોડીને જોવાની ક્ષમતા આપે છે. તેની ઉપર એજન્ટિક કોગ્નિટિવ લેયર ઉમેરવામાં આવે ત્યારે ગ્રાહકોને એક એવું કમાન્ડ સેન્ટર મળે છે, જેના મારફતે સમગ્ર સિસ્ટમમાં ઇન્ટેલિજન્સ અને સુધારાઓનો ઉપયોગ કરી શકાય છે.”
‘ઝીરો ફ્રિક્શન એન્ટરપ્રાઇઝ’ ગ્રાહકોને એવા અવરોધોનો સામનો કરવા માટે એકીકૃત માર્ગ પૂરો પાડે છે, જેને અત્યાર સુધી ઘણી વખત અલગ-અલગ પહેલો દ્વારા સંભાળવામાં આવતા હતા. આ રીતે ગ્રાહકો તેમના મુખ્ય પ્રાથમિકતા ધરાવતા કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને ‘ઝીરો ફ્રિક્શન’ને ‘ઇન્ફિનિટ મોમેન્ટમ’ એટલે કે સતત અને અનંત ગતિમાં પરિવર્તિત કરી શકે છે.
