વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં લેખની માંગ આવી છે, એ તો નવરાત્રી પછી જોઈશું, પણ ઓસ્ટ્રેલિયન ડોલરની કિંમત વધતી જાય છે, એ બતાવે છે કે એનું અર્થતંત્ર સદ્ધર થતું જાય છે! બહુ તો ખબર નથી, પણ ભારતીયો કરતાં એમની જરુરીયાત પ્રમાણમાં ઘણી ઓછી લાગી! ઓસ્ટ્રેલિયામાં ખૂબ ઈન્ડિયન છે, અને લિટલ ઈન્ડિયા તરીકે એક આખું ફૂડ ઝોન પણ છે. ઓસ્ટ્રેલિયનો હવે ઈન સિક્યોર ફિલ કરે છે, અને એટલે ઈન્ડિયન પર પ્રતિબંધનું વલણ અપનાવી શકે! જોકે મારી માટે તો મેરા ભારત મહાન! અને એટલે જ એનું અર્થતંત્ર સદ્ધર બનાવવા થોડું ચિંતન કરીએ. આજે આસો નવરાત્રીનો ત્રીજો દિવસ, એટલે નવ દુર્ગાનાં ચંદ્રઘંટા સ્વરૂપની આરાધનાનો દિવસ.આમ તો ચંદ્રઘંટાની ઉપાસના કે આરાધના કરનારાની કોઈ પણ વિદ્યા સિદ્ધ થાય છે, અથવા જ્ઞાનની પૂર્તિ થાય છે, અને જીવનમાં સુખ શાંતિ રહે છે. જોકે સુખ સાથે સાથે શાંતિ પ્રાપ્ત કરવી એ હકીકતમાં સૌથી મોટી સિદ્ધિ છે, પણ માનવીય માનસિકતા ને કારણે શાંતિ હાથવગી હોવા છતાં એવી સિદ્ધી પ્રાપ્ત કરી શકતો નથી. શાંતિ સુધી ન પહોંચી શકવાનું એક કારણ આપણે માફી માંગી પણ શકતાં નથી, અને માફી આપી શકતા પણ નથી! અને કોઈ બીજું કારણ હોય તો એ ઈચ્છાને આશાનું નામ આપી નિત નવી નવી ઈચ્છાઓ કરીએ છીએ.
ચંદ્રઘંટાની ઉપાસનાથી શક્તિનું અનન્ય સ્વરૂપ ક્ષમા પણ છે, એવું જ્ઞાન થાય છે, જીવનમાં જ્ઞાન આવતા ક્ષમા નામનો અનન્ય ગુણ વિકસે છે, અને ક્ષમા ઈર્ષાને સમાપ્ત કરે છે કે પછી દેખાદેખી છોડાવી દે છે, એટલે ઈચ્છાઓ નાં ચક્રવ્યૂહ માંથી આસાનીથી બહાર આવી શકાય છે, આમ ક્ષમા વીરનું ભૂષણ પણ કહેવાય છે. સંબંધોમાં મધુરતા આવે એ માટે ક્ષમા બહુ જરૂરી છે, આ દૈવીય ગુણ જેનામાં જોવા મળે છે, તેની પર મા જગત જનની અનન્ય કૃપા હોય છે.આશા નિરાશાનાં દ્વંદમાં ઘેરાયેલું માનવીય જીવન, અપેક્ષા ઉપેક્ષાથી પ્રેરાઈને વેર ઝેર વધારે છે. સાચા જ્ઞાનની પ્રાપ્તિ થતા, આ વેરની ભાવના મટે છે, અને ગુણ વિકસે છે. તો આજે આપણે સૌની આશા પૂરી કરનાર મા આશાપુરા ના મઢ વિશે આવો દર્શન કરીએ માં વાત કરીશું.મંદિર આપણી સંસ્કૃતિની ધરોહર છે, અને આપણને વિશ્વાસ છે કે આપણે મંદિરમાં જઈ જે તે ભગવાનને પ્રાર્થના કરીશું એ અવશ્ય આપણું સાંભળશે અને આપણને મુશ્કેલી માંથી ઉગારશે! અને આવી દ્રઢ માન્યતાને કારણે મંદિરોનો ઐતિહાસિક વિરાસત ધરાવીએ છીએ! અને આવું જ એક ઐતિહાસિક મંદિર એટલે કે મા આશાપુરા નું મંદિર. આશાપુરા માતા કચ્છના પ્રમુખ દેવી-દેવતાઓમાંના એક છે. તેમના નામ પ્રમાણે જ આ દેવી છે, જે તેમના પર શ્રદ્ધા ધરાવનારા અને પૂજનારાઓની ઇચ્છાઓ પૂરી કરે છે, એવી માન્યતા છે. આશાપુરા માતાની મોટાભાગની મૂર્તિ વિશેની વિશિષ્ટ વસ્તુ એ છે કે તેમાં આંખની ૭ જોડીઓ હોય છે. ઉપરાંત ગર્ભ ગૃહમાં માતાની પૂરા છ ફીટની પ્રતિમા છે. તેમના મંદિરો મુખ્યત્વે ગુજરાતમાં જોવા મળે છે. રાજસ્થાન અને ગુજરાતમાં અમુક લોકો તેને અન્નપૂર્ણા દેવીનો અવતાર માને છે.ગુજરાતમાં પણ ઘણા ચૌહાણ,ઠાકોર, પુરબિય જેવા બારીયા રજપૂતો પણા તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે. દેવડા રાજપુતો પણ તેમની કુળદેવી તરીકે પૂજા કરે છે. બિલોર જેવી બ્રાહ્મણ જ્ઞાતિઓ,ગૌર, ઠાંકી, પંડિત અને દવે પુષ્કર્ણા, સોમપુરા,સલાટ, પણ તેમને કુળદેવી તરીકે પૂજે છે. વૈશ્ય સમુદાયમાં, જેમ કે વિજયવર્ગીય જ્ઞાતિ તેમની પૂજા કરે છે. બ્રહ્મ ક્ષત્રિ જાતિ પણ તેમની કુળદેવી તરીકે ઉપાસના કરે છે.રાજકોટ સુરતના રઘુવંશી લોહાણા ની પણ તે કુળદેવી છે.મા આશાપુરાનાં પ્રાગટ્યની અનોખી કથા છે એવું કહેવાય છે કે ,આજથી લગભગ ત્રણ હજાર વર્ષ પહેલા દેવચંદ વાણિયા નામનો વ્યક્તિ કચ્છમાં હતો તે દરમિયાન તેણે નવરાત્રિમાં અહીં માતાજીની સ્થાપના કરીને ભક્તિપૂર્વક આરાધના કરી હતી. જે જોઈને માતાજી પ્રસન્ન થયા, અને વાણીયાને સ્વપ્નમાં આવી જણાવ્યું કે જે જગ્યાએ મારૂ સ્થાપન કર્યું છે, તે જગ્યાએ મારુ મંદિર બનાવજે. પરંતુ સાથે જ એવી ચેતવણી આપી હતી કે, મંદિરનાં દરવાજા છ મહિના સુધી ખોલવા નહિ, વાણિયો ખૂબ રાજી થઈ ગયો, અને તેણે મંદિર બંધાવ્યું અને મંદિરની રખેવાળી કરવા માટે તે અહીં જ રહેવા લાગ્યો. એક પછી એક એમ પાંચ મહિના પસાર થઇ ગયા, અચાનક મંદિરની પાછળથી ઝાલર અને ઘૂંઘરૂ સાથે મધુર અવાજનો રણકાર સંભળાયો. જે સાંભળીને દેવચંદની અધીરાઈ ખૂટી ગઈ, અને તેણે મંદિરનાં દ્વાર ખોલી નાખ્યા, અને મંદિરમાં પ્રવેશતા જ જીવન ધન્ય થાય, તેવી દેવીની ભવ્ય મૂર્તિના દર્શન થયા. પરંતુ વાણિયાએ એક મહિના પહેલા મંદિરના દ્વાર ખો
