પાકની હરકત : પોકના ૨૦૦ યુવાનો કેમ્પમાં મોકલાયા છે

0
32

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદી બાદ પીઠ પાઠળ ઘા કરવાની પાકિસ્તાની યોજના : સાવધાની જરૂરી બની

નવી દિલ્હી, તા. ૯
જમ્મુ કાશ્મીરના ખાસ દરજ્જાને ખત્મ કરવામાં આવ્યા બાદ ખીણના પુનર્ગઠનથી ઉશ્કેરાયેલા પાકિસ્તાન હવે ફરીએકવાર ભારતની વિરુદ્ધ છદ્મ યુદ્ધ કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. પાકિસ્તાને પોતાના કબજા હેઠળના કાશ્મીરમાં ૨૦૦ યુવાનોને આતંકવાદી ટ્રેનિંગ આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુવાનોને આતંકવાદી કેમ્પોમાં મોકલી દેવામાં આવ્યા છે. ટ્રેનિંગ બાદ સરહદ પાર આતંકવાદના મકસદથી ભારતમાં ઘુસણખોરી કરવામાં આવશે. સુરક્ષા દળોને હાલમાં જ મળેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાને ૧૫૦થી ૨૦૦ યુવાનોને આતંકવાદી ટ્રેનિંગ માટે મોકલી દીધા છે. ટ્રેનિંગ બાદ આ આતંકવાદી કમાન્ડરોને જમ્મુ કાશ્મીરમાં હુમલાઓને અંજામ આપવા માટે ઘુસણખોરી કરાવી શકે છે. આતંકવાદ માટે કાશ્મીરીઓને પસંદગી પાછળ પાકિસ્તાનનો હેતુ એ છે કે દુનિયાને બતાવવામાં આવી શકે છે આતંકવાદ જમ્મુ કાશ્મીરનો આંતરિક મામલો છે. જમ્મુ કાશ્મીરમાં કઠોર ઇન્ટેલીજન્સના પગલે આતંકવાદીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ની નાબૂદી અને પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાથી પાકિસ્તાન ખુબ જ નારાજ થયેલું છે. સુરક્ષા દળોનું માનવું છે કે, ભલે લાઈન ઓફ કન્ટ્રોલ પર શાંતિનો માહોલ છે પરંતુ પાકિસ્તાન સરહદ પર ગરમી વધારી શકે છે. આ સિવાય તે ભારતીય સરહદમાં આતંકવાદીઓની ઘુસણખોરીને વધારવા પર જાર આપી શકે છે. સુરક્ષા દળોના અનુસાર છેલ્લા કેટલાક સમયથી પીઓકેમાં ખાલી પડેલા આતંકવાદી કેમ્પોમાં ફરી એકવાર મોટી સંખ્યામાં હથિયારો સાથે હલચલ જાવા મળી રહી છે.