Monday, October 12, 2026
HomeGujaratઅટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના અનોખા સંગમ સાથે...

અટીરા ગરબા નાઇટ ૨૦૨૬: સંસ્કૃતિ, પરંપરા અને સામાજિક એકતાના અનોખા સંગમ સાથે અટીરાના કેમ્પસમાં ભવ્ય ગરબા મહોત્સવ સંપન્ન થયો

Date:

Related stories

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

અમદાવાદ: અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન (અટીરા) દ્વારા તેના હરિયાળા કેમ્પસ ખાતે ‘અટીરા ગરબા નાઇટ ૨૦૨૬’નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે આયોજિત આ સાંસ્કૃતિક ઉત્સવમાં અટીરાના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, સંશોધકો, ઉદ્યોગજગતના અગ્રણીઓ, પ્રતિષ્ઠિત મહેમાનો અને તેમના પરિવારજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ગરબાની રમઝટ સાથે ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાની ઉજવણી કરી હતી. સમગ્ર સંધ્યા દરમિયાન પરંપરાગત સંગીત, ભક્તિ અને ઉમંગનો અનોખો માહોલ સર્જાયો હતો. આ ગરબામાં પરફોર્મન્સ મિતાલી નાગ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનો પ્રારંભ રાત્રે ૮ વાગ્યે મંત્રોચ્ચાર અને પરંપરાગત મહાઆરતી સાથે થયો હતો. અટીરાના ડિરેક્ટર શ્રી પ્રજ્ઞેશ શાહ સહિતના અગ્રણીઓએ આરતીમાં સહભાગી બનીને નવરાત્રિ પર્વની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય સહકારી સંઘના મુખ્ય કાર્યકારી અધિકારી ડૉ. રાજેન્દ્ર ત્રિવેદી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી દેવાંગ દાણી, GTPLના હેડ શ્રી દેવાંગ ભટ્ટ, એએમએના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિત તેમજ ઉર્જાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જનક નાણાવટી સહિતના અનેક વિશિષ્ટ મહાનુભાવોએ ખાસ ઉપસ્થિતિ આપી કાર્યક્રમની શોભા વધારી હતી. આ ઉપરાંત ગુજરાતી નાટ્યજગતનાં જાણીતાં દિગ્દર્શક અને નિર્માત્રી શ્રીમતી આરતી સોની તથા શ્રીમતી ફાલ્ગુની જાનીએ પણ ઉપસ્થિત રહીને ઉજવણીમાં ઉત્સાહ ઉમેર્યો હતો.આ વર્ષની ગરબા નાઇટનું મુખ્ય આકર્ષણ અને વિશેષ પાસું BPA અને Uthanનાં બાળકોની ઉત્સાહભેર સહભાગિતા રહી હતી.

અટીરા દ્વારા સામાજિક સંવેદનશીલતા અને સર્વસમાવેશક અભિગમ દાખવીને આ બાળકોને વિશેષ રૂપે આમંત્રિત કરવામાં આવ્યા હતા. બાળકોએ ગરબાના તાલે ઝૂમીને ઉત્સવનો આનંદ માણ્યો હતો, જેનાથી ઉપસ્થિત સૌ કોઈ ભાવવિભોર બન્યા હતા અને આયોજનમાં અનોખી લાગણીત્મક ક્ષણો ઉમેરાઈ હતી.કાર્યક્રમ દરમિયાન મિતાલી નાગ અને તેમની ટીમ દ્વારા રજૂ કરવામાં આવેલા મંત્રમુગ્ધ કરી દેતાં ગરબા ગીતો અને સંગીત સૂર પર રમતવીરો તથા મહેમાનો મોડી રાત સુધી ગરબાના તાલે ઝૂમ્યા હતા. પરંપરાગત ચણિયાચોળી, કેડિયાં અને સાડી જેવા રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈને આવેલા ખેલૈયાઓએ અટીરાના પરિસરમાં નવરાત્રિની ભવ્યતાને જીવંત કરી હતી. સંશોધન, વિજ્ઞાન અને ઉદ્યોગ જગતના લોકો માટે ઔપચારિક કામગીરીથી દૂર રહીને પરસ્પર સંવાદ, સ્નેહ અને ટીમભાવના મજબૂત બનાવવાનું આ મંચ એક સુંદર માધ્યમ સાબિત થયું હતું. પરંપરા અને આધુનિકતાના ઉત્કૃષ્ટ સમન્વય સાથે આયોજિત અટીરા ગરબા નાઇટ ૨૦૨૬ સૌ કોઈ માટે એક યાદગાર અને સુખદ અનુભવ બની રહી હતી.

મધ્યપ્રદેશ ટ્રાવેલ માર્ટ 2026માં ₹3,729 કરોડના રોકાણ પ્રસ્તાવો, 10,263...

•છેલ્લા 10 વર્ષમાં ₹3,963 કરોડનું ખાનગી રોકાણ; વર્ષ 2027...

પીએમ-સેતુ યોજના હેઠળ ગુજરાતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે...

સુરત ૧૨ ઑક્ટોબર, ૨૦૨૬: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત...

આશાપુરા માતાનો મઢ એ‌ કચ્છનું નજરાણું છે, અને એનાં નામ...

વાચકો તરફથી વિદેશ પ્રવાસની અનૂભૂતિ અને ત્યાંના કલ્ચર વિશેનાં...

જેએનયુના પ્રોફેસર અને વૈજ્ઞાનિક ડૉ. આનંદ રંગનાથન અને ડૉ....

શું વિજ્ઞાન વધુ લોકોના જીવ બચાવી શકે છે, શું...

આનંદ નિકેતન ઇન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ ટીમ એ અને સેન્ટ...

ડિસેમ્બર 2026માં યોજાનાર એસીજી જુનિયર એનબીએ 3વી3 નેશનલ ફાઇનલ્સ...

જેએસડબલ્યુ એમજી મોટર ઇન્ડિયા એ સુરતમાં એક જ દિવસમાં...

Ahmedabad, September 29th, 2026: જેએસડબલ્યુ એમજી મોટર ઈન્ડિયાએ સુરતમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here