Wednesday, October 14, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ દ્વાર અને ઈન્ટીગ્રેટેડ...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ દ્વાર અને ઈન્ટીગ્રેટેડ ફુટ ઓવર બ્રિજ (FOB) નું ઉદઘાટન

Date:

Related stories

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં કુશવાહ અને મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ કર્યું ઉદઘાટન .દીપાવલી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓને મળશે મોટી સુવિધા; અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ અને બુલેટ ટ્રેન સ્ટેશન ના નિર્માણ કામોની પ્રગતિની પણ કરી સમીક્ષા .

અમદાવાદ, 14 ઓક્ટોબર 2026. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ યાત્રીઓને આધુનિક, સુરક્ષિત તેમજ સુવિધાજનક રેલવે સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે. આ જ ક્રમમાં અમદાવાદ રેલવે સ્ટેશનની પુનઃવિકાસ પરિયોજના હેઠળ આજે સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશદ્વાર અને ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવર બ્રિજનો શુભારંભ માનનીય સાંસદ, અમદાવાદ (પશ્ચિમ) શ્રી દિનેશભાઈ મકવાણા તેમજ માનનીય ધારાસભ્ય, બાપુનગર શ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા કરવામાં આવ્યો.આ અવસરે મંડળ રેલ મેનેજર, અમદાવાદ શ્રી વેદ પ્રકાશ સહિત નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL), રેલવે લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (RLDA) તેમજ અમદાવાદ મંડળના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. દીપાવલી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓને મળશે ઉત્તમ સુવિધા. આગામી દીપાવલી અને છઠ પૂજા દરમિયાન યાત્રીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશદ્વાર અને ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવર બ્રિજનો શુભારંભ એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે. આ નવી સુવિધાથી સરસપુર અને આસપાસના વિસ્તારોમાંથી આવતા યાત્રીઓને રેલવે સ્ટેશનમાં પ્રવેશ કરવા તથા પ્લેટફોર્મ સુધી પહોંચવા માટે વધારાનો અને સરળ માર્ગ ઉપલબ્ધ થશે. નવા પ્રવેશદ્વાર અને ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવર બ્રિજ શરૂ થવાથી યાત્રીઓની અવરજવરને વધુ વ્યવસ્થિત બનાવવા તેમજ સ્ટેશનના હાલના પ્રવેશ માર્ગો પરનું દબાણ ઓછું કરવામાં પણ સહાયતા મળશે. અમદાવાદ રેલવે સ્ટેશન અને બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ કામનું નિરીક્ષણ.શુભારંભ કાર્યક્રમ બાદ માનનીય સાંસદ અને ધારાસભ્ય એ મંડળ રેલ મેનેજર શ્રી વેદ પ્રકાશ તેમજ સંબંધિત અધિકારીઓ સાથે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ કામો અને મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પરિયોજના હેઠળ વિકસાવવામાં આવી રહેલા બુલેટ ટ્રેન સ્ટેશનના નિર્માણ કામની પ્રગતિનું નિરીક્ષણ કર્યું.નિરીક્ષણ દરમિયાન વિવિધ નિર્માણ પ્રવૃત્તિઓ, યાત્રી સુવિધાઓના વિકાસ, સ્ટેશન સંકુલની કનેક્ટિવિટી તેમજ ભવિષ્યની પાયાની માળખાકીય યોજનાઓની માહિતી મેળવવામાં આવી.મંડળ રેલ મેનેજર શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું કે અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ એક અત્યંત મહત્વપૂર્ણ પરિયોજના છે, જેને રેલવે સંચાલન અને યાત્રી સેવાઓ ચાલુ રાખીને તબક્કાવાર રીતે અમલમાં મૂકવામાં આવી રહી છે. નિર્માણ કામ દરમિયાન યાત્રીઓની સુરક્ષા, સુવિધા અને અવિરત રેલવે સંચાલનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રેલવે, બુલેટ ટ્રેન અને મેટ્રો વચ્ચે વિકસિત થશે ઉત્તમ કનેક્ટિવિટી અમદાવાદ રેલવે સ્ટેશનને ભવિષ્યમાં એક આધુનિક મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તરીકે વિકસાવવાની દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે. આ યોજના હેઠળ ભારતીય રેલવે, બુલેટ ટ્રેન સ્ટેશન અને નજીકના મેટ્રો સ્ટેશન વચ્ચે ઉત્તમ કનેક્ટિવિટી સ્થાપિત કરવાનું લક્ષ્ય છે.અમદાવાદ રેલવે સ્ટેશનની સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશદ્વાર અને ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવર બ્રિજ આ સર્વગ્રાહી વિકાસ યોજનાનો મહત્વપૂર્ણ ભાગ છે. યાત્રીઓની સુવિધા માટે આ ઇન્ટિગ્રેટેડ ફૂટ ઓવર બ્રિજ પર હાલમાં 10 એસ્કેલેટર અને લિફ્ટ કાર્યરત છે. નવનિર્મિત દ્વિતીય પ્રવેશદ્વાર પર પણ લિફ્ટનું નિર્માણ કામ પ્રગતિમાં છે, જેને વહેલાંસર જ યાત્રીઓના ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે.આગામી દિવસોમાં મેટ્રો સ્ટેશનથી રેલવે સ્ટેશન સંકુલમાં સીધા પ્રવેશની સુવિધા શરૂ કરવાની પણ યોજના છે. આનાથી યાત્રીઓને વિવિધ પરિવહન સાધનો વચ્ચે સરળ અવરજવરની સુવિધા મળશે અને અમદાવાદ રેલવે સ્ટેશનને એક આધુનિક અને સંકલિત પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવાના પ્રયાસોને વેગ મળશે.રૂફ પ્લાઝા અને પ્લેટફોર્મ સુવિધાઓનો તબક્કાવાર વિકાસ અમદાવાદ રેલવે સ્ટેશન પુનઃવિકાસ પરિયોજના હેઠળ રૂફ પ્લાઝા સહિત વિવિધ આધુનિક યાત્રી સુવિધાઓનો વિકાસ તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યો છે.ભવિષ્યમાં રૂફ પ્લાઝા મારફતે યાત્રીઓને ટિકિટિંગ એરિયા, પ્રતીક્ષા ખંડો અને વિવિધ પ્લેટફોર્મ સુધી ઉત્તમ પહોંચ ઉપલબ્ધ કરાવવાની યોજના છે. આ ઉપરાંત પ્લેટફોર્મ સાથે સંબંધિત નિર્માણ અને વિકાસ કામ પણ પ્રગતિમાં છે. જરૂરી સુરક્ષા નિરીક્ષણ અને સંબંધિત મંજૂરીઓ પ્રાપ્ત થયા બાદ આ સુવિધાઓને તબક્કાવાર રીતે યાત્રીઓ માટે શરૂ કરવામાં આવશે.સાઉથ MMTH બિલ્ડીંગના 14 માળનું બાંધકામ પૂર્ણ.અમદાવાદ રેલવે સ્ટેશન પર સાઉથ મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબ (MMTH) બિલ્ડીંગનું બાંધકામ પણ ઝડપથી પ્રગતિમાં છે. આ બિલ્ડીંગના 14 માળનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે બાકીના બે માળ પર કામ પ્રગતિમાં છે.યાત્રીઓની સુવિધા માટે MMTH બિલ્ડીંગમાં પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS), ક્લોક રૂમ અને ડિજિટલ લોકર, વેટિંગ રૂમ, એસી વેટિંગ રૂમ જેવી મહત્ત્વપૂર્ણ સુવિધાઓ સ્થળાંતરિત કરવામાં આવી ચૂકી છે. આ સાથે જ પ્લેટફોર્મ નંબર 1 થી યાત્રીઓના પ્રવેશ અને નિકાસની વ્યવસ્થા પણ શરૂ કરી દેવામાં આવી છે.સ્ટેશનના સમગ્ર વિકાસ હેઠળ નોર્થ MMTH બિલ્ડીંગનું બાંધકામ પણ વહેલાંસર શરૂ કરવાની યોજના છે.સારંગપુર અને કાલુપુર રેલવે બ્રિજના વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા નિરીક્ષણ દરમિયાન સારંગપુર અને કાલુપુર રેલવે બ્રિજ સાથે સંબંધિત બાંધકામના કામોની પ્રગતિની પણ સમીક્ષા કરવામાં આવી.મંડળ રેલ મેનેજર શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું કે શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને સામાન્ય નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને બંને રેલવે બ્રિજના કામોને તબક્કાવાર રીતે આગળ વધારવાની યોજના બનાવવામાં આવી છે, જેથી બંને જગ્યાઓ પર ટ્રાફિક એકસાથે પ્રભાવિત ન થાય. હાલમાં સારંગપુર રેલવે બ્રિજનું કામ ઝડપથી પ્રગતિમાં છે. ત્યારબાદ કાલુપુર રેલવે બ્રિજના કામને આગળ વધારવામાં આવશે. ભવિષ્યની ટ્રાફિક જરૂરિયાતો અને વધતા ટ્રાફિક દબાણને ધ્યાનમાં રાખીને બંને બ્રિજને ચાર લેનથી છ લેન સુધી વિકસાવવાની યોજના અનુસાર કામ કરવામાં આવી રહ્યું છે.દરરોજના લગભગ એક લાખ યાત્રીઓની સુવિધા અને સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતાઅમદાવાદ રેલવે સ્ટેશન પર રોજના લગભગ એક લાખ યાત્રીઓની અવરજવર થાય છે. આટલી મોટી સંખ્યામાં યાત્રીઓની અવરજવર અને નિયમિત રેલવે સંચાલનને ધ્યાનમાં રાખીને સ્ટેશન પુનર્વિકાસના તમામ કામો સુનિયોજિત અને તબક્કાવાર રીતે કરવામાં આવી રહ્યા છે. પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ આધુનિક યાત્રી સુવિધાઓ, ઉત્તમ કનેક્ટિવિટી, ઉન્નત પાયાની માળખાકીય સુવિધા અને સુરક્ષિત રેલવે સંચાલન મારફતે અમદાવાદ રેલવે સ્ટેશનને એક આધુનિક, સુવિધાજનક અને યાત્રી-અનુકૂળ પરિવહન કેન્દ્ર તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે. સરસપુર સાઈડ પર દ્વિતીય પ્રવેશદ્વારનો શુભારંભ આ જ દિશામાં એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ છે, જેનાથી વિશેષરૂપે આગામી તહેવારોની સિઝનમાં યાત્રીઓને વધારાની સુવિધા મળશે.

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

ગાંધીનગર યાર્ડ અને GEB પાવર પ્લાન્ટની વચ્ચે આવેલ રેલવે...

25 ઓક્ટોબર 2026 સુધી ગાંધીનગર યાર્ડ અને GEB પાવર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here