કચ્છમાંથી ફરી ચરસના 10 પેકેટ મળી આવ્યા, સિંધોડી નજીકથી મરીન પોલીસને મળ્યાં પેકેટ

0
7
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અવારનવાર ચરસ મળી આવે છે. હજુ પાંચ દિવસ પહેલા જ અહીં લખપત પાસેના ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બે પેકેટ મળી રહ્યા હતા
કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અવારનવાર ચરસ મળી આવે છે. હજુ પાંચ દિવસ પહેલા જ અહીં લખપત પાસેના ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બે પેકેટ મળી રહ્યા હતા

ભુજ: કચ્છમાંથી ફરી એક વખત ચરસના પેકેટ મળ્યા છે. આ વખત દરમિયામાંથી 10 પેકેટ મળી આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે અબડાસાના સિંધોડી નજીકથી આ પેકેટ મળી રહ્યા હતા. જખૌ મરીન પોલીસજ્યારે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે આ પેકેટ મળી આવ્યા હતા. પોલીસે ચરસના તમામ પેકેટ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી અવારનવાર ચરસ મળી આવે છે. હજુ પાંચ દિવસ પહેલા જ અહીં લખપત પાસેના ઇબ્રાહિમ પીરના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના બે પેકેટ મળી રહ્યા હતા. અહીં બીએસએફના જવાનો ફૂટ પેટ્રોલિંગમાં હતા ત્યારે ચરસના પેકેટ મળી આવ્યા હતા.જોકે, કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ચરસ મળવાનો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલા જખૌ બંદર અને ક્રિક વિસ્તારમાંથી ચરસના પેકેટ મળી આવ્યા છે. એક અંદાજ પ્રમાણે છેલ્લા એક વર્ષમાં ચરસના 1,500થી વધારે પેકેટ મળી આવ્યા છે. તપાસ એજન્સીઓને એવી આશંકા છે કે ચરસ મળવા પાછળ પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે.