Thursday, October 1, 2026
HomeBusinessશ્રીજીકૃપા પ્રોજેક્ટે ₹500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

શ્રીજીકૃપા પ્રોજેક્ટે ₹500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

Date:

Related stories

નવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર...

દરેક વાર્તા સરળ જવાબો માટે હોતી નથી. કેટલીક વાર્તાઓ...

ઇન્ડસઇન્ડ બેંક ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે હાઇરૉક્સ ગુજરાત સાથે જોડાઈ

પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે• પ્રી-સેલ...

સોનાલિકા ટ્રેક્ટર્સે માત્ર 6 મહિનામાં 1 લાખથી વધુ વર્ષ-દર-વર્ષ...

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે પોતાના...

બિગ 5 ગ્લોબલની વાપસી: કાર્યક્ષમ અને કિંમત-અસરકારક ઉકેલો સાથે...

મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા (MEASA) પ્રદેશમાં બાંધકામ...

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ...

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ઈન્ડિયન સુપરક્રોસ...

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની શ્રીજીકૃપા પ્રોજેક્ટ લિમિટેડએ કુલ ₹500 કરોડના એના IPO (ઇનિશિયલ પબ્લિક ઓફર) માટે સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (DRHP) ફાઇલ કર્યું છે. સૂચિત IPOમાં ₹410 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને હાલના વિક્રેતા શેરધારકો દ્વારા ₹90 કરોડ સુધીની વેચાણની ઓફર (OFS) શામેલ છે.
શ્રીજીકૃપા વિવિધ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ હાથ ધરે છે, જેમ કે એકેડેમિક અને હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેસિડેન્શિયલ અને ઓફિસ બિલ્ડિંગ, માળખાગત કાર્યો અને અન્ય વિશેષ પ્રોજેક્ટ. કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શનની સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં કામ કરે છે, જેમાં ડિઝાઇન અને એન્જિનીયરિંગ, સામાનની ખરીદી, નિર્માણ અને પરીક્ષણ શામેલ છે. આ પ્રોજેક્ટ મુખ્યત્વે સરકારી અને સરકારની કંપનીઓ માટે હાથ ધરવામાં આવે છે, જેમાં પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, મ્યુનિસિપલ કોર્પોરેશન અને જાહેર ક્ષેત્રના સાહસો શામેલ છે.
30 જૂન, 2026 સુધી શ્રીજીકૃપાના પોર્ટફોલિયોમાં 228 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હતા, જે 11 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા હતા, જેમાંથી 127 પ્રોજેક્ટ પૂર્ણ થયા હતા અને 101 પ્રોજેક્ટ પર કામગીરી ચાલુ છે. હાલ એના પ્રોજેક્ટ ગુજરાત, છત્તિસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ, અસમ, બિહાર, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ચાલુ છે. 30 જૂન, 2026ના રોજ કંપનીની ઓર્ડર બુક ₹3,700.80 કરોડની હતી, જેમાં કુલ ₹1,960.86 કરોડના એકેડેમિક અને હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો હિસ્સો ઓર્ડર બુકમાં 52.98 ટકા હતો.
30 જૂન, 2026ના રોજ શ્રીજીકૃપા 7 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશમાં આ સેગમેન્ટમાં 58 પ્રોજેક્ટનો અમલ કરતી હતી. આ સેગમેન્ટે નાણાકીય વર્ષ 2025-26માં કંપનીની કામગીરીમાંથી આવકનો 57.58 ટકા હિસ્સો પ્રદાન કર્યો હતો, તો 30 જૂન, 2026ના રોજ એની ઓર્ડર બુકમાં આ સેગમેન્ટનો હિસ્સો 52.98 ટકા હતો.
કંપનીએ છેલ્લાં અમુક વર્ષોમાં પોતાના પ્રોજેક્ટમાં સતત વધારો કર્યો છે. શરૂઆતમાં કંપની ₹50 લાખથી ઓછું મૂલ્ય ધરાવતા કોન્ટ્રાક્ટ ધરાવતી પ્રોજેક્ટ હાથ ધરતી હતી, તો 30 જૂન, 2026ના રોજ હાલ એના સૌથી વધુ મૂલ્ય ધરાવતા ચાલુ પ્રોજેક્ટનું કોન્ટ્રાક્ટ મૂલ્ય ₹407.02 કરોડ છે. હાલ એના નિર્માણાધિન પ્રોજેક્ટમાં જબલપુરમાં મધ્યપ્રદેશ હાઈ કોર્ટની નવી કોર્ટરૂમ, જમ્મુ અને કાશ્મીરમાં ક્રિટિકલ કેર બ્લોક અને ડિસ્ટ્રિક્ટ ઇન્ટિગ્રેટેડ પબ્લિક હેલ્થ લેબોરેટરીઓ, છત્તિસગઢમાં એક સરકારી મેડિકલ કોલેજ તથા અન્ય મોટા સંસ્થાગત અને રહેણાક પ્રોજેક્ટ શામેલ છે.
CAREના 28 સપ્ટેમ્બર, 2026ના રિપોર્ટ મુજબ, નાણાકીય વર્ષ 2023-24થી નાણાકીય વર્ષ 2025-26 વચ્ચે કામગીરીમાંથી આવક શ્રીજીકૃપાની આવક 59.79%ના CAGR પર વધી હતી. જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં કંપનીની કામગીરીમાંથી આવક ₹542.67 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2025-26માં ₹1,385.68 કરોડ થઈ હતી, ત્યારે આ જ ગાળામાં એનો નફો ₹39.42 કરોડથી વધીને ₹79.34 કરોડ થયો હતો. નાણાકીય વર્ષ 2025-26માં કંપનીની EBITDA ₹123.50 કરોડ હતી, જે નાણાકીય વર્ષ 2024-25માં ₹89.91 કરોડ અને નાણાકીય વર્ષ 2023-24માં ₹54.65 કરોડ હતી.
કંપની ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ચોખ્ખી રકમનો ઉપયોગ મૂડીગત ખર્ચ, વધારાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ કામગીરી માટે કરવાની યોજના ધરાવે છે. કંપની ₹51.43 કરોડનો ઉપયોગ ઇક્વિપમેન્ટ, મશીનરી અને સ્કેફોલ્ડિંગનું ઇન્સ્ટોરેશન કરશે, જેમાં બેચિંગ પ્લાન્ટ, કોન્ક્રીટ પમ્પ, સિલોસ, કોન્ક્રીટ મિક્સર શામેલ છે. વધુ ₹250 કરોડનો ઉપયોગ નાણાકીય વર્ષ 2027-28 અને નાણાકીય વર્ષ 2028-29માં વધારાની કાર્યકારી મૂડીની જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કરશે.
કંપનીનો મૂડીગત ખર્ચમાંથી પ્રાપ્ત રકમનો ઉપયોગ પોતાના ઇક્વિપમેન્ટ અને મશીનરી આધારને વધારવા કરવા આતુર છે. તેને આશા છે કે, તેનાથી તેની કામગીરીમાં સાનુકૂળતા વધશે, અલગ-અલગ પ્રોજેક્ટ સાઇટ પર ઇક્વિપમેન્ટ પર ફરી કામ કરવાનું સરળ બનશે અને એકસાથે વિવિધ પ્રોજેક્ટ પર કામ કરવામાં મદદ મળશે.
ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLMs) આનંદ રાઠી એડવાઇઝર્સ લિમિટેડ અને ઇન્ટેન્સિવ ફિસ્કલ પ્રાઇવેટ લિમિટેડ છે.

નવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર...

દરેક વાર્તા સરળ જવાબો માટે હોતી નથી. કેટલીક વાર્તાઓ...

ઇન્ડસઇન્ડ બેંક ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે હાઇરૉક્સ ગુજરાત સાથે જોડાઈ

પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે• પ્રી-સેલ...

સોનાલિકા ટ્રેક્ટર્સે માત્ર 6 મહિનામાં 1 લાખથી વધુ વર્ષ-દર-વર્ષ...

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે પોતાના...

બિગ 5 ગ્લોબલની વાપસી: કાર્યક્ષમ અને કિંમત-અસરકારક ઉકેલો સાથે...

મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા (MEASA) પ્રદેશમાં બાંધકામ...

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ...

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ઈન્ડિયન સુપરક્રોસ...

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here