Monday, October 26, 2026
HomeGujaratઆધ્યાત્મિકતા અને માનવતાનો દિવ્ય સંગમ : ૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ

આધ્યાત્મિકતા અને માનવતાનો દિવ્ય સંગમ : ૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ

Date:

Related stories

ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

પશ્ચિમ રેલવે અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં...

ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં વર્ષ 2026 નું ચોથું સફળ ઢીંચણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ ગાંધીધામ સબ-ડિવિઝન રેલવે હોસ્પિટલમાં...

ધ ઇન્ડિયન એથનિક કૉ. ગુજરાતમાં ભારતીય કારીગરીને આધુનિક અંદાજમાં...

ગુજરાત, ઓક્ટોબર ૨૦૨૬: ભારતીય ફેશન હંમેશાં કાપડ અને હસ્તકલા...

ચોરવાડ રોડ સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસના પ્રાયોગિક સ્ટોપેજનો...

ભાવનગર મંડળ હેઠળ ચોરવાડ રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોની...

નવયુગ નિર્માણ માટે આદિ વૈદિક! આદિ જૈવિક, અને આદિ...

રાવણના વધ અને રામ રાજ્યાભિષેક પછી રામરાજ્ય થયું !...

‘જાગૃતિ’ના માધ્યમથી આત્મચિંતન, બ્રહ્મજ્ઞાન અને માનવતાનો દિવ્ય સંદેશ
વિશ્વભરના નિરંકારી ભક્તો અને પ્રભુપ્રેમીઓ માટે વાર્ષિક નિરંકારી સંત સમાગમ ભક્તિ, પ્રેમ, આધ્યાત્મિકતા અને મિલવર્તનનું અનુપમ પર્વ છે. નિરંકારી સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજ તથા પૂજ્ય રાજપિતાજીના પાવન સાન્નિધ્યમાં ૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ તા.૨૩થી ૨૬ ઑક્ટોબર દરમિયાન હરિયાણાના સમાલખા સ્થિત સંત નિરંકારી આધ્યાત્મિક સ્થળે યોજાનાર છે.આ પાવન અવસરે દસ લાખથી વધુ ભક્તો ઉપસ્થિત રહેશે તેવી અપેક્ષા છે.

આ સમાગમમાં દેશ-વિદેશના ભક્તો સત્સંગ-સુમિરણ અને સેવાકાર્યોમાં સહભાગી બની સદગુરૂના આશીર્વચનોનું શ્રવણ કરશે. સમાગમના વિશાળ પરિસરમાં સેવાકાર્યો પૂર્ણ થયાં છે. દિલ્હી ઉપરાંત વિવિધ રાજ્યો અને ગુજરાતમાંથી આવેલા સંતો તથા સેવાદળના સભ્યો ઉત્સાહપૂર્વક સેવાઓમાં યોગદાન આપી રહ્યા છે. બાળકો-યુવાનો અને વડીલોમાં અનેરો ઉત્સાહ તથા સમર્પણ જોવા મળી રહ્યું છે.નિરંકારી મિશન બ્રહ્મજ્ઞાન દ્વારા યુવાવર્ગને આધ્યાત્મિકતા સાથે જોડીને સકારાત્મકતા,સંયમ, સહિષ્ણુતા અને માનવતાના મૂલ્યોનું સિંચન કરી રહ્યું છે.વિવિધ જાતિ,ધર્મ અને વર્ગના લોકો ભેદભાવ વિના સેવાકાર્યોમાં જોડાઈ એકતા અને માનવતાનો સંદેશ આપી રહ્યા છે.આ વર્ષનો સંત સમાગમ ‘જાગૃતિ’ વિષય પર આધારિત છે.દેશ-વિદેશના વક્તાઓ,ગાયક કલાકારો અને કવિઓ પ્રેરણાદાયી વિચારો તથા ભક્તિમય રચનાઓ દ્વારા પ્રેમ-એકતા અને સદભાવનાનો સંદેશ આપશે.નિરાકાર પ્રભુ-પરમાત્મા શાશ્વત સત્ય અને સમગ્ર સૃષ્ટિના મૂળ સ્ત્રોત છે.બ્રહ્મજ્ઞાન દ્વારા મનુષ્ય દરેક જીવમાં પરમાત્માની હાજરીનો અનુભવ કરે છે,જેના પરિણામે હૃદયમાં પ્રેમ,કરૂણા,પરોપકાર અને સમાનતા ની ભાવના વિકસે છે.સદગુરૂ માતા સુદીક્ષાજી મહારાજના ઉપદેશો આત્મીયતા અને માનવતાને જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે.સદગુરૂ સમજાવે છે કે જેમ ઓરડામાં અંધકાર દૂર કરવા સ્વિચ ચાલુ કરતાં પ્રકાશ ફેલાય છે તેમ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતાં અજ્ઞાનતાનો અંધકાર દૂર થઈ જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે. પરમાત્મા સાથે જોડાયેલું મન આંતરિક શાંતિ પ્રાપ્ત કરે છે અને વ્યક્તિના વિચારો-વાણી તથા કર્મમાં સકારાત્મકતા આવે છે.આધ્યાત્મિકતા સાંસારિક જવાબદારીઓથી દૂર જવાનું નહીં પરંતુ સંસારમાં રહીને અલિપ્તભાવથી કર્તવ્ય નિભાવવાનું શીખવે છે.નિઃસ્વાર્થ સેવા-સત્સંગ અને સુમિરણ મનુષ્યને અહંકારથી મુક્ત કરી જીવનમાં સહજતા અને સંતુલન લાવે છે.સંતો કોઈની જાતિ,ધર્મ,અમીરી કે ગરીબીના આધારે ભેદભાવ રાખતા નથી.તેમના જીવનમાં પ્રેમ આપવાની,બીજાના સુખમાં સુખ અનુભવવાની અને કૃતજ્ઞતાથી જીવવાની ભાવના પ્રબળ હોય છે.સાચો પ્રેમ અપેક્ષારહિત હોય છે અને માનવતાને મજબૂત બનાવે છે.આમ ૭૯મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ ‘જાગૃતિ’ના માધ્યમથી બ્રહ્મજ્ઞાન-આધ્યાત્મિકતા અને માનવતાના મૂલ્યોને જીવનમાં આત્મસાત્ કરવાની પ્રેરણા આપશે.સદગુરૂના ઉપદેશોથી સૌના જીવનમાં પ્રેમ,એકતા,શાંતિ અને આત્મીયતાનો પ્રકાશ પ્રસરાવે એ જ શુભકામના.

ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત- ૨૦૮૨’નું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ...

ગુજરાતના સાહિત્ય, કલા અને સંસ્કારના વારસાને ઉજાગર કરતા ગુજરાત...

પશ્ચિમ રેલવે અમદાવાદ અને ખડગપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન ચલાવશે

પશ્ચિમ રેલવે દ્વારા તહેવારોની મોસમ દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં...

ગાંધીધામ રેલવે હોસ્પિટલમાં વર્ષ 2026 નું ચોથું સફળ ઢીંચણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ ગાંધીધામ સબ-ડિવિઝન રેલવે હોસ્પિટલમાં...

ધ ઇન્ડિયન એથનિક કૉ. ગુજરાતમાં ભારતીય કારીગરીને આધુનિક અંદાજમાં...

ગુજરાત, ઓક્ટોબર ૨૦૨૬: ભારતીય ફેશન હંમેશાં કાપડ અને હસ્તકલા...

ચોરવાડ રોડ સ્ટેશન પર સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસના પ્રાયોગિક સ્ટોપેજનો...

ભાવનગર મંડળ હેઠળ ચોરવાડ રોડ રેલવે સ્ટેશન પર મુસાફરોની...

નવયુગ નિર્માણ માટે આદિ વૈદિક! આદિ જૈવિક, અને આદિ...

રાવણના વધ અને રામ રાજ્યાભિષેક પછી રામરાજ્ય થયું !...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here