નવી દિલ્હી : અગ્નિપથ યોજના અંતર્ગત ભારતીય વાયુસેનામાં અગ્નિવીરોની ભરતી માટે મોટી સંખ્યામાં અરજી મળી છે. ભારતીય વાયુસેના (Indian Air Force)દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અરજીની અંતિમ તારીખ 5 જુલાઇ 2022 સુધી અગ્નિવીરો ભરતી માટે કુલ 7,49,899 અરજી મળી છે. વાયુસેનાની કોઇ ભરતી માટે પ્રાપ્ત થનારી અરજીની આ સૌથી મોટી સંખ્યા છે. આથી એવું કહેવું ખોટું નહીં હોય કે વાયુસેનાની અગ્નિવીર ભરતી માટે રેકોર્ડ સંખ્યામાં અરજીઓ આવી છે.ઉલ્લેખનીય છે કે વાયુ સેનામાં અગ્નિવીરોની ભરતી માટે અરજી પ્રક્રિયા 24 જૂન 2022થી શરૂ થઇ હતી. આ પહેલા અગ્નિપથ યોજનાની જાહેરાત 14 જૂનના રોજ કરવામાં આવી હતી. ભરતી માટે ઉમેદવારોએ આધિકારિક વેબસાઇટ agnipathvayu.cdac.in પર જઇને અરજી જમા કરાવવાની હતી. જેના માટે સાયન્સમાં 12 પાસ ઉમેદવાર અરજી કરવા માટે લાયક હતા.અગ્નિપથ યોજનાના માધ્યમથી આર્મી, નેવી અને વાયુ સેનામાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવી રહી છે. જેમની નિમણુક ચાર વર્ષ માટે રહેશે. 4 વર્ષ પછી 25 ટકા અગ્નિવીરોને સ્થાઇ કરવામાં આવશે. જ્યારે 75 ટકા અગ્નિવીરોને રિટાયર્ડ કરવામાં આવશે. વાયુસેનામાં કુલ 3500 અગ્નિવીરોની ભરતી થવાની છે.બીજી તરફ થલ સેના અને નૌસેનામાં પણ અગ્નિવીરોની ભરતી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા 1 જુલાઇથી શરુ થઇ ગઈ છે
અગ્નિપથ યોજના : વાયુ સેનામાં અગ્નિવીરની ભરતી માટે રજિસ્ટ્રેશન સમાપ્ત, રેકોર્ડ 7.5 લાખ અરજી મળી
Date: