Wednesday, October 14, 2026
HomeGujaratનર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ

Date:

Related stories

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને દર્શાવે છે.સમગ્ર ગુજરાતમાં આગામી 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે.રાજપીપલા તા 14 નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ કારોબારી બેઠક યોજાઈ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં આદિજાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા સહિતના નેતાઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમો અને આદિવાસી સમાજ સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની કારોબારી બેઠક યોજાઈ હતી. આદિજાતિ મોરચાની નવી ટીમની રચના બાદ યોજાયેલી આ પ્રથમ કારોબારી બેઠકને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં પ્રદેશ પ્રમુખ ગણપત વસાવા, કેબિનેટ મંત્રી નરેશ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન ભાજપના નેતાઓએ સંગઠનની મજબૂતી, ચૂંટણીમાં પક્ષના પ્રદર્શન અને આદિવાસી સમાજમાં પક્ષના વધતા જનસમર્થન અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ જણાવ્યું હતું કે ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને દર્શાવે છે. તેમણે દાવો કર્યો હતો કે ભાજપ વિકાસના મુદ્દે રાજનીતિ કરે છે અને પ્રજાની વચ્ચે રહીને કામ કરે છે, જેના કારણે ગુજરાત અને દેશમાં ભાજપ સતત આગળ વધી રહ્યો છે.કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં હાર બાદ ઈવીએમ અને ચૂંટણી પ્રક્રિયા અંગે ઉઠાવવામાં આવતા સવાલો અંગે પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી. તેમના જણાવ્યા મુજબ, કોંગ્રેસ જ્યાં જીતે છે ત્યાં ઈવીએમ અંગે સવાલો ઉઠાવતી નથી, પરંતુ હાર બાદ આક્ષેપો કરે છે. તેમણે કહ્યું કે દેશની જનતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ છે.વધુમાં તેમણે જણાવ્યું હતું કે આગામી 15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી સમગ્ર દેશમાં ઉત્સાહભેર થાય તે માટે આદિજાતિ મોરચા દ્વારા આયોજન અને સંગઠનાત્મક કામગીરી પર ભાર મૂકવામાં આવશે. પક્ષના કાર્યકર્તાઓ સંગઠનાત્મક રીતે સજ્જ છે અને ચૂંટણી માટે અલગથી તૈયાર કરવાની જરૂર નથી. અગાઉ આદિવાસી સમાજ કોંગ્રેસની વોટબેંક ગણાતો હતો, પરંતુ ભાજપ સરકારની વનબંધુ કલ્યાણ યોજના સહિતની વિવિધ વિકાસલક્ષી યોજનાઓના કારણે આદિવાસી સમાજનો વિશ્વાસ ભાજપ તરફ વધ્યો હોવાનો તેમણે દાવો કર્યો હતો.તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભાજપનું સંગઠન મજબૂત છે અને આગામી સમયમાં પણ આદિવાસી વિસ્તારોમાં વિકાસના કાર્યો તથા સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ વેગ આપવામાં આવશે.

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here