Thursday, November 26, 2026
HomeGujarat"ઓલ ધ બેસ્ટ પંડ્યા" ફિલ્મનું "એડ્વોકેટ્સ" માટે ખાસ સ્ક્રીનિંગ યોજાયું

“ઓલ ધ બેસ્ટ પંડ્યા” ફિલ્મનું “એડ્વોકેટ્સ” માટે ખાસ સ્ક્રીનિંગ યોજાયું

Date:

Related stories

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

મલ્હાર ઠાકરની મુખ્ય ભૂમિકા દર્શાવતી ફિલ્મ “ઓલ ધ બેસ્ટ પંડ્યા” 14 માર્ચે રિલીઝ થઈ ત્યારથી જ દર્શકોને ઘણી પસંદ આવી રહી છે. આ ફિલ્મ જીગર ચૌહાણ, જીગર પરમાર, જિમ્મી અસિજા અને મલ્હાર ઠાકર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા આ ફિલ્મ નેશનવાઈડ રિલીઝ કરાઈ છે. મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં છે અને તેમની સાથે દર્શન જરીવાલા (હસમુખ પંડ્યા), વંદના પાઠક (ઇન્દુ) અને યુક્તિ રાંદેરિયા (ભૂમિ) પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. કોર્ટરૂમમાં લાગણીઓનો સમન્વય દર્શાવતી આ એક સંપૂર્ણ ડ્રામા ફિલ્મ છે. પ્રોડ્યુસર જીગર પરમાર દ્વારા 250-300 એડ્વોકેટ્સ માટે ફિલ્મનું ખાસ સ્ક્રીનિંગ શિવ સિનેમા, આશ્રમરોડ, અમદાવાદ ખાતે યોજાયું હતું. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો અક્ષય પંડ્યા (મલ્હાર) અને તેમના પિતા હસમુખ પંડ્યા (દર્શન જરીવાલા) વચ્ચેના સબંધો થોડાં જટિલ હોય છે. તેમના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે. હસમુખ પંડ્યા કે જેઓ એક સિદ્ધાંતવાદી અને ઈમાનદાર વ્યક્તિ છે, તેમના પર લાંચ લેવાનો આરોપ મુકવામાં આવે છે. કાયદાકીય રીતે તેમને ન્યાય મળતો નથી. અક્ષય પોતાના પિતાને ન્યાય અપાવવા માટે કોર્ટમાં જાય છે. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધોની જટિલતાઓને શોધે છે, સાથે સાથે પ્રામાણિકતા, પરિવાર અને સત્યને પડકારતા કેસને પણ ઉજાગર કરે છે. પ્રોડ્યુસર જીગર પરમાર જણાવે છે કે,”ફિલ્મ કોર્ટરૂમમાં પિતા- પુત્રની ન્યાય માટે લડત દર્શાવે છે. કેટલીક વાર વકીલો માટે પણ એવું બનતું હોય છે કે સામે પોતાના જ લોકો ઉભા હોય અને વાત ન્યાયની હોય. તેથી અમે ખાસ એડ્વોકેટ્સને આ ફિલ્મ બતાવી છે. આ ફિલ્મ અન્ય ફિલ્મો કરતાં ઘણી હટકે છે. ઉપરાંત, હું સરકારને પણ વિનંતી કરું છું કે આ ફિલ્મ ટેક્સ ફ્રી કરે જેથી વધુમાં વધુ લોકો આ ફિલ્મ નિહાળી શકે.” કોર્ટને સંલગ્ન આ ફિલ્મ દરેક એડવોકેટને પસંદ આવી હતી અને તેમણે ફિલ્મની સરાહના પણ કરી હતી. તમામ લોકોએ પ્રોડ્યુસર જીગર પરમારનો આભાર વ્યક્ત કર્યો હતો.

યુગો યુગોથી તુલસી વિવાહનો પ્રસંગ, વૃંદાનાં પતિવ્રતા વ્રતની અલૌકિક...

આજે કારતક સુદ એકાદશી એટલે કે તુલસી વિવાહનો દિવસ,...

હિન્દી ડ્રામા ફિલ્મ ‘દેવી વિજ્ઞાનમ’ 4 ડિસેમ્બરે દેશભરના સિનેમાઘરોમાં...

મુંબઈ, 12 નવેમ્બર: દિગ્દર્શક કર્તવ્ય શાહની આ ફિલ્મ વિજ્ઞાન,...

ભારતીય વાયુસેના દ્વારા જામનગરના એરફોર્સ સ્ટેશન ખાતે સહાયતા સેતુ...

અમદાવાદ ગુરુવાર,19 નવેમ્બર 2026 : ભારતીય વાયુસેનાએ, હેડક્વાર્ટર ઇન્ટિગ્રેટેડ...

ગોહિલ ગ્રુપ દ્વારા અમદાવાદ અને સુરતમાં જી-ફાર્મ રિટેલ આઉટલેટ્સ...

અમદાવાદ: અમદાવાદ સ્થિત ગોહિલ ગ્રુપ પરંપરાગત ખાદ્ય ઉત્પાદનો પર...

કોઈ બુદ્ધ પુરુષ પોતાના આશ્રિતનું હિત નહીં , પરમહિત...

અમદાવાદ : ‘માનસ ભારત સ્વસ્તિક યાત્રા’ (સોપાન 2) ગઈકાલે...

કોટક લાઇફે કોટક વેરિએબલ ઇન્ડેક્સ એન્યુઇટી પ્લાન લોન્ચ કર્યો

મુંબઈ, નવેમ્બર 19, 2026: કોટક મહિન્દ્રા લાઇફ ઇન્શ્યોરન્સ કંપની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here