આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ મંડળના એકાઉન્ટ વિભાગ દ્વારા બેંક ઑફ બરોડા, સાબરમતી, ભારતીય સ્ટેટ બેંક, કબીર ચોક તથા બેંક ઑફ બરોડા, ચાંદખેડામાં ડિજિટલ જીવન પ્રમાણપત્ર શિબિરોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ શિબિરો દરમિયાન કુલ 93 રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોના ડિજિટલ જીવન પ્રમાણપત્ર તૈયાર કરવામાં આવ્યા.
મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું કે આ રાષ્ટ્રવ્યાપી અભિયાન દેશભરના 2,000 થી વધુ શહેરો તથા નગરોના જાહેર ક્ષેત્રની બેંકો, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક, ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ (UIDAI), ઇલેક્ટ્રોનિકી અને સૂચના પ્રૌદ્યોગિકી મંત્રાલય તથા અન્ય સહભાગી વિગાભો અને સંગઠનોના સહયોગથી આયોજિત કરવામાં આવી રહ્યું છે.
શિબિરોમાં ઉપસ્થિત પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવવાની પ્રક્રિયા અને આના લાભો વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. સાથે જ, તેમને ઘરે બેઠાં પોતે ડિજિટલ માધ્યમથી જીવન પ્રમાણપત્ર તૈયાર કરવાની પ્રક્રિયા પણ સમજાવવામાં આવી, જેનાથી ભવિષ્યમાં તેમને જીવન પ્રમાણપત્ર જમા કરાવવા કાર્યાલયો અથવા બેંકોમાં જવાની જરૂર નહી પડે. અમદાવાદ મંડળમાં પણ આ અભિયાન હેઠળ વિવિધ સ્થળોએ પેન્શનરોને ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.તમામ રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોને અપીલ કરવામાં આવે છે કે તેઓ 30 નવેમ્બર, 2026 સુધી ચાલનારા આ અભિયાનનો વધુને વધુ લાભ ઉઠાવે અને નિશ્ચિત સમયગાળામાં પોતાનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર જમા કરાવીને આ સુવિધાજનક ડિજિટલ વ્યવસ્થાને અપનાવે.
2 નવેમ્બરના રોજ આયોજિત શિબિરમાં 93 રેલવે પેન્શનરોના ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા અમદાવાદ:પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા રેલવે પેન્શનરો અને પરિવાર પેન્શનરોની સુવિધા માટે ભારત સરકારના પેન્શન અને પેન્શનર કલ્યાણ વિભાગ હેઠળ રાષ્ટ્રવ્યાપી ડિજિટલ જીવન પ્રમાણપત્ર (DLC) અભિયાન 5.0 સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન 1 નવેમ્બર થી 30 નવેમ્બર, 2026 સુધી ચાલશે. આનો ઉદ્દેશ પેન્શનરોને ડિજિટલ સુવિધાઓ પ્રત્યે જાગૃત અને સશક્ત બનાવવાનો તથા જીવન પ્રમાણપત્ર જમા કરાવવાની પ્રક્રિયાને સરળ, સુવિધાજનક બનાવવાનો છે.