વૃદ્ધોની સારસંભાળ માટે સરકાર લાવી રહી છે નવી યોજના, ‘પીએમ સ્પેશ્યલ’ માં એક લાખ લોકોને મળશે રોજગાર

0
6
સામાજિક ન્યાય મંત્રાલય એક સપ્તાહમાં આ તાલીમ કાર્યક્રમ શરૂ કરી શકે છે, આ માટે સરકાર દ્વારા એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે
આ યોજનાનું નામ 'પીએમ સ્પેશિયલ' હશે. આ યોજના અંતર્ગત વૃદ્ધોને ઘરે બેઠા તબીબી સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવશે.

નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર સમાજના દરેક વર્ગને ધ્યાનમાં રાખીને યોજનાઓ બનાવી રહી છે. એટલું જ નહીં તમામ યોજનાઓ અમલમાં મુકાઈ છે અને અસંખ્ય લોકો સુધી તેનો લાભ પહોંચી રહ્યો છે. ત્યારે હવે કેન્દ્ર સરકાર વૃદ્ધોની સંભાળ માટે એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ યોજનાનું નામ ‘પીએમ સ્પેશિયલ’ હશે. આ યોજના અંતર્ગત વૃદ્ધોને ઘરે બેઠા તબીબી સારવારની સેવાઓ પૂરી પાડવામાં આવશે. આ યોજનાથી વૃદ્ધાવસ્થામાં લોકોની સંભાળ રાખનારા વ્યાવસાયિકોની વ્યવસ્થિત, વિશ્વસનીય સિસ્ટમ બનાવશે અને ખર્ચમાં પણ ઘટાડો કરશે.આ યોજનાની જાણકારી રાખનારના હવાલાથી અખબારે કહ્યું કે આ યોજના હેઠળ આગામી ત્રણ વર્ષમાં લગભગ એક લાખ લોકોને geriatric care-givers (જેરીયાટ્રીક્સ)ની તાલીમ આપવામાં આવશે. સામાજિક ન્યાય મંત્રાલય એક સપ્તાહમાં આ તાલીમ કાર્યક્રમ શરૂ કરી શકે છે. આ માટે સરકાર દ્વારા એક ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવશે, જેના પર તમામ રજિસ્ટર્ડ અને પ્રશિક્ષિત વૃદ્ધાવસ્થાના વ્યાવસાયિકોની યાદી હશે. તે ઈ-માર્કેટ પ્લેસ જેવું હશે. અહીં લોકો તેમની સુવિધા અનુસાર વૃદ્ધોની સંભાળ માટે પ્રોફેશનલ્સની ઉપલબ્ધતા જોઈ શકશે અને તેમને નોકરી પર રાખી શકશે. સરકાર આ વેબસાઈટને સપ્ટેમ્બર સુધીમાં લોન્ચ કરી શકે છે.સમાજ કલ્યાણ મંત્રાલયના સચિવ આર. સુબ્રમણ્યમે હિન્દુસ્તાન ટાઈમ્સને જણાવ્યું કે વૃદ્ધાવસ્થાના વ્યાવસાયિકોની જરૂરિયાતો હજુ સુધી યોગ્ય રીતે પૂરી થઈ નથી. પર્યાપ્ત રીતે પ્રશિક્ષિત વ્યાવસાયિકો વૃદ્ધોની સંભાળ લેવા માટે છે જ નહીં, અથવા તો લોકો તેમના વિશે જાણતા નથી. આવી સ્થિતિમાં લોકો શક્ય હોય ત્યાંથી મદદ લે છે. ઘણી વખત અપ્રશિક્ષિત લોકો પણ આ કામ કરવા લાગે છે, જેના કારણે વૃદ્ધોનું સ્વાસ્થ્ય અને સંભાળ સુરક્ષિત હાથમાં નથી રહેતું. આ સિવાય કેરનો ખર્ચ પણ ઘણો વધુ હોય છે. સુબ્રમણ્યમે કહ્યું કે હવે સરકાર પોતાની સિસ્ટમ પ્રોફેશનલ રીતે બનાવી રહી છે, જેને સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંજૂરી આપવામાં આવશે. તેનાથી વૃદ્ધોને ગુણવત્તાયુક્ત સંભાળ મળી શકશે અને ખર્ચ પણ પહેલા કરતા ઓછો થશેઆર. સુબ્રમણ્યમે જણાવ્યું, 12મા ધોરણ સુધીનો અભ્યાસ કરનાર કોઈપણ વ્યક્તિ વૃદ્ધ વ્યાવસાયિક બનવાની તાલીમ માટે અરજી કરી શકે છે. તેમણે કહ્યું કે સરકાર આ સમયગાળા દરમિયાન SC, ST અને અન્ય પછાત સમુદાયોના ઓછામાં ઓછા 10,000 લોકોને મફતમાં તાલીમ આપશે. આ યોજનાથી ઓછામાં ઓછા એક લાખ લોકોને રોજગાર મળશે. સૌથી મોટી વાત એ છે કે વૃદ્ધોની યોગ્ય સંભાળની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.