નવીદિલ્હી, તા. ૨૫
ભાજપના સાંસદ મિનાક્ષી લેખીએ લોકસભામાં ચર્ચા દરમિયાન જારદાર નિવેદન કર્યું હતું અને તમામનું ધ્યાન ખેંચ્યુ હતું. મિનાક્ષી લેખીએ કહ્યું હતું કે, નિકાહ હવે નિકાહ નહીં રહીને મજાક તરીકે છે. તલાકમાં ત્રણ વખત કોઇ વ્યક્ત એક સાથે તલાક બોલીને તલાક મેળવી લે છે તેને અન્ય કોઇ કામ કરવાની જરૂર રહેતી નથી. ત્રણ વખત તલાક બોલી દેવાથી તલાક થઇ જાય છે. એક નિસહાય પÂત્ન બાળકોની સાથે ત્રણ વખત તલાક બોલવાથી બહાર થઇ જાય છે. એક મહિલા માત્ર પÂત્ન હોય છે તો તેના કોઇ માતા-પિતા હોતા નથી. એક પત્ન કોઇની બહેન, કોઇની પુત્રી તરીકે પણ છે જે લોકો ધર્મના નામ ઉપર પુરાવા આપી રહ્યા છે તેઓને કહેવા માંગે છે કે, ધર્મ પ્રત્યે કાયદા આંધળા છે. અખિલેશ અને મિનાક્ષી લેખી વચ્ચે જારદાર ટિકાટિપ્પણી થઇ હતી.