જમ્મુ-કાશ્મીરમાં ફરી નવું ષડયંત્ર? બારામુલ્લામાં સેના દ્વારા બે શંકાસ્પદોની ધરપકડ, પિસ્તોલ-હેન્ડ ગ્રેનેડનો જથ્થો જપ્ત

0
30
બે શંકાસ્પદ વ્યક્તિઓની ઘરપકડ
બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ

નવી દિલ્હી : છેલ્લા ત્રણ દિવસથી કાશ્મીરના અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં સેના અને આંતકી જૂથ વચ્ચે અથડામણો ચાલી રહી છે. સેના દ્વારા સતત ચાલી રહેલા સર્ચ ઓપરેશનમાં વધુ એક જવાન શહીદ થયો હતો જ્યારે બે જવાન ઘાયલ થયા હતા જેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારથી શરુ થયેલા સર્ચ ઓપરેશનમાં અત્યાર સુધીમાં ચાર જવાન શહીદ થયા છે. આ દરમિયાન વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા (Baramulla) જિલ્લામાં એક મોટો હુમલાને સેના દ્વારા નિષ્ફળ બનવામાં આવ્યો છે.  બારામુલ્લામાં સુરક્ષા દળોએ બે શંકાસ્પદ વ્યક્તિઓને પકડી પડ્યા હતા. આ બંને પાસેથી સેનાના જવાનોને બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય યુદ્ધ સામગ્રી મળી હતી. આ અંગે ભારતીય સેનાએ જાણકારી આપી હતી. આ બે શકમંદ એવા સમયે ઝડપાયા હતા જ્યારે અનંતનાગમાં (Anantnag Encounter)આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાનો શહીદ થયા હતા.અધિકારીઓએ જણાવ્યું કે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી ગુપ્ત માહિતીના આધારે, 14 સપ્ટેમ્બરે બારામુલ્લાના ઉરીમાં ચેક પોસ્ટ સ્થિત કરવામાં આવ્યું હતું. આ ચેક પોસ્ટ પર તૈનાત જવાનોએ બે શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. તેમની પાસેથી બે પિસ્તોલ, પાંચ હેન્ડ ગ્રેનેડ અને અન્ય યુદ્ધ જેવી સામગ્રી મળી આવી છે. અધિકારીઓનું કહેવું છે કે, આ મામલે હજુ તપાસ ચાલી રહી છે.