ત્રિપલ તલાક બિલ પર ચર્ચા વેળા આઝમના નિવેદન બાદ હોબાળો

0
17
વિરોધ વચ્ચે ભાજપ, અન્ય કેટલાક પક્ષોએ માફી માંગવાની જારદાર માંગણી કરી : અખિલેશે આઝમનો બચાવ કર્યો : ત્રિપલ તલાક પર ઉગ્ર ચર્ચા યોજાઈ

નવીદિલ્હી, તા. ૨૫
લોકસભામાં ત્રિપલ તલાક બિલને લઇને આજે જારદાર હોબાળો થયો હતો. ત્રિપલ તલાક બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યા બાદ આ બિલ ઉપર ઉગ્ર અને ગરમાગરમ ચર્ચાનો દોર શરૂ થયો હતો. જુદા જુદા પક્ષો તરફથી પોતાની પ્રતિક્રિયાઓ અને વાંધાઓ રજૂ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે લાંબી ચર્ચા બાદ આનો જવાબ આપ્યો હતો. સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાન લોકસભામાં ત્રિપલ તલાક બિલને લઇને લોકસભામાં નિવેદન કરવા માટે ઉભા થયા ત્યારે નવો વિવાદ છેડાઈ ગયો હતો. તે વખતે તેઓએ ગૃહનું નેતૃત્વ કરી રહેલા રમાદેવીને લઇને વાંધાજનક ટિપ્પણી કરી દીધી હતી જેને લઇને હોબાળો થયો હતો. કેન્દ્રીય કાનૂનમંત્રી રવિશંકર પ્રસાદ સહિત તમામ નેતાઓએ આઝમ ખાનને માફી માંગવા માટે કહ્યું હતું. રમાદેવી પોતે પણ અસ્વસ્થ દેખાયા હતા. ત્યારબાદ લોકસભાના સ્પીકર ઓમ બિડલા પોતે અધ્યક્ષપદ સંભાળવા માટે આવી ગયા હતા. આઝમ ખાન જ્યારે બોલવા માટે ઉભા થયા ત્યારે તેઓએ કહ્યું હતું કે, મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી ક્યાં છે. આના ઉપર સ્પીકર તરીકે રહેલા રમાદેવીએ કહ્યું હતું કે, તમે જુદી જુદી વાત કર્યા વગર ચેયરની તરફ જાઇને પોતાના વિષય ઉપર ટિપ્પણી કરો. આના પર આઝમ ખાને સ્પીકરને લઇને વાંધાજનક ટિપ્પણી કરી દીધી હતી જેને લઇને હોબાળો મચી ગયો હતો. ભાજપ સહિત અનેક પક્ષોના સાંસદોએ માફી માંગવા માટે કહ્યું હતું. આઝમ ખાને રમાદેવી અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, ઇચ્છા એવી થાય છે કે, તમારી તરફ જ જાતા રહેવામાં આવે. તેમની આ ટિપ્પણીથી હોબાળો થયો હતો. જા કે, મોડેથી આઝમ ખાને આને લઇને ખુલાસો કર્યો હતો. આઝમ ખાને કહ્યું હતું કે, તેઓના કહેવાનો મતલબ ખોટીરીતે લેવામાં આવ્યો છે. આઝમ ખાને કહ્યું હતું કે, તેમના ઇરાદા ખોટા ન હતા. તેઓ પોતે મહિલા સ્પીકરને પોતાની બહેન તરીકે ગણે છે. આ ગાળા દરમિયાન પણ ભાજપના કેટલાક સભ્યોએ હોબાળો મચાવતા આઝમ ખાને ફરી નારાજગી વ્યક્ત કરીને પોતાની ટિપ્પણી કરી હતી અને લોકસભામાંથી બહાર નિકળી ગયા હતા. લોકસભામાં ધાંધલ ધમાલ વચ્ચે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ આઝમ ખાનના બચાવમાં આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આઝમ ખાન જ્યારે શેર શાયરીની બે લાઇન વાંચી રહ્યા હતા ત્યારે બેંચ તરફથી કહેવામાં આવ્યું હતું કે, ચેયરને જાઇને કહેવામાં આવે પરંતુ તેઓએ જે કંઇપણ કહ્યું તેમની ભાવનામાં કોઇ કમી રહી ન હતી. આઝમ ખાનના નિવેદનને લઇને ભારે હોબાળો થયો હતો. ઓમ બિડલાની ગેરહાજરીમાં ભાજપના સાંસદ રમા દેવી ગૃહની કાર્યવાહીનું સંચાલન કરી રહ્યા હતા ત્યારે આઝમ ખાન તરફથી આ ટિપ્પણી કરવામાં આવી હતી. આજે લોકસભામાં જારદાર ઉગ્ર ચર્ચા થઇ હતી. મિનાક્ષી લેખી અને અખિલેશ યાદવ આમને સામને દેખાયા હતા. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદે ચર્ચાની શરૂઆત કરી હતી અને અનેક મામલાઓનો ઉલ્લેખ કર્યો હતો.