Tuesday, November 3, 2026
HomeGujarat“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ. સ્કૂલ બોર્ડની શાળાઓના...

“સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ. સ્કૂલ બોર્ડની શાળાઓના લોકાર્પણ અને ચોપડા વિતરણ

Date:

Related stories

નિતી અને ઈમાનદાર ને કારણે વસુધાની દિવાળી સુધરી ગઈ!

દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો...

નેપાળ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવનાર ભારતીય વ્યક્તિના મૃતદેહની વહેલી...

નવી દિલ્હી, નવે. 3 ભારતે મંગળવારએ નેપાળમાં બે હેલિકોપ્ટર...

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની...

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026માં વાણિજ્યિક તેમજ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ભાવનગરમાં બોર તળાવ (ગૌરીશંકર...

અમદાવાદ,રવિવાર, 01 નવેમ્બર 2026 :ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે...

“ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ટૂંક સમયમાં બુલેટ ટ્રેન કોરિડોર...

દિલ્હીથી ગુવાહાટી સુધીનો આ નવો કોરિડોર બનવા જઈ રહ્યો...

તારીખ : ૦૩-૧૧-૨૦૨૬: આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા અને સુશાસનની ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાતના માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત નોંધપાત્ર કાર્યક્રમો અને કામગીરી કરવામાં આવી રહી છે.

૦૩-૧૧-૨૦૨૬: જેના ભાગરૂપે મેયરશ્રી હિતેશ બારોટના વરદ્દ હસ્તે આજ રોજ સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર દ્વારા રૂા. ૧.૨૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ નવ નિર્મિત ઠકકરબાપાનગર વિધાનસભા વિસ્તારની “છત્રપતિ શિવાજી મહારાજ પબ્લિક સ્કૂલ” અને રૂ. ૨.૦૫ કરોડના ખર્ચે નરોડા વિધાનસભા વિસ્તારની “એસ.આર.પી. ગુજરાતી શાળા નં. ર”ના વધારાના ૦૬ વર્ગખંડોનું આજરોજ લોકાર્પણ કરવામાં આવ્યું. જેનાથી ૧૦૦૦ કરતાં વધારે બાળકોને આ નવીન શાળાઓમાં પ્રવેશની સાથે શિક્ષણનો લાભ મળશે. આજે ધારાસભ્યશ્રી કંચનબેન રાદડીયા તરફથી ઠકકરબાપાનગર વિધાનસભા મત વિસ્તારમાં આવેલી ૨૨ મ્યુનિ. શાળાઓના ૧૦,૦૦૦ કરતાં વધુ વિદ્યાર્થીઓને માન.
મેયરશ્રીના વરદ્દ હસ્તે ૫ લાખ કરતાં વધારે કિંમતના ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું. મેયરશ્રી હિતેશ બારોટે ઠકકરબાપાનગર અને એસ.આર.પી. ગુજ. શાળા નં.૨માં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં વાલીઓ અને તેમના બાળકો સાથે વાર્તાલાપ – સંવાદ કર્યો હતો. મેયરશ્રીએ વિદ્યાર્થીઓને સામાન્ય જ્ઞાન અને ઘડીયા જ્ઞાન વિશે પ્રશ્નોતરી કરી હતી. આ પ્રશ્નોતરીમાં વિદ્યાર્થીઓનું સામાન્ય જ્ઞાન જોઇને માન. મેયરશ્રી પ્રભાવિત થઇને સાચા ઉત્તર આપનાર વિદ્યાર્થીઓને પોતે રોકડ પુરસ્કાર અને ચોપડાઓ આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
મેયરશ્રીએ માન. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજી, માન. કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રીશ્રી અમિત શાહજી અને માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજી દ્વારા દેશ- રાજય અને ખાસ કરીને અમદાવાદમાં વિકાસલક્ષી કાર્યોને લઇને વાલીઓને જાણકારી આપી હતી. તેમણે મ્યુનિ. સ્કૂલ બોર્ડ, અમદાવાદની શાળાઓમાં જોવા મળતા આમુલ પરિવર્તનો અને બાળકોને આપવામાં આવતા ઉત્તમ શિક્ષણની વાલીઓને જાણકારી આપી હતી. સામે પક્ષે ઠકકરબાપાનગર અને નરોડા વિધાનસભા શાળાઓના વાલીઓએ પણ મેયરશ્રીને તેમના પ્રતિભાવો આપતાં જણાવ્યું કે ખાનગી શાળાઓ કરતાં પણ ઉત્તમ પ્રકારનું શિક્ષણ મ્યુનિ. સ્કૂલ બોર્ડની શાળાઓમાં આપવામાં આવી રહ્યું છે. તેનું તાર્દશ્ય ઉદાહરણ અમારા બાળકોમાં આવેલા આમૂલ પરિવર્તનોથી જોવા મળે છે. અમારા બાળકોની શિક્ષણની ઉત્તમ વ્યવસ્થાઓ કરવા માટે અમો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજય સરકારનો આભાર માનીએ છીએ.
ધારાસભ્યશ્રી કંચનબેન રાદડીયા અને ધારાસભ્યશ્રી ડૉ. પાયલબેન કુકરાણીએ ઉપસ્થિત વાલી સમુદાયને તેમની વિધાનસભા વિસ્તારની મ્યુનિ. શાળાઓમાં માળખાકીય સુવિધાઓ સાથે ગુણાત્મક ફેરફારોની જાણકારી આપી હતી.
સદર કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા માન. મેયરશ્રી હિતેશભાઈ બારોટ, ઠક્કરબાપાનગર વિધાનસભાના માન. ધારાસભ્યશ્રી કંચનબેન રાદડિયા, નરોડા વિધાનસભાના માન. ધારાસભ્ય ડો. પાયલબેન કુકરાણી, માન. ડેપ્યુટી મેયર શ્રીમતિ અંજુબેન શાહ, માન. નેતા શાસકપક્ષ શ્રી જશુભાઈ ઠાકોર, માન. દંડક શ્રી અતુલભાઈ મિશ્રા, સ્કૂલ બોર્ડના માન. ચેરમેન શ્રી પ્રજ્ઞેશ પટેલ , સ્કૂલ બોર્ડ માન. વાઇસ ચેરમેન શ્રી અંકિત રાઠોડ, ઉત્તર ઝોનના માન. ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નરશ્રી વિશાલ ખનામા, સ્કૂલબોર્ડના માન. શાસનાધિકારીશ્રી ડૉ લગધીરભાઈ દેસાઇ, અ.મ્યુ.કો.ની વિવિધ કમિટીના ચેરમેનશ્રીઓ, સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ, ઠકકરબાપા વિધાનસભા અને નરોડા વિધાનસભાના મ્યુનિ. કાઉન્સિલરશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, સ્કૂલબોર્ડના અધિકારીશ્રીઓ, તેમજ વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા.

નિતી અને ઈમાનદાર ને કારણે વસુધાની દિવાળી સુધરી ગઈ!

દિવાળીનો તહેવાર સાવ નજીક છે, અને ધનવાનો ને તો...

નેપાળ હેલિકોપ્ટર અકસ્માતમાં જાન ગુમાવનાર ભારતીય વ્યક્તિના મૃતદેહની વહેલી...

નવી દિલ્હી, નવે. 3 ભારતે મંગળવારએ નેપાળમાં બે હેલિકોપ્ટર...

અમદાવાદ મંડળ પર 30 નવેમ્બર સુધી ડિજિટલ જીવન પ્રમાણપત્ર...

આ જ ક્રમમાં 2 નવેમ્બર, 2026 ના રોજ અમદાવાદ...

અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન : ઓક્ટોબર 2026માં ₹830 કરોડની...

અમદાવાદ: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓક્ટોબર 2026માં વાણિજ્યિક તેમજ...

ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે ભાવનગરમાં બોર તળાવ (ગૌરીશંકર...

અમદાવાદ,રવિવાર, 01 નવેમ્બર 2026 :ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે...

“ઉત્તર પ્રદેશમાં ખૂબ જ ટૂંક સમયમાં બુલેટ ટ્રેન કોરિડોર...

દિલ્હીથી ગુવાહાટી સુધીનો આ નવો કોરિડોર બનવા જઈ રહ્યો...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here