નવી દિલ્હી, તા. ૨૫
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની ફરી એકવાર સેનાની વર્ધીમાં નજરે પડનાર છે. ધોની ૩૧મી જુલાઈના દિવસે ૧૦૬ ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પેરા)માં સામેલ થઇ જશે. ધોનીએ પહેલાથી જ સ્પષ્ટતા કરી છે કે, તે વેસ્ટઇન્ડઝના પ્રવાસમાં સામેલ થનાર નથી અને આ ગાળા દરમિયાન સેનામાં પોતાની સેવા આપશે. લેફ્ટી કર્નલ (માનદ ઉપાધિ) ધોનીના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે કે, તે પેરા રેજિમેન્ટના એક હિસ્સા તરીકે રહેશે. તે ૧૦૬ ટેરિટોરિયલ આર્મી બટાલિયનની સાથે ૩૧મી જુલાઈથી ૧૫મી ઓગસ્ટ સુધી આર્મીની સાથે રહેશે. આ યુનિટ કાશ્મીરમાં છે અને વિક્ટર ફોર્સના હિસ્સા તરીકે છે. ધોનીના હિસ્સામાં પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટની ડ્યુટી રહેશે. તે જવાનોની સાથે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ આગામી મહિનાથી વેસ્ટઇÂન્ડઝના પ્રવાસે રહેશે. આ ગાળા દરમિયાન ધોનીની જગ્યાએ પંત વિકેટકીપર તરીકેની ભૂમિકા અદા કરશે. આ પહેલા ધોનીએ બીસીસીઆઈને કહ્યું હતું કે, તે ટીમ ઇÂન્ડયાના વેસ્ટઇÂન્ડઝના પ્રવાસમાં ઉપલબ્ધ રહેશે નહીં. એમ માનવામાં આવે છે કે, વર્લ્ડકપ ૨૦૧૯ બાદ ધોની ક્રિકેટને અલવિદા કરી દેશે. તેની નિવૃત્તિને લઇને અટકળો ચાલી રહી હતી. પોતાની કેપ્ટનશીપ હેઠળ ધોનીએ ભારતને ૨૦૧૧માં વર્લ્ડકપ અપાવવામાં ભૂમિકા ભજવી હતી. ધોની ટેરિટોરિયલ આર્મીની પેરાશૂટ આર્મીમાં કર્નલ તરીકે છે. ધોની હજુ સુધી ૩૫૦ વનડે અને ૯૮ ટી-૨૦ મેચો રમી ચુક્યો છે. તેના નામ ઉપર ૧૦૭૭૩ વનડે ઇન્ટરનેશનલ રન રહેલા છે. આજે અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટી કર્નલ ધોની દ્વારા પોતાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તે ૩૧મી જુલાઈથી બટાલિયન સાથે ૧૦૬ ટેરિટોરિયલ આર્મીમાં ફરજ બજાવશે. વિક્ટર ફોર્સના ભાગરુપે કાશ્મીરમાં આ યુનિટ છે. પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યુટીની જવાબદારી તેની પાસે રહેશે. ધોની આર્મી વર્દીમાં રહીને સેવા કરવા માટે ઇચ્છુક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૭ વર્ષીય ધોનીને ૨૦૧૧માં ભારતીય સેના દ્વારા લેફ્ટી કર્નલની માનદ પોસ્ટ આપવામાં આવી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાને લઇને અટકળો ચાલી રહી છે ત્યારે ધોની સેનામાં પણ મોટી ભૂમિકા અદા કરવા જઇ રહ્યો છે. સેનાના વડાએ લીલીઝંડી આપી દીધા બાદ આર્મીની સાથે ધોની જરૂરી ટ્રેનિંગ પણ લઇ શકશે.