Thursday, November 19, 2026
HomeEducationમેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ. સ્કૂલ બોર્ડની સરખેજ કન્યા શાળાનું ખાતમુહૂર્ત

મેયરશ્રી હિતેશ બારોટના હસ્તે મ્યુનિ. સ્કૂલ બોર્ડની સરખેજ કન્યા શાળાનું ખાતમુહૂર્ત

Date:

Related stories

સાસુ-વહુની જગ્યાએ હવે સસરા-જમાઈ વચ્ચે થશે ટક્કર, ‘રફ એન્ડ...

પિતા-દીકરીના સંબંધો, પ્રેમલગ્ન અને બે પરિવારો વચ્ચેની રમૂજી ખેંચતાણ...

ગિરનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે 8 જોડી...

18થી 26 નવેમ્બર સુધી અસ્થાયી ધોરણે ઉપલબ્ધ રહેશે વધારાના...

ભાવનગર મંડળના મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12949/12950માં અસ્થાયી...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાના મુસાફર ભારને...

દિવાળી અને છઠ મહાપર્વ દરમિયાન અમદાવાદ મંડળમાંથી 21 લાખથી...

* તહેવારોની સિઝનમાં અસરકારક ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોને...

સંતાનોને એમની ફરજ યાદ દેવવતી, સંત પુનિત મહારાજની કૃતિ...

હે ઈશ્વર,આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી ભૈરવ સાધુની...

માત્ર બોડાણાનું જ નહીં આપણું ગાડું પણ હરિ હંકારે...

માન. કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની પ્રેરણાથી આજ રોજ ગુજરાત સરકારના સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા રૂા. ૩.૧૯ કરોડના ખર્ચે ૧૨ ઓરડા ધરાવતી સરખેજ કન્યા શાળાનું નવિન શાળા મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

તારીખ : ૧૮-૧૧-૨૦૨૬ મેયરશ્રી હિતેશ બારોટે જણાવ્યું કે, ગાંધીનગર લોકસભામાં લોકપ્રિય માન. સંસદસભ્યશ્રી અને માન. કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબની પ્રેરણા અને માર્ગદર્શનથી મ્યુનિ. સ્કૂલ બોર્ડની શાળાઓમાં માળખાકીય સુવિધાઓના વધારા સાથે સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. જેનો લાભ ૧.૫૦ લાખ કરતા વધારે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મળી રહ્યો છે. જેના માટે માન. કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઇ શાહ સાહેબનો આભાર માન્યો હતો.

માન. મેયરશ્રીએ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબ દ્વારા ચાલુ કરવામાં આવેલા સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત અમદાવાદ મહાનગરની ૨૧૫ શાળાઓનો સમાવેશ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૫ મ્યુનિ. શાળાઓમાં ૪૬૮ જેટલા નવિન ઓરડા બનાવવામાં આવ્યા છે તેમજ ૧૨૭૪ જેટલા ઓરડાઓનું રીપેરીંગ કામ કરવામાં આવ્યુ છે તેમજ આગામી સમયમાં વધુ ૧૫ શાળાઓના ૧૯૬ નવિન ઓરડાઓ બનાવવામાં આવશે. જે બદલ માન. મુખ્યમંત્રીશ્રીનો ભૂપેન્દ્રભાઇ પટેલ સાહેબનો આભાર માન્યો હતો.

માન. મેયરશ્રીએ વધુમાં જણાવ્યું કે, સરખેજ કન્યા શાળાના નવિન શાળા મકાનનો લાભ ૫૦૦-૬૦૦ દિકરીઓને મળશે. આ શાળાનો સ્કૂલ્સ ઓફ એકસેલન્સમાં પણ સમાવેશ થયેલ હોઇ તેના જૂના પ્લોટમાં નવીન કંપાઉન્ડ વોલ કરીને ગ્રાઉન્ડ ડેવલોપમેન્ટ પણ કરવામાં આવશે. જેથી દિકરીઓને રમત- ગમત માટે પણ સારી વ્યવસ્થા ઉપલબ્ધ થશે.
સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે થઇ રહેલ પ્રવૃત્તિઓને બિરદાવતા ટીમ સ્કૂલ બોર્ડને અભિનંદન પાઠવ્યા.

સદર કાર્યક્રમમાં અમદાવાદ શહેરના પ્રથમ નાગરિક એવા મેયરશ્રી હિતેશભાઈ બારોટ, વેજલપુર વિધાનસભાના ધારાસભ્યશ્રી અમિતભાઇ ઠાકર, નેતા શાસકપક્ષ શ્રી જશુભાઈ ઠાકોર, સ્કૂલ બોર્ડના ચેરમેન શ્રી પ્રજ્ઞેશ પટેલ , ટી.પી. કમિટીના ચેરમેનશ્રી ભાવેશભાઇ પટેલ, સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન શ્રી અંકિત રાઠોડ, સ્કૂલબોર્ડના શાસનાધિકારી ડૉ. એલ. ડી. દેસાઇ, સ્કૂલ બોર્ડના સભ્યશ્રીઓ, સરખેજ વોર્ડના માન. કાઉન્સિલરશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા.

સાસુ-વહુની જગ્યાએ હવે સસરા-જમાઈ વચ્ચે થશે ટક્કર, ‘રફ એન્ડ...

પિતા-દીકરીના સંબંધો, પ્રેમલગ્ન અને બે પરિવારો વચ્ચેની રમૂજી ખેંચતાણ...

ગિરનાર પરિક્રમા મેળા દરમિયાન મુસાફરોની સુવિધા માટે 8 જોડી...

18થી 26 નવેમ્બર સુધી અસ્થાયી ધોરણે ઉપલબ્ધ રહેશે વધારાના...

ભાવનગર મંડળના મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 12949/12950માં અસ્થાયી...

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને વધારાના મુસાફર ભારને...

દિવાળી અને છઠ મહાપર્વ દરમિયાન અમદાવાદ મંડળમાંથી 21 લાખથી...

* તહેવારોની સિઝનમાં અસરકારક ભીડ વ્યવસ્થાપન અને મુસાફરોને...

સંતાનોને એમની ફરજ યાદ દેવવતી, સંત પુનિત મહારાજની કૃતિ...

હે ઈશ્વર,આપનાં શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ...

ભજન એ જ સાધુનો ભૈરવ છે, ભજનરૂપી ભૈરવ સાધુની...

માત્ર બોડાણાનું જ નહીં આપણું ગાડું પણ હરિ હંકારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here