Wednesday, October 14, 2026
HomeGujaratગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે મોબાઇલ થિયેટર વાન...

ગુજરાતમાં ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અંતર્ગત ‘ડાક ચૌપાલ માટે મોબાઇલ થિયેટર વાન અભિયાન’નો અમદાવાદમાં શુભારંભ

Date:

Related stories

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે પોસ્ટ વિભાગ, ડાક ચૌપાલ દ્વારા થશે જનસંવાદ.‘ડાક સેવા, જન સેવા’: મોબાઇલ થિયેટર વાન અને ‘ડાક ચૌપાલ’ અભિયાન દ્વારા ગામે-ગામ અને જનજન સુધી પહોંચશે ઈન્ડિયા પોસ્ટની સેવાઓ .ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ડાક સેવાઓ પ્રત્યે જનજાગૃતિ વધારવા, નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા તેમજ વિભાગની વિવિધ નાગરિક કેન્દ્રિત સેવાઓ સામાન્ય જનતા સુધી પહોંચાડવાના હેતુથી ‘ડાક ચૌપાલ માટે મોબાઇલ થિયેટર વાન અભિયાન’નો શુભારંભ 14 ઑક્ટોબરના રોજ અમદાવાદની નવરંગપુરા હેડ પોસ્ટ ઑફિસ ખાતે કરવામાં આવ્યો.

આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાએ ગુજરાત પરિમંડળના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકરે તથા ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવ સાથે ડાક ચૌપાલનો શુભારંભ કર્યો અને મોબાઇલ થિયેટર વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું.આ પ્રસંગે સુકન્યા સમૃદ્ધિ યોજના, પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ અને ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સના લાભાર્થીઓને પાસબુક તથા પૉલિસી બૉન્ડ પણ એનાયત કરવામાં આવ્યાં. કાર્યક્રમમાં ડાક સેવા નિદેશક સુશ્રી અનુબ્રતા દાસ અને અમદાવાદ સિટી મંડળના પ્રવર અધિક્ષક શ્રી શિશિર કુમાર પણ મંચ પર ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું કે ડાક ચૌપાલ માટેનું મોબાઇલ થિયેટર વાન અભિયાન પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ અને જનકલ્યાણકારી યોજનાઓને ગામેગામ અને સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં અસરકારક સાબિત થશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ની ભાવના સાથે સમગ્ર દેશ પ્રગતિ અને વિકાસનાં નવાં આયામો સર કરી રહ્યો છે. સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે જરૂરી છે, જેથી વધુમાં વધુ લોકો આ સેવાઓનો લાભ લઈ શકે. સમયની સાથે પોસ્ટલ સેવાઓમાં અનેક પરિવર્તનો આવ્યાં છે અને આજે પોસ્ટ વિભાગ પત્રો તથા પાર્સલોની સાથે-સાથે સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને તેના લાભો પણ લોકો સુધી પહોંચાડી રહ્યું છે. ‘સરકારી સેવાઓ આપના દ્વારે’ અભિયાન અંતર્ગત આ પહેલ ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં જનજાગૃતિ વધારવા તેમજ નાગરિકો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.ગુજરાત પરિમંડળના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકરે જણાવ્યું કે ગુજરાત પરિમંડળ હેઠળ પોસ્ટલ સેવાઓના વિસ્તરણ, આધુનિકીકરણ અને નાગરિકલક્ષી પહેલોને આગળ વધારવા માટે સતત નવાં પગલાં લેવામાં આવી રહ્યાં છે. ‘ડાક સેવા, જન સેવા’ના માધ્યમથી વિભાગ સામાન્ય જનતાને પરંપરાગત પોસ્ટલ સેવાઓની સાથે નાણાકીય સશક્તિકરણ અને નાગરિકલક્ષી સેવાઓ પૂરી પાડીને સમર્પિત સેવા કેન્દ્ર તરીકેની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત મોબાઇલ થિયેટર વાન સમગ્ર ગુજરાત પરિમંડળના દરેક જિલ્લામાં વિવિધ નિર્ધારિત સ્થળોએ પહોંચશે અને દરેક સ્થળે ડાક ચૌપાલનું આયોજન કરવામાં આવશે. આ માધ્યમથી ગ્રામીણ નાગરિકોને પોસ્ટ વિભાગની વિવિધ સેવાઓ, યોજનાઓ અને સુવિધાઓ અંગે માહિતી આપવામાં આવશે. ડાક ચોપાલનું વ્યાપક આયોજન કરવામાં ગુજરાત રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રહ્યું છે.ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું કે બદલાતા સમયની સાથે નાણાકીય સમાવેશ, ડિજિટલ ઇન્ડિયા અને અંત્યોદયના ક્ષેત્રોમાં પોસ્ટ વિભાગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ગામડાંથી લઈને શહેરો સુધી, દૂરના વિસ્તારોથી દેશના દૂરના ખૂણા સુધી, ભારતીય પોસ્ટે લોકોના જીવનમાં વિશ્વાસ, સંપર્ક અને સેવાનો મજબૂત સંબંધ સ્થાપિત કર્યો છે. ડાક ચૌપાલનો મુખ્ય ઉદ્દેશ પોસ્ટ વિભાગને જનતાની વધુ નજીક લાવવાનો અને જનતાને પોસ્ટ વિભાગની સેવાઓ સાથે જોડવાનો છે. પોસ્ટ વિભાગ દેશની સામાજિક અને આર્થિક વ્યવસ્થાનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. ‘ડાકિયા ડાક લાયા’થી લઈને ‘ડાકિયા બેંક લાયા’ સુધીની સફર પોસ્ટ વિભાગની બદલાતી ભૂમિકા, ટેક્નોલોજીકલ પ્રગતિ અને જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.આ પ્રસંગે ગાંધીનગર મંડળના પ્રવર ડાક અધિક્ષક શ્રી શુભમ ડોંગરદિવે, સહાયક નિદેશક રિતુલ ગાંધી, વારિસ વહોરા, સિરાજ મન્સૂરી, આઈપીપીબી એજીએમ સંદીપ કુમાર, ચીફ મેનેજર અભિજિત જીભકાટે, સહાયક અધિક્ષક અરવિંદ રમન, રમેશ પટેલ અને રોનક શાહ, નિરીક્ષક પાયલ પટેલ, નવરંગપુરા સિનિયર પોસ્ટમાસ્ટર એમ. એલ. મકવાણા તેમજ નગર કાઉન્સિલર આશાબેન બ્રહ્મભટ્ટ, એકતાબેન રાવલ, હેમંત કાબરા અને રિતેશ દૂધિયા સહિત પોસ્ટ વિભાગના અનેક અધિકારીઓ, કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદાના કેવડિયા ખાતે ભાજપ આદિજાતિ મોરચાની પ્રદેશ કક્ષાની મહત્વપૂર્ણ...

ગાંધીનગર સહિતની પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલા પરિણામો પક્ષ પ્રત્યેના જનવિશ્વાસને...

અમદાવાદ રેલવે સ્ટેશનના સરસપુર સાઈડ પર નવનિર્મિત દ્વિતીય પ્રવેશ...

માનનીય સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિહં...

ઉડતા તીર વિશે આયુષ્માન ખુરાના કહે છે: “તમને લાગે...

ઉડતા તીરના બીજા ટ્રેલરમાં કોમેડી, એક્શન અને મનોરંજનનો વધુ...

નવદુર્ગાનાં ચોથા સ્વરૂપ કુષ્માંડાનું ધ્યાન ધરવાથી ઉગતાં સૂર્ય જેવી...

શક્તિ નાં ઘણાં સ્વરૂપ છે, પરંતુ પશુ અને માનવીને...

કરુણા પાંડે અને મુકુલ હરીશ ખાસ શહેર મુલાકાત સાથે...

પુષ્પા પોતાની ઘણા વર્ષોથી વિખૂટા પડેલા દીકરા ટાઇગર માટે...

એરટેલ પોસ્ટપેઇડ ગ્રાહકો અમદાવાદમાં આદિત્ય ગઢવી સાથે ગરબાનો ખાસ...

આ નવરાત્રિમાં એરટેલ તેના પોસ્ટપેઇડ ગ્રાહકોને અમદાવાદમાં લોકપ્રિય ગાયક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here