Monday, October 12, 2026
HomeGujaratપીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે એએમ/એનએસ ઇન્ડિયાએ હિસ્સેદારી...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે એએમ/એનએસ ઇન્ડિયાએ હિસ્સેદારી કરાર પર હસ્તાક્ષર કર્યા

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ એએમ/એનએસ ઇન્ડિયાએ પ્રધાનમંત્રી કૌશલ્ય અને રોજગારક્ષમતા પરિવર્તન યોજના (પીએમ-સેતુ) હેઠળ સુરત ક્લસ્ટરની પાંચ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (આઈટીઆઈ)ના આધુનિકીકરણ માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે હિસ્સેદારી કરાર પર હસ્તાક્ષર કર્યા છે.  
આ કરાર દ્વારા એએમ/એનએસ ઇન્ડિયા, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર વચ્ચે મંજૂર રોકાણ યોજનાના અમલીકરણ માટેની ભાગીદારીને ઔપચારિક સ્વરૂપ આપવામાં આવ્યું છે. આગામી તબક્કામાં આઈટીઆઈના આધુનિકીકરણ અને સંચાલન માટે વિશેષ હેતુ કંપની (એસપીવી)ની રચના કરવામાં આવશે. તેમાં એએમ/એનએસ ઇન્ડિયાની ૫૧ ટકા હિસ્સેદારી રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની હિસ્સેદારી ૨૪.૫ ટકા લેખે રહેશે. 

આ કરાર સુરત ક્લસ્ટર માટે મંજૂર કરાયેલી વ્યૂહાત્મક રોકાણ યોજનાને તાલીમ સુવિધાઓ, અભ્યાસક્રમો અને શિક્ષણ પદ્ધતિમાં સુધારા દ્વારા અમલમાં મૂકવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. આ યોજનામાં સંસ્થાઓના આધુનિકીકરણ અને તેના માટે કરવામાં આવનારા રોકાણની વિગતો નક્કી કરવામાં આવી છે.રૂ. ૨૪૦ કરોડના મંજૂર રોકાણ સાથેનો આ પ્રોજેક્ટ પાંચેય આઈટીઆઈમાં અભ્યાસ કરતા યુવાનોની રોજગારક્ષમતા વધારવાનો ઉદ્દેશ ધરાવે છે. આધુનિક તાલીમ સુવિધાઓ, અદ્યતન અભ્યાસક્રમો અને વ્યવહારુ તાલીમ દ્વારા વિદ્યાર્થીઓને ઉત્પાદન ક્ષેત્ર તથા આ વિસ્તારના સંબંધિત ઉદ્યોગોમાં રોજગાર મેળવવા માટે જરૂરી કૌશલ્યો વિકસાવવામાં મદદ મળશે.ગુજરાતના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, “ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આપણા યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી કરતો રહે તે જરૂરી છે. એએમ/એનએસ ઇન્ડિયા સાથેની આ ભાગીદારી સુરત ક્લસ્ટરની પાંચ સરકારી આઈટીઆઈમાં તાલીમને વધુ મજબૂત બનાવશે અને વિદ્યાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાત મુજબનાં કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ટેકનિકલ શિક્ષણને ઉદ્યોગો સાથે વધુ નજીકથી જોડીને અમારો ઉદ્દેશ યુવાનોની રોજગારક્ષમતા વધારવાનો અને રાજ્યના ઔદ્યોગિક વિકાસનો લાભ સ્થાનિક યુવાનો સુધી પહોંચાડવાનો છે.”  એએમ/એનએસ ઇન્ડિયાના નિયામક અને માનવ સંસાધન તથા વહીવટ વિભાગના ઉપપ્રમુખ શ્રી આશુતોષ તેલંગે જણાવ્યું હતું કે, “પ્રદેશના યુવાનોની રોજગારક્ષમતા વધારવી એ એએમ/એનએસ ઇન્ડિયાનો મુખ્ય ઉદ્દેશ છે. આ ભાગીદારી હેઠળ અમે અમારા ઉત્પાદન ક્ષેત્રના અનુભવ અને ન્યૂ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (નામટેક)ની ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રની નિપુણતાને સુરત ક્લસ્ટરની પાંચ સરકારી આઈટીઆઈ સુધી પહોંચાડીશું. વધુ સારી સુવિધાઓ, વ્યવહારુ તાલીમ અને પ્રશિક્ષકોની તાલીમને મજબૂત બનાવવાથી વિદ્યાર્થીઓ ઉદ્યોગોની જરૂરિયાત મુજબનાં કૌશલ્યો વિકસાવી શકશે. આનાથી તેઓ ઉત્પાદન ક્ષેત્ર અને સંબંધિત ઉદ્યોગોમાં રોજગાર માટે તૈયાર થશે તેમજ સ્થાનિક સ્તરે કુશળ માનવબળની ઉપલબ્ધતા પણ વધશે.”એએમ/એનએસ ઇન્ડિયા તેના શૈક્ષણિક અને ટેકનિકલ ભાગીદાર ન્યૂ એજ મેકર્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (નામટેક) સાથે મળીને આ પ્રોજેક્ટનો અમલ કરશે. આ અંતર્ગત તાલીમ સુવિધાઓનું આધુનિકીકરણ, વર્તમાન અભ્યાસક્રમોમાં સુધારા, નવા વ્યવસાયલક્ષી તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવા અને પ્રશિક્ષકોની તાલીમને વધુ મજબૂત બનાવવા જેવા કાર્યો કરવામાં આવશે.આ સુધારાઓના પરિણામે વિદ્યાર્થીઓને કાર્યસ્થળ પર ઉપયોગમાં લેવાતાં સાધનો અને પદ્ધતિઓ સાથે તાલીમ મેળવવાની વધુ તકો મળશે. વ્યવહારુ તાલીમ દ્વારા તેઓ વર્ગખંડમાં મેળવેલા જ્ઞાનનો વાસ્તવિક પરિસ્થિતિઓમાં ઉપયોગ કરી શકશે અને ટેકનિકલ કામગીરી કરવામાં આત્મવિશ્વાસ કેળવી શકશે. પ્રશિક્ષકોને પણ તેમનું ટેકનિકલ જ્ઞાન અને શિક્ષણ કૌશલ્ય વધારવા માટે તાલીમ આપવામાં આવશે.આ પ્રોજેક્ટ હેઠળ પાંચ સરકારી આઈટીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં સરકારી આઈટીઆઈ, સુરત; સરકારી આઈટીઆઈ, હજીરા; સરકારી આઈટીઆઈ, બારડોલી; સરકારી મહિલા આઈટઆઈ, સચિન અને સરકારી મહિલા આઈટીઆઈ, સુરતનો સમાવેશ થાય છે. સરકારી આઈટીઆઈ, સુરત મુખ્ય તાલીમ કેન્દ્ર તરીકે કાર્ય કરશે અને સંયુક્ત સુવિધાઓ તથા સંસાધનો દ્વારા અન્ય ચાર સંસ્થાઓને સહયોગ આપશે.તાલીમને ઉદ્યોગોની જરૂરિયાતો સાથે વધુ સુસંગત બનાવવાથી વિદ્યાર્થીઓને રોજગાર માટે તૈયાર કરવામાં મદદ મળશે અને નોકરીદાતાઓને જરૂરી કૌશલ્ય ધરાવતા ઉમેદવારો મળી શકશે. આ આધુનિકીકરણથી બંને મહિલા આઈટીઆઈમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓને પણ લાભ થશે અને તેમને ટેકનિકલ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે વધુ સારી રીતે તૈયાર થવામાં મદદ મળશે.ગુજરાતમાં થયેલો આ કરાર પીએમ-સેતુ યોજના હેઠળ એએમ/એનએસ ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલા બે અલગ-અલગ હિસ્સેદારી કરારોમાંથી એક છે. બીજો કરાર આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ક્લસ્ટરની ચાર સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે કરવામાં આવ્યો છે. બંને પ્રોજેક્ટ હેઠળ કુલ નવ આઈટીઆઈનો સમાવેશ થાય છે, જેમાં કુલ રૂ. ૪૪૦ કરોડનું રોકાણ મંજૂર કરવામાં આવ્યું છે.પીએમ-સેતુ ભારત સરકારની એક પહેલ છે, જેના માટે કુલ રૂ. ૬૦,૦૦૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાનો ઉદ્દેશ ઉદ્યોગોની ભાગીદારીથી દેશની ૧,૦૦૦ સરકારી આઈટીઆઈનું આધુનિકીકરણ કરવાનો અને પાંચ રાષ્ટ્રીય કૌશલ્ય તાલીમ સંસ્થાઓને મજબૂત બનાવવાનો છે, જેથી યુવાનોને રોજગાર માટે જરૂરી વ્યવહારુ કૌશલ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળી શકે.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here