DRHP Link: https://www.axiscapital.co.in/contents/ઍરાજેન%20Life%20Sciences%20Limited-DRHP-1787813102.pdf
અગ્રણી કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (CRDMO) અરાજેન લાઇફ સાયન્સીસ લિમિટેડેપબ્લિક ઓફરિંગ (IPO) માટે સેબીમાં પોતાનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે.
IPOમાં ₹800 કરોડનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 27,329,192 ઇક્વિટી શેરના વેચાણની ઓફર (OFS) શામેલ છે. આ દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ ₹10 છે.
ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ફંડનો ઉપયોગ ઋણની પુનઃચુકવણી અને/અથવા આગોતરી ચુકવણી કરવા, હૈદરાબાદમાં કંપનીના પ્લાન્ટ માટે નવા ઉપકરણ અને મશીનરીની ખરીદી માટે કંપની દ્વારા મૂડીગત ખર્ચ કરવા, કંપનીની મટીરિયલ પેટાકંપનીઓમાંથી એક અરાજેન બાયોલોજિક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મૂડીગત ખર્ચ કરવા, બેંગાલુરુમાં પ્લાન્ટ માટે નવા ઉપકરણ અને મશીનરીની ખરીદી કરવા તથા સાધારણ કોર્પોરેટ કામગીરીઓ માટે કરવાની દરખાસ્ત છે, જેનાથી કંપનીને વિસ્તરણના આગામી તબક્કાને ટેકો મળશે.
વર્ષ 2000માં સ્થાપિત અરાજેન લાઇફ સાયન્સીસ સંપૂર્ણ સંકલિત કોન્ટ્રાક્ટ રિસર્ચ, ડેવલપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન (“CRDMO” – કોન્ટ્રાક્ટ પર સંશોધન, વિકાસ અને ઉત્પાદન કરતી કંપની) છે, જે દુનિયાની ઇનોવેટર કંપનીઓ અને લાઇફ સાયન્સિસ ઉદ્યોગમાં વિકસતી કંપનીઓને સેવા આપે છે. કંપની સ્મોલ મોલીક્યુલ અને બાયોલોજિક્સ એમ બંને માટે સંપૂર્ણ કોન્ટ્રાક્ટ ડિસ્કવરી એન્ડ પ્રી-ક્લિનિકલ રિસર્ચ સોલ્યુશન્સ (“CRO” અથવા “કોન્ટ્રાક્ટ રિસર્ચ”) અને કોન્ટ્રાક્ટ ડેવપમેન્ટ એન્ડ મેનુફેક્ચરિંગ સોલ્યુશન્સ (“CDMO”) સોલ્યુશન ઓફર કરે છે.
25 વર્ષથી વધારે કામગીરીના બહોળા અનુભવ સાથે અરાજેન લાઇફ સાયન્સીસ 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણ ડ્રગ ડેવલપમેન્ટ વેલ્યુ ચેનમાં સોલ્યુશન ધરાવવાની સંખ્યામાં દ્રષ્ટિએ આકારણી થયેલી ભારતીય કંપનીઓમાં સૌથી મોટી CRDMO બની ગઈ છે. કંપની પોતાનાં ક્ષેત્રની આકારણી થયેલી ભારતીય કંપનીઓ વચ્ચે કાર્યકારી આવકની દ્રષ્ટિએ ટોચની ત્રણ ભારતીય CRDMOs પૈકીની એક પણ બની ગઈ છે, જે નાણાકીય વર્ષ 2025-26માં અંદાજે 171 અબજ ડોલરના આંતરરાષ્ટ્રીય CRDMO બજારમાં કામ કરે છે.
કંપની લાઇફ સાયન્સિસ કંપનીઓ પર ધ્યાન કેન્દ્રીત કરે છે, જે ન્યૂ કેમિકલ એન્ટિટીઝ (“NCEs”) અને ન્યૂ બાયોલોજિકલ એન્ટિટીઝ (“NBEs”)માં સંકળાયેલી છે તથા નાણાકીય વર્ષ 2025-26માં દુનિયાના 591 ગ્રાહકોની વ્યૂહાત્મક ભાગીદાર તરીકે કામ કરે છે. કંપનીના ચાવીરૂપ બજારોમાં અમેરિકા, યુરોપ, જાપાન, ભારત અને અન્ય APAC બજારો શામેલ છે. કંપનીના ગ્રાહકોમાં બિગ ફાર્મા કંપનીઓ, મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ, નાની બાયોટેકનોલોજી કંપનીઓ અને મધ્યમ કદની ફાર્માસ્યુટિકલ કંપનીઓ શામેલ છે, જે ફાર્માસ્યુટિકલ્સ, બાયોટેકનોલોજી, એનિમલ હેલ્થ, એગ્રોકેમિકલ્સ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં કામ કરે છે. અરાજેન લાઇફ સાયન્સીસ 31 માર્ચ, 2026 સુધી ટોચની 20 બિગ ફાર્મા કંપનીઓમાંથી 16 સાથે કામ કરતી હતી.
અરાજેન લાઇફ સાયન્સીસ વર્ષ 2002માં એનો CRO વ્યવસાય શરૂ કર્યો હતો અને પછી 31 માર્ચ, 2026 સુધી પોતાના ક્ષેત્રોમાં અન્ય ભારતીય કંપનીઓ વચ્ચે સાયન્ટિક કર્મચારીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં બીજું સૌથી મોટું CRO સોલ્યુશન ધરાવતી કંપની તરીકે વિકસી છે. વળી, કંપની 31 માર્ચ, 2026 સુધી સંકલિત સ્મોલ મોલીક્યુલ ડ્રગ સબસ્ટન્સ અને ડ્રગ પ્રોડક્ટ ડેવલપમેન્ટ સર્વિસ આપવા મૂલ્યાંકિત થયેલી સાથી કંપનીઓ વચ્ચે બે ભારતીય CRDMOsમાંથી એક છે. વળી, અરાજેન લાઇફ સાયન્સીસ વર્ષ 2014માં એક્વિઝિશન મારફતે બાયોલોજિક્સ સેવાઓ પૂરી પાડતી ભારતમાં બીજી CRDMO હતી અને પછી અત્યાર સુધી સંપૂર્ણ બાયોલોજિક્સ CRDMO વેલ્યુ ચેનમાં સંકલિત “જીન-ટૂ-GMP” સોલ્યુશન ઓફર કરવાની એની ક્ષમતામાં વધારો થયો છે. એનાં બાયોલોજિક્સ CRDMO પ્લેટફોર્મને સંકલિત અમેરિકા-ભારત ડીલિવરી મોડલનું પીઠબળ છે, જેમાં સેલ લાઇન ડેવલપમેન્ટ અને ભારતમાં વાજબી ખર્ચે વિકાસ અને ઉત્પાદન સાથે અમેરિકામાં પ્રાથમિક તબક્કાના સંશોધનનો સમન્વય થયો છે.
કંપની 31 માર્ચ, 2026 સુધી કુલ 4,362 કર્મચારીઓ ધરાવતી હતી, જેમાં 3,412 સાયન્ટિક કર્મચારીઓ હતા, જેમાંથી 479 પાસે PhD ડિગ્રી છે. F&Sના રિપોર્ટમાં જણાવ્યા મુજબ, કંપની 31 માર્ચ, 2026 સુધી ભારતીય CRDMO ઉદ્યોગમાં સૌથી ઊંચો PhD-ટૂ-સાયન્ટિક કર્મચારીનો રેશિયો ધરાવતી હતી, જે સંશોધન વર્કફોર્સની તાકાત અને એની વૈજ્ઞાનિક કુશળતાનું ઊંડાણ દર્શાવે છે.
કંપનીએ એન્વાર્યમેન્ટલ, સોશિયલ એન્ડ ગવર્નન્સ (“ESG”) પહેલો તથા સસ્ટેનેબિલિટી કટિબદ્ધતાઓ, વ્યવસાયમાં જવાબદાર અભિગમ અને વ્યાવસાયિક મેનેજમેન્ટ ટીમ દ્વારા બોર્ડ સંચાલિત નજરને સમર્થન સહિત કોર્પોરેટ વહીવટની રીતો પર માળખાગત રીતે ધ્યાન આપવાની કામગીરી પણ જાળવી રાખી હતી. નાણાકીય વર્ષ 2025-26માં અરાજેન લાઇફ સાયન્સીસ ગોલ્ડ ઇકોવાડિય સસ્ટેનેબિલિટી રેટિંગ મેળવ્યું હતું, જેથી તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ટોચની 5% કંપનીઓમાં સ્થાન મળ્યું છે તથા નાણાકીય વર્ષ 2023-24માં સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ ઇનિશિયેટિવ્સ (“SBTi”)માં હસ્તાક્ષરકર્તા પણ બની છે તેમજ વર્ષ 2022માં ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેન ઇનિશિયેટિવ (“PSCI”)ની એસોસિએટ મેમ્બર પણ બની છે.
F&Sના અહેવાલ મુજબ, કંપનીએ પોતાના ક્ષેત્રની ભારતીય કંપનીઓ વચ્ચે નાણાકીય વર્ષ 2024-25 અને નાણાકીય વર્ષ 2025-26 વચ્ચે કામગીરીમાંથી બીજી સૌથી વધુ આવકનો રેકોર્ડ પણ કર્યો હતો. નાણાકીય વર્ષ 2024-25થી કંપનીની કામગીરીમાંથી આવક, વર્ષ માટે નફો, એડજસ્ટેડ EBITDA અને વર્ષ માટે એડજસ્ટેડ નફો અનુક્રમે 14.64%, 26.86%, 15.63% અને 29.91% CAGR વધીને નાણાકીય વર્ષ 2025-26માં અનુક્રમે ₹21,783.92 મિલિયન, ₹2,576.44 મિલિયન, ₹5,937.65 મિલિયન અને ₹2,839.85 મિલિયન થયો હતો. જ્યારે આ વૃદ્ધિ હાંસલ થઈ છે, ત્યારે કંપનીએ અનુક્રમે 18.18% અને 11.96% ROCE અને ROE સાથે મૂડીદક્ષતા જાળવવા પોતાનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું.
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ એક્સિસ કેપિટલ લિમિટેડ, સિટિગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ગોલ્ડમેન સાક્સ (ઇન્ડિયા) સીક્યોરિટીઝ પ્રાઇવેટ લિમિટેડ અને JM ફાઇનાન્શિયલ લિમિટેડ છે.
