ઓશિયેનિક્સની નવી પોલર એડિશન દ્વારા ફાસ્ટ્રેકની “Never Same, Never Sane” ની ભાવનાને એક એવી અદભુત અને કલ્પનાથી ભરપૂર બર્ફીલી સમુદ્રી દુનિયા મારફતે જીવંત કરવામાં આવી છે, જ્યાં સમય થંભી જાય છે અને વ્યક્તિના મન પર કોઈ એક વસ્તુની ઘેલછા સવાર થઈ જાય છે.નેશનલ, (તારીખ): અત્યારે તમને શેનો શોખ છે? વારંવાર સાંભળતા હો એવી કોઈ ગીતોની યાદી, માચા ડ્રિંકનો નવો શોખ, એવી કોઈ રમત જેને રમીને મન જ ન ભરાય, કે પછી એવું કોઈ શહેર જ્યાં તમે દુનિયાથી દૂર થઈને ખોવાઈ જવા ઇચ્છો છો? આજની એવી પેઢી, જે એકસાથે અનેક શોખ કેળવી શકે છે, અલગ-અલગ વ્યક્તિત્વ ધરાવી શકે છે અને વિવિધ વિષયોમાં ઊંડો રસ લઈ શકે છે, તેના માટે કોઈ એક વસ્તુમાં રસ હોવાનો અર્થ માત્ર એક જ ઓળખ ધરાવવી એવો થતો નથી. ફાસ્ટ્રેકનું “Never Same, Never Sane” કેમ્પેઇન હંમેશાં આ વિવિધતાને રજૂ કરતું રહ્યું છે. હવે ઓશિયેનિક્સની નવી પોલર એડિશન સાથે બ્રાન્ડે વ્યક્તિના વિવિધ શોખ અને ઘેલછાઓની પોતાની દુનિયાને એવા વિશ્વમાં પહોંચાડી છે, જ્યાં સમય થંભી જાય છે.

જેન ઝી માટે કોઈ બાબતમાં ખૂબ જ ઊંડો રસ હોવો એ માત્ર શોખ પૂરતો સીમિત નથી, પરંતુ તે પોતાની આગવી દુનિયા બની જાય છે. કોઈ ગીત વ્યક્તિના વ્યક્તિત્વનો હિસ્સો બની શકે છે. કોઈ ખાસ પહેરવેશ તેની મનોદશા વ્યક્ત કરી શકે છે. કોઈ રમત, ચાહકોનું જૂથ, મનપસંદ સર્જક કે સ્થળ રોજિંદા જીવનમાંથી દૂર થઈને પોતાની અલગ દુનિયામાં ખોવાઈ જવાનો રસ્તો બની શકે છે. ‘ફ્રીઝ આઉટ’ એવી કલ્પના રજૂ કરે છે કે જો આ ક્ષણો જ એક અલગ સ્થળનું સ્વરૂપ ધારણ કરી લે તો એ દુનિયા કેવી દેખાય.બરફથી ઢંકાયેલા મહાસાગરો, સતત બદલાતી બરફની રચનાઓ અને દૂર સુધી ફેલાયેલી ધ્રુવીય ક્ષિતિજોની સ્વપ્નિલ દુનિયાની પૃષ્ઠભૂમિમાં તૈયાર કરાયેલું આ કેમ્પેઇન વ્યક્તિના ઊંડા શોખને એવી જીવંત અને અનુભવી શકાય તેવી દુનિયામાં ફેરવે છે, જ્યાં અલગ-અલગ શોખ એકસાથે રહી શકે છે, એકબીજા સાથે ભળી શકે છે અને સમયની સાથે બદલાઈ પણ શકે છે. કારણ કે જેન ઝી માટે કોઈ એક વસ્તુમાં રસ હોવાનો અર્થ એ નથી કે તેમની ઓળખ માત્ર એ જ વસ્તુથી નક્કી થાય. સંગીત, ફેશન, ગેમિંગ, સંસ્કૃતિ, મનપસંદ કલાકારો કે વિષયોના ચાહકોનું વિશ્વ અને અંગત ઘેલછાઓ, આ બધું જ વ્યક્તિની ઓળખ વ્યક્ત કરવાની સમાન રીતે મહત્વપૂર્ણ રીતો છે.સમય થંભી ગયેલી દુનિયાથી પ્રેરિત ઘડિયાળો ‘ફ્રીઝ આઉટ’ની કલ્પનાને પહેરી શકાય તેવી ડિઝાઇનમાં સાકાર કરતી ઓશિયેનિક્સની નવી પોલર એડિશનનાં ઘડિયાળોની ડિઝાઇન બરફથી ઢંકાયેલા સમુદ્રી વિસ્તારોની રચના, રંગો અને અનિશ્ચિતતાથી પ્રેરિત છે.આ કલેક્શનમાં પુરુષો અને મહિલાઓ માટે કુલ 14 ઘડિયાળો રજૂ કરવામાં આવી છે. તેમાં આધુનિક અને આકર્ષક ડિઝાઇન સાથે બર્ફીલા વાદળી, સમુદ્રના ઘેરા લીલા, કાળા, ગનમેટલ ગ્રે, ચાંદી જેવા અને રોઝ ગોલ્ડ રંગની ઝલક જોવા મળે છે. ઘડિયાળના લેયરવાળા ડાયલ, અલગ પ્રકારની સરફેસ અને આકર્ષક બારીક વિગતો બર્ફીલા પાણી પર જોવા મળતી તિરાડોવાળી સપાટી તથા વિવિધ આકારોની યાદ અપાવે છે. મેટલ બ્રેસલેટ્સ, લેધર સ્ટ્રેપ્સ, અને સિલિકોન સ્ટાઇલની વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ આ કલેક્શન અલગ-અલગ મૂડ, સૌંદર્યની પસંદગી અને સ્વાભાવિક રીતે વ્યક્તિના મન પર છવાઈ જતા વિવિધ શોખને અનુરૂપ છે.આ લોન્ચ વિશે વાત કરતાં ફાસ્ટ્રેકના માર્કેટિંગ હેડ ડેની જેકબે જણાવ્યું હતું કે, “સૌથી રસપ્રદ શોખ અને ઘેલછાઓની ખાસિયત એ છે કે તે વ્યક્તિને આસપાસની બાકીની બધી જ બાબતોથી દૂર કરી દે છે. એક ક્ષણે તમે કોઈ બાબતને સામાન્ય રીતે જાણવાનો કે સમજવાનો પ્રયાસ કરતા હો છો અને બીજી જ ક્ષણે તેમાં સંપૂર્ણપણે ડૂબી જાઓ છો. પછી તે વારંવાર સાંભળતા હો એવા ગીતોની યાદી હોય, સ્નીકર કલ્ચર હોય, કોઈ રમત હોય, પહેરવેશની કોઈ ખાસ શૈલી હોય, કોઈ શહેર હોય કે પછી એવી કોઈ બાબત હોય જેને માત્ર તમે જ સમજી શકો. ઓશિયેનિક્સ સાથે અમે એવી કલ્પના કરી કે જો આ લાગણી જ એક અલગ દુનિયા બની જાય તો તે કેવી દેખાય. એક વિશાળ, બરફથી ઢંકાયેલી, અદભુત અને રોજિંદા જીવનથી સાવ અલગ દુનિયા. ‘ફ્રીઝ આઉટ’ એવી ક્ષણો વિશે છે, જ્યારે સમયનું મહત્વ રહેતું નથી અને કોઈ બાબતની ઘેલછા વ્યક્તિ પર છવાઈ જાય છે. ફાસ્ટ્રેકની ખરી ઓળખ આવી જ ક્ષણોમાં જોવા મળે છે. કારણ કે ઘડિયાળનું કામ હંમેશાં તમને સમયની જાણ કરાવવાનું જ હોવું જરૂરી નથી. કેટલીક વાર ઘડિયાળ એવી લાગણી પણ આપી શકે છે કે તમે સમયનો ખ્યાલ જ ભૂલી જાઓ.” ઓશિયેનિક્સ પોલર એડિશન માટેની કેમ્પેઇન ફિલ્મ હવે ફાસ્ટ્રેકની સોશિયલ મીડિયા ચેનલ્સ પર ઉપલબ્ધ છે. આ ફિલ્મ દ્વારા કલેક્શનની એવી દુનિયા જીવંત કરવામાં આવી છે, જ્યાં રોજિંદા જીવનથી દૂર જવાની લાગણી, કોઈ બાબતમાં સંપૂર્ણપણે ખોવાઈ જવાનો અનુભવ અને ‘ફ્રીઝ આઉટ’ની કલ્પના રજૂ કરવામાં આવી છે. આ કલેક્શન ફાસ્ટ્રેકનાં સ્ટોર્સ અને fastrack.in પર ઓનલાઇન ઉપલબ્ધ છે. તેની કિંમત રૂ. 3,995થી શરૂ થઈને રૂ. 7,095 સુધીની છે.
