જમ્મુથી ૬૪૦૦ યાત્રાળુઓનો સંઘ અમરનાથ જવા રવાના

0
4
અમરનાથ યાત્રાળુઓને સુરક્ષાના કારણોથી ૩.૩૦ પછી પ્રવેશ મળશે નહીં કાશ્મીરમાંથી તોયબાના પાંચ હાઈબ્રિડ આતંકીઓની હથિયારો સાથે ધરપકડ
બીજી તરફ જમ્મુથી ૬૫૦૦ યાત્રાળુઓનો સંઘ અમરનાથ જવા માટે રવાના થયો હતો. ૨૬૫ વાહનોમાં આ યાત્રાળુઓને સુરક્ષા વ્યવસ્થા સાથે રવાના કરાયા હતા. બમ બમ ભોલેના નાદ સાથે ભગવતી નગર બેઝ કેમ્પ પરથી યાત્રાળુઓ રવાના થયા હતા.

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શ્રીનગર અને સોપોરમાંથી હથિયારોના જથ્થા સાથે લશ્કર-એ-તોયબાના પાંચ હાઈબ્રિડ આતંકવાદીઓ પકડાયા હતા. આ આતંકવાદીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા. સુરક્ષાદળોની સતર્કતાથી જમ્મુ-કાશ્મીરમાં એક મોટો હુમલો નિષ્ફળ થયો હતો. આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવાયેલો એક આતંકી પૂંચમાંથી પણ ઝડપાયો હતો.જમ્મુ-કાશ્મીરમાંથી લશ્કર-એ-તોયબાના પાંચ હાઈબ્રિડ આતંકવાદીઓ પકડાયા હતા. પોલીસના વોન્ટેડ લિસ્ટમાં ન હોય, પોલીસના રેકોર્ડમાં કોઈ ગુનાખોરી નોંધાઈ ન હોય અને આતંકી સંગઠનો માત્ર એક-બે વખત જ હુમલો કરાવવા જેનો ઉપયોગ કરે છે એવા આતંકવાદીઓને હાઈબ્રિડ આતંકવાદીઓ કહે છે. આ હાઈબ્રિડ આતંકવાદીઓ નિયમિત નોકરી-ધંધો કરતા હોવાથી અને સામાન્ય જીવન જીવતા હોવાથી તુરંત પકડાતા નથી. શ્રીનગરમાંથી આવા બે આતંકીઓ ઝડપાયા હતા. સોપોરમાંથી ત્રણની ધરપકડ થઈ હતી. આ આતંકીઓ મોટા હુમલાની ફિરાકમાં હતા. આતંકવાદીઓ પાસેથી બંદૂકો, વિસ્ફોટકો સહિતના હથિયારો જપ્ત કરાયા હતા. આતંકવાદીઓને મદદ કરતા એક સાગરિકની પણ પૂંચમાંથી ધરપકડ કરવામાં આવી હતી.બીજી તરફ જમ્મુથી ૬૫૦૦ યાત્રાળુઓનો સંઘ અમરનાથ જવા માટે રવાના થયો હતો. ૨૬૫ વાહનોમાં આ યાત્રાળુઓને સુરક્ષા વ્યવસ્થા સાથે રવાના કરાયા હતા. બમ બમ ભોલેના નાદ સાથે ભગવતી નગર બેઝ કેમ્પ પરથી યાત્રાળુઓ રવાના થયા હતા. અમરનાથ યાત્રા માટે ગયેલા યાત્રાળુઓની કુલ સંખ્યા ૧૭,૧૦૦ થઈ છે. તે સિવાય દેશભરમાંથી વધુ ૭૦૦૦ યાત્રાળુઓ જમ્મુમાં આવી પહોંચ્યા છે. આ વર્ષે યાત્રાળુઓની સંખ્યા ધારણા કરતાં વધુ રહે તેવી પણ શક્યતા છે. ત્રણ વર્ષના અંતરાળ પછી શરૃ થયેલી અમરનાથ યાત્રા માટે આ વર્ષે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૩૦મી જૂનથી શરૃ થયેલી આ યાત્રા ૪૩ દિવસ સુધી ચાલશે.દરમિયાન સુરક્ષાના કારણોસર અમરનાથ યાત્રાળુઓને લગતો એક મહત્વનો નિર્ણય લેવાયો હતો. રામબન જિલ્લાના બનિહાલમાંથી યાત્રાળુઓને બપોરે ૩.૩૦ પછી પ્રવેશ અપાશે નહીં. ભૂસ્ખલનની ઘટનાઓ વધી હોવાથી અને આતંકવાદીઓથી યાત્રાળુઓની સુરક્ષા કરવા માટે આ નિર્ણય લેવાયો છે. જમ્મુ-કાશ્મીર પોલીસના નિવેદનમાં કહેવાયું હતું કે રામબન જિલ્લાની ચેકપોસ્ટમાંથી યાત્રાળુઓના વાહનોને બપોર સુધી પ્રવેશ અપાશે. એ પછી બીજા દિવસે સવારથી ફરીથી પ્રવેશ ચાલુ થશે.