Thursday, October 1, 2026
HomeBusinessહોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ સીઝન 3 માટે...

હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાએ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ સીઝન 3 માટે ટાઈટલ સ્પોન્સર તરીકે બીબી રેસિંગ સાથે ભાગીદારી કરી

Date:

Related stories

નવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર...

દરેક વાર્તા સરળ જવાબો માટે હોતી નથી. કેટલીક વાર્તાઓ...

ઇન્ડસઇન્ડ બેંક ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે હાઇરૉક્સ ગુજરાત સાથે જોડાઈ

પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે• પ્રી-સેલ...

સોનાલિકા ટ્રેક્ટર્સે માત્ર 6 મહિનામાં 1 લાખથી વધુ વર્ષ-દર-વર્ષ...

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે પોતાના...

બિગ 5 ગ્લોબલની વાપસી: કાર્યક્ષમ અને કિંમત-અસરકારક ઉકેલો સાથે...

મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા (MEASA) પ્રદેશમાં બાંધકામ...

શ્રીજીકૃપા પ્રોજેક્ટે ₹500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની શ્રીજીકૃપા પ્રોજેક્ટ લિમિટેડએ કુલ ₹500 કરોડના...

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) એ ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગ (ISRL)ની ત્રીજી સીઝન માટે પંચશીલ રિયાલ્ટીની માલિકી ધરાવતી બીબી રેસિંગ સાથે ટાઇટલ સ્પોન્સર તરીકે ભાગીદારી કરી છે. આ જોડાણ બાદ હવે આ ટીમ ‘હોન્ડા બીબી રેસિંગ’ નામે ઓળખાશે અને હોન્ડાના ટ્રેડમાર્ક લાલ રંગ સાથે રેસમાં ભાગ લેશે. પ્રથમ બે સીઝનમાં બીબી રેસિંગ આઈએસઆરએલ સ્ટેજ પર એક પ્રબળ શક્તિ તરીકે ઉભરી આવી છે. આ ટીમના ફ્રેન્ચ રાઈડર જોર્ડી ટિક્સિયરે લીગના કેટલાક યાદગાર પ્રદર્શન આપ્યા છે. આ ટીમના જાણીતા ફ્રેન્ચ રાઇડર જોર્ડી ટિક્સિયરે અગાઉની બે સીઝનમાં ઓલ-સ્ટાર્સ કેટેગરીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટીમ માટે મહત્વની જીત મેળવી આપી છે.

ભાગીદારી હેઠળ એચએમએસઆઈ બીબી રેસિંગની ટાઈટલ સ્પોન્સર બનશે. બીબી રેસિંગ ટીમ આઈએસઆરએલની સીઝનની શરૂઆતથી જ હોન્ડાના મશીનરીનો ઉપયોગ કરતી આવી છે અને આગામી સીઝનમાં પણ તેઓ હોન્ડાની હોન્ડા સીઆરએફ450આર અને હોન્ડા સીઆરએફ250આર મોટોક્રોસ બાઇક્સ સાથે ટ્રેક પર ઊતરશે.

આ કરાર પુણે ખાતે પંચશીલ રિયાલ્ટીના ચેરમેન અને બીબી રેસિંગના માલિક અતુલ ચોરડિયા તેમજ એચએમએસઆઈના ડિરેક્ટર મુત્સુઓ ઉસુઈ વચ્ચે હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયા અને ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના પ્રતિનિધિઓની હાજરીમાં ઔપચારિક રીતે કરવામાં આવ્યો હતો.

હોન્ડા આ ભાગીદારી દ્વારા ભારતમાં વધી રહેલા ઓફ-રોડ અને એડવેન્ચર બાઇકિંગના ક્રેઝને પ્રોત્સાહન આપવા અને પોતાના ગ્લોબલ રેસિંગ વારસાને ભારતીય ચાહકો સુધી પહોંચાડવા માગે છે. તેમજ આઈએસઆરએલ માટે આ ભાગીદારી ભારતમાં મોટરસ્પોર્ટનું એક મજબૂત ઇકોસિસ્ટમ તૈયાર કરવા તરફનું એક મહત્વનું પગલું છે, જ્યાં બાઇક ઉત્પાદક કંપનીઓ અને પ્રોફેશનલ રેસિંગ ટીમો એકમંચ પર લાવી રહી છે.

આ ભાગીદારી હોન્ડાના ગ્લોબલ મોટરસ્પોર્ટ વારસા અને એન્જિનિયરિંગ ફિલસુફીને બીબી રેસિંગની ભારતમાં પ્રોફેશનલ સુપરક્રોસ ફ્રેન્ચાઈઝી સ્થાપિત કરવાની લાંબાગાળાની પ્રતિબદ્ધતા સાથે જોડે છે. આઈએસઆરએલ માટે આ જોડાણ એક સુવ્યવસ્થિત ઇકોસિસ્ટમ વિકસાવવાની દિશામાં વધુ એક પગલું છે, જે મોટરસાયકલ ઉત્પાદકો, પ્રોફેશનલ ફ્રેન્ચાઇઝીઓ, આંતરરાષ્ટ્રીય અને ભારતીય ખેલાડીઓ, પ્રોફેશનલ ભાગીદારો અને રેસિંગ ચાહકોની નવી પેઢીને એકજૂટ કરે છે.

હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઈન્ડિયાના સેલ્સ એન્ડ માર્કેટિંગ ડિરેક્ટર શ્રી મુત્સુઓ ઉસુઈએ આ અંગે જણાવ્યું હતું કે, “ભારતીય રાઇડર્સ સાહસિક અને ઓફ-રોડ મોટરસાયક્લિંગ પ્રત્યે રૂચિ વધારી રહ્યા છે અને રાઈડિંગના નવા અનુભવો મેળવી રહ્યા છે. અમારી બીબી રેસિંગ સાથે ટાઈટલ ભાગીદારી વિકસતી જતી રાઇડિંગ સંસ્કૃતિ અને ભારતમાં પ્રોફેશનલ સુપરક્રોસના વિકાસ માટેના અમારા સમર્થનને દર્શાવે છે. આઈએસઆરએલની શરૂઆતની સીઝનથી જ હોન્ડાની મશીનરી સાથે સ્પર્ધા કરી હોવાથી બીબી રેસિંગ અમારા માટે એક સ્વાભાવિક ભાગીદાર છે. હોન્ડા બીબી રેસિંગ દ્વારા અમે હોન્ડાના વૈશ્વિક ઓફ-રોડ રેસિંગ વારસાને ભારતીય રાઇડર્સ અને મોટરસ્પોર્ટના ચાહકોની નજીક લાવવા માટે ઉત્સુક છીએ.”

હોન્ડા બીબી રેસિંગ અને પંચશીલ રિયાલ્ટી એન્ડ ઓનરના ચેરમેન શ્રી અતુલ ચોરડિયાએ જણાવ્યું હતું કે, “બીબી રેસિંગ હંમેશા પ્રોફેશનલ સુપરક્રોસ પ્રત્યેના જુસ્સા અને ભારતમાં એક મજબૂત ટીમ બનાવવાની પ્રતિબદ્ધતાથી પ્રેરિત રહ્યું છે. જ્યારે અમે આઈએસઆરએલમાં પ્રવેશ કર્યો ત્યારથી હોન્ડા અમારી યાત્રાનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે, અને બંનેને હોન્ડા બીબી રેસિંગ તરીકે એકસાથે રજૂ કરવુ એ અમારૂ એક સ્વાભાવિક પગલું છે. આ ભાગીદારી ટીમ માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. અમે ભારતમાં સુપરક્રોસ અને ઓફ-રોડ મોટરસ્પોર્ટના વિકાસમાં યોગદાન આપવાની સાથે ઉચ્ચતમ સ્તરે સ્પર્ધા કરવા માટે આતુર છીએ.”

ઈન્ડિયન સુપરક્રોસ રેસિંગ લીગના કો-ફાઉન્ડર શ્રી એશાન લોખંડેએ જણાવ્યું હતુંઃ “ભારતમાં મજબૂત સુપરક્રોસ ઈકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે જરૂરી મુખ્ય સ્તંભોને એકજૂટ કરવાના ઉદ્દેશ સાથે આઈએસઆરએલની રચના કરવામાં આવી હતી. તેમજ મેન્યુફેક્ચરરની સહભાગી એ આ દ્રષ્ટિકોણનો મુખ્ય ભાગ છે. એચએમએસઆઈની બીબી રેસિંગ સાથે ટાઈટલ પાર્ટનરશીપ લીગ માટે નોંધનીય પગલું છે, જે ઈન્ડિયન સુપરક્રોસમાં ઉભરતી ઓઈએમની ભૂમિકાને વેગ આપે છે. અમે માનીએ છીએ કે આવી ભાગીદારી ઉદ્યોગની સહભાગિતાને વધુ ઊંડી બનાવી શકે છે અને ભારતને વૈશ્વિક સ્તરે આ રમત માટે એક વિશ્વસનીય સ્થળ તરીકે સ્થાપિત કરવામાં મદદ કરી શકે છે.”

હોન્ડા બીબી રેસિંગ સીઆરએફ450આર અને સીઆરએફ250આર સાથે સીઝન 3ની ગ્રીડ પર પોતાનું સ્થાન લેવાની તૈયારી કરી રહ્યું છે, આ ભાગીદારી ટીમ માટે એક નવા અધ્યાયની શરૂઆત કરે છે અને સાથે જ ભારતમાં મોટરસાયકલ ઉત્પાદકો અને પ્રોફેશનલ સુપરક્રોસ વચ્ચેના સંબંધને મજબૂત બનાવે છે.

નવજોત ગુલાટી દ્વારા નિર્દેશિત અને દિનેશ વિજન તથા અમર...

દરેક વાર્તા સરળ જવાબો માટે હોતી નથી. કેટલીક વાર્તાઓ...

ઇન્ડસઇન્ડ બેંક ‘ટાઇટલ સ્પૉન્સર’ તરીકે હાઇરૉક્સ ગુજરાત સાથે જોડાઈ

પ્રથમ આવૃત્તિ ‘ઇન્ડસઇન્ડ બેંક હાઇરૉક્સ ગુજરાત’તરીકે અમદાવાદમાં યોજાશે• પ્રી-સેલ...

સોનાલિકા ટ્રેક્ટર્સે માત્ર 6 મહિનામાં 1 લાખથી વધુ વર્ષ-દર-વર્ષ...

ભારતની નંબર 1 ટ્રેક્ટર નિકાસ બ્રાન્ડ સોનાલિકા ટ્રેક્ટર્સે પોતાના...

બિગ 5 ગ્લોબલની વાપસી: કાર્યક્ષમ અને કિંમત-અસરકારક ઉકેલો સાથે...

મધ્ય પૂર્વ, આફ્રિકા અને દક્ષિણ એશિયા (MEASA) પ્રદેશમાં બાંધકામ...

શ્રીજીકૃપા પ્રોજેક્ટે ₹500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કંપની શ્રીજીકૃપા પ્રોજેક્ટ લિમિટેડએ કુલ ₹500 કરોડના...

બંધન ફ્લેક્સી કેપ ફંડના ૨૧ વર્ષ – બજારના ચક્રોને...

'બંધન ફ્લેક્સી કેપ ફંડ' (Bandhan Flexi Cap Fund) ૨૧...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here